નવા વર્ષે દુનિયાના દેશોમાં પીવાય છે સૌથી વધુ દારૂ, જાણો લિસ્ટમાં ભારત ક્યાં?
2024 નું વર્ષ પુરૂ થવામાં છે અને 2025 ની શરૂઆત થવા જઈ રહી છે. હજુ કેટલાક દિવસો બાકી હોવા છત્તા પણ ઘણા દેશ નવા વર્ષની ઉજવણીમાં ડુબી ગયા છે.
નવા વર્ષે દુનિયાભરમાં લોકો પાર્ટી સાથે ખુબ દારૂ પીવે છે. આ જ કારણ છે કે આ સમયગાળા દરમિયાન દારૂનું વેચાણ વધી જાય છે.

આજે આપણે કેટલાક એવા દેશો વિશે વાત કરવાના છીએ, જ્યાં નવા વર્ષે સૌથી વધુ દારૂ પીવામાં આવે છે. આ દેશ દર વર્ષે દારૂ પીવાના નવા રેકોર્ડ બનાવે છે.
હાલમાં જ વિશ્વના વિવિધ દેશોમાં પિવામાં આવતા આલ્કોહોલના આંકડા સામે આવ્યા છે. આ લિસ્ટમાં સામેલ 146 દેશોમાં રોમાનિયા નંબર એક પર છે. અહીં માથાદીઠ 16.91 લીટર દારૂ પીવાય છે.
આ પછી જ્યોર્જિયાનો નંબર આવે છે. અહીં 14.48 લીટર એક વ્યક્તિ પી જાય છે. ચેકિયા ત્રીજા સ્થાને છે અને માથાદીઠ 13.3 લીટર પીવાય છે. માથાદીઠ દારૂનો વપરાશ લાતવિયામાં 12.95 લીટર, જર્મનીમાં 12.20 લીટર, સેશેલ્સમાં 12.13 લીટર અને ઑસ્ટ્રિયામાં 12.02 લીટર છે.
દારૂ પીવામાં ભાપતીયો પણ આગળ છે. ભારતમાં સરેરાશ 4.96 લીટર પ્રતિ વ્યક્તિ દારૂ પીવામાં આવે છે. ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં આ આંકડો પ્રતિ વ્યક્તિ 0.11 લિટર છે. બાંગ્લાદેશ 146 દેશોમાં સૌથી નીચે છે, જ્યાં માથાદીઠ દારૂનો વપરાશ 0.01 લીટર છે.
આ સિવાય અન્ય દેશોની વાત કરીએ તો, સ્પેનમાં માથાદીઠ દર વર્ષે 11.06 લીટર, ફ્રાન્સમાં 11.01 લીટર, યુનાઇટેડ કિંગડમમાં 10.07 લીટર, રશિયામાં 10.35 લીટર, ઑસ્ટ્રેલિયામાં 10.32 લીટર, ન્યૂઝીલેન્ડમાં 10.06 લીટર અને કેનેડામાં વ્યક્તિદીઠ 9.88 લીટર દારૂ પીવાય છે. જો કે અમેરિકામાં માત્ર 5 લીટર જ દારૂ પીવાય છે.












Click it and Unblock the Notifications
