• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દિલ્હી યૂનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કેજરીવાલને આપી 10 સલાહ

By Kumar Dushyant
|

નવી દિલ્હી, (અન્નૂ મિશ્રા, ડીયૂ): આમ આદમીના મૂળમંત્રને જપનાર અરવિંદ કેજરીવાલ આજે બેલ અને જેલનું રાજકારણમાં એ હદે ફસાઇ ગયા છે કે હવે તો પોતાના પણ તેમનાથી દૂર ભાગવા લાગ્યા છે. અરવિંદ કેજરીવાલ પોતાન જ ચક્રવ્યુહમાં ફસાતા જોવા મળી રહ્યાં છે. બેલ બોલ્ડ ન ભરવાની તેમની આ જીદે તેમણે ચર્ચામાં તો જરૂર લાવી દિધા પરંતુ જેવું તે ઇચ્છતા હતા તેમનું આ પગલું જનતા વચ્ચે એક ક્રાંતિકારીના રૂપમાં પ્રદર્શિત કરશે એવું બની ન શક્યું. તેમની આ ચાલ તેમના પર ઉંધી પડી હવે તો જનતા પણ પૂછવા લાગી છે કે અરવિંદ કેજરીવાલજી શું તમે આમ આદમી છો?

આશ્વર્યજનક વાત એ છે કે જે પાર્ટીમાં એટલા સિદ્ધહસ્ત વકીલ હાજર હોય તે પાર્ટીના લીડર કાયદાકીય ગૂંચવણમાં એવી કેવી રીતે ફસાઇ શકે છે. જો અરવિંદ કેજરીવાલ આમ આદમી છે તો તે કેમ સીધા માર્ગે ચાલતા નથી આ તેમના સમર્થકોને જરૂર વિચારવું જોઇએ. એક વ્યક્તિ જે કાયદો સમજે છે. પોતાને ઇમાનદાર સિદ્ધાંતવાદી ગણાવે છે. જે પોતાના દરેક પગલા પર કાનૂનની લાંબી કલમોની યાદ પણ તૈયાર રાખે છે આજે તે કોર્ટના ક્રિમિનલ તિરસ્કારના ગુનામાં જેલમાં બંધ છે.

પોતાને કાયદાથી પણ ઉપર સ્થાપિત કરવાની જીદમાં એક સાધારણ કાર્યવાહી કરવાની મનાઇ કરી રહ્યાં છે. તો અરવિંદ કેજરીવાલજી તમે શું સાબિત કરવા માંગો છો આ એક ઉખાણું બની ગયું છે. કેમ દર વખતે તમારું પગલું એ દર્શાવે છે કે સર તમે આમ નહી ખાસ છો. અરવિંદ કેજરીવાલ જો સ્લાઇડરમાં લખેલી 10 વાતો પર ધ્યાન આપે ત્યારે જ તેમની અને તેમની પાર્ટીની સ્થિતિ સુધરી શકે છે.

પુરાવા વિના બૂમો પાડવાનું છોડી દો

પુરાવા વિના બૂમો પાડવાનું છોડી દો

પુરાવા વિના પોતાના દુશ્મન તરફ આંગળી ચિંધવી ન જોઇએ. આમપણ આમ આદમી પાર્ટીએ અત્યાર સુધી જેના પર આંગળી ઉઠાવી છે તેને સાબિત કરવામાં નિષ્ફળતા જ રહી છે.

કાયદા સાથે રમવાનું છોડી દેવું જોઇએ

કાયદા સાથે રમવાનું છોડી દેવું જોઇએ

તમે ચૂંટણી દરમિયાન પણ અને તેના પહેલાં પણ કાયદાને હાથમાં લીધો છે. સો ડિયર અરવિંદ કેજરીવાલજી પોતાના આ શોખને બદલી દો.

તમારે તમારામાં વર્તનમાં પરિવર્તન લાવવું જરૂરી છે

તમારે તમારામાં વર્તનમાં પરિવર્તન લાવવું જરૂરી છે

જે પ્રકારે તમે પોતાને ન્યાયાલયમાં પ્રદર્શિત કરી રહ્યાં છે તે તમારી મુશ્કેલીઓ વધારી શકે છે. સારું રહેશે કે તમે કોર્ટમાં પોતાને ક્રાંતિકારી સિદ્ધ કરવાના બદલે એક સાધારણ વ્યક્તિના રૂપમાં રજૂ કરે.

આમ બનો ખાસ નહી

આમ બનો ખાસ નહી

કંઇક એવો તો કરો કે જનતાને લાગે કે તમે આમ આદમી છો. જો તમે આમ આદમી છો તો તમે તો એક સાધારણ આદમીની પોતાની ભૂલ માનતાં બેલ બોંડ ભરી દેવા જોઇએ.

ન્યાયાલયને અંડરએસ્ટીમેટ ન કરો

ન્યાયાલયને અંડરએસ્ટીમેટ ન કરો

અરવિંદ કેજરીવાલજી તમારા માટે ભલું થશે કે તમે ન્યાયાલયની શક્તિઓને અંડરએસ્ટિમેટ ન કરો. અને વધુમાં વધુ જજ મહોદયની વાતો પર તો ગૌર ફરમાવો. સાંભળવામાં આવ્યું છે કે તમે તો તેમણે પણ પોતાની ક્રાંતિવાદીઓનો પાઠ ભણાવવામાં કોઇ ખચકાટ અનુભવ્યો નથી.

બેવડા વ્યક્તિત્વમાંથી બહાર આવો

બેવડા વ્યક્તિત્વમાંથી બહાર આવો

પોતાને એક સ્પષ્ટ રીતે પ્રદર્શિત કરો. કહો છો કંઇક અને કરો છો કંઇક આ તો નાઇન્સાફી છે સર.

પબ્લિસિટી ખૂબ થઇ હવે વાસ્તવિકતા જુઓ

પબ્લિસિટી ખૂબ થઇ હવે વાસ્તવિકતા જુઓ

તમે જ્યારથી રાજકારણમાં આવ્યા છો કોઇ એવો દિવસ પસાર થયો નથી જ્યારે આપ પાર્ટીએ મીડિયાને પોતાની તરફ આકર્ષિત કરવાના કારનામા ન કર્યા હોય. હવે તો તેમની આ પબ્લિસિટી સ્ટંટ તેમના પર જ ભારે પડવા લાગ્યા છે.

દરેક માટે નેગેટિવ ધારણા મત બનાવો

દરેક માટે નેગેટિવ ધારણા મત બનાવો

આ તમારા અને તમારી પાર્ટી માટે નકારાત્મકતા જ પેદા કરી શકે છે. અતિ ઉત્તેજના પણ ક્યારેક ક્યારેક ડૂબે છે ખાસકરીને ત્યારે જ્યારે તે અતાર્કિક હોય. આમપણ તમે જનતા માટે કંઇ તો કરી શક્યા નથી પરંતુ હવે રોડ જામ કરીને તેમનો ટાઇમ તો બરબાદ મત કરો. ક્યાંક એવું ન થઇ જાય કે કાલથી જનતા જ તમારા વિરૂદ્ધ કેસ કરવા લાગે.

દેશ પછી પહેલાં પોતાની પાર્ટી બચાવો

દેશ પછી પહેલાં પોતાની પાર્ટી બચાવો

તમારે દેશ બચાવતાં પહેલાં હવે પોતાની પાર્ટી બચાવવા પર ધ્યાન આપવું જોઇએ. તમારી પાર્ટી તૂટી રહી છે તેને બચાવો નહીતર આપ પાર્ટીનું અસ્તિત્વ ખતરામાં પડી શકે છે.

તમે દરેક સભ્યોને પ્રાથમિકતા આપો

તમે દરેક સભ્યોને પ્રાથમિકતા આપો

અરવિંદ કેજરીવાલજી તમારા માટે અંતિમ સલાહ એ છે કે તમે પોતાના પક્ષના દરેક સભ્યોને બરાબરની પ્રાથમિકતા આપો. નહીંતર શાજિયા ઇલ્મીની માફક ઘણા તમારો સાથ છોડી છે.

English summary
A Delhi student Annu Mishra has given 10 suggestions to AAP leader Arvind Kejriwal. She talk about AAP Party's future.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more