Code of Conduct Violence : ચૂંટણી આચાર સંહિતાનુ ઉલ્લંઘન કરવા પર કેટલી સજા થાય? જાણો શું કહે છે નિયમો?

Code of Conduct Violence : મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી વચ્ચે તમામ પાર્ટીઓના નેતા પર આચાર સંહિતા ઉલ્લઘનના આરોપો લાગતા રહ્યા છે. ઈલેક્શન કમિશને બીજેપી અને કોંગ્રેસને નોટીસ પણ જારી કરી હતી.

અહીં એક સવાલ એ થાય કે જો કોઈ ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લઘન કરે તો કેટલી સજા થાય? આના માટે કોણ કાર્યવાહી કરે?

Code of Conduct Violence

જણાવી દઈએ કે, કોઈ આચારસંહિતાનું ઉલ્લંઘન કરે છે તો ચૂંટણી પંચની હેલ્પલાઈન 1095 પર ફરિયાદ કરી શકાય છે. ચૂંટણી પંચનો દાવો છે કે આના પર 100 મિનિટમાં કાર્યવાહી કરાય છે.

ચૂંટણી પંચ ગંભીરતા અને ઉલ્લંઘનના પ્રકારને આધારે આચારસંહિતાના ઉલ્લંઘનની સજા નક્કી કરે છે. સૌથી વધુ સજા ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ છે. જો કોઈ ઉમેદવાર ઉશ્કેરણીજનક નિવેદનો કરે, જાતિવાદ અથવા ધર્મવાદને પ્રોત્સાહન આપે અથવા સરકારી સંસાધનોનો દુરુપયોગ કરે તો તેના પર ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મૂકી શકાય છે. આ પ્રતિબંધ થોડા કલાકોથી દિવસો સુધી હોઈ શકે છે.

આચારસંહિતાના ઉલ્લંઘનની પ્રથમ કાર્યવાહી ચેતવણી છે. કમિશન સંબંધિત વ્યક્તિ અથવા પક્ષને ધ્યાન પર લાવે છે અને સુધારણા કરવાની તક આપે છે.

જો ઉલ્લંઘન ગંભીર હોય તો ચૂંટણી પ્રચાર પર નિયંત્રણો મુકવામાં આવે છે. ઉમેદવારો કે પક્ષોને તેમની પ્રચાર પ્રવૃતિઓ બંધ કરવાની ફરજ પડાય છે.

આચારસંહિતા ભંગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ચૂંટણીપંચ ચૂંટણી નામાંકન રદ કરી શકે છે. જો કોઈ ઉમેદવારે મતદારોને પ્રભાવિત કરવા ગેરકાયદેસર નાણા કે દારૂનું વિતરણ કર્યું હોય તો તેનું નામાંકન રદ થઈ શકે છે.

કેટલીકવાર ઉલ્લંઘન કરનારાઓ પર દંડ લગાવાય છે. આ સજા તે ઉલ્લંઘનની ગંભીરતા પર આધારિત છે. ચૂંટણી હિંસા અથવા ઉશ્કેરણીજનક ભાષણો જેવા કેટલાક ગંભીર ઉલ્લંઘનો માટે જેલની સજાની પણ જોગવાઈ છે. આવા કિસ્સામાં ઉમેદવારને 2 વર્ષ સુધી સજા થઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X