For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો પારલે-જી બિસ્કીટ વિશે 10 રસપ્રદ વાતો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 12 નવેમ્બર: ભારતમાં ભાગ્યે જ કોઇ એવું ઘર હશે જ્યાં પારલે જી બિસ્કીટ આવતી નહી હોય. તમારામાંથી ઘણા બધા એવા લોકો હશે જેમની ચા પારલે-જી બિસ્કીટ વિના અધૂરી હશે. એકદમ સસ્તા અને સ્વાદિષ્ટ આ બિસ્કીટ ભારતમાં લોકપ્રિય છે.

parle-g-600

આવો તમને જણાવીએ પારલે જી બિસ્કીટ વિશે કેટલીક રસપ્રદ અને ખાસ વાતો

1. મોટાભાગે આ બિસ્કીટના પેકેટ પર છપાયેલા બાળકના ફોટા વિશે ચર્ચા થતી રહી છે કે આ બાળક કોણ છે? થોડા દિવસો પહેલાં તેને નીરૂ દેશપાંડેના બાળપણનો ફોટો ગણાવવામાં આવ્યો હતો પરંતુ મિત્રો આ ફોટો કોઇ મોડલ કે સેલિબ્રિટીનો નથી પરંતુ એક એનિમેટેડ ફોટો છો જેનું નિર્માણ 1979માં કરવામાં આવ્યું હતું.

2. પારલે પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા નિર્મિત પારલે-જી અથવા પારલે ગ્લૂકોઝ બિસ્કીટ ભારતના સૌથી વધુ લોકપ્રિય બિસ્કીટમાંથી એક છે. પારલે-જી સૌથી જૂની બ્રાંડ નામોમાંથી એક હોવાની સાથે-સાથે ભારતમાં સૌથી વધુ વેચાણવાળા બિસ્કીટ બ્રાંડ પણ છે.

3. કંપનીનો નારો છે, જી નો અર્થ જીનિયસ (પ્રતિભાશાળી). ''પારલે જી'' નામને ઉપનગરીય રેલ સ્ટેશન વિલે પાર્લેથી લેવામાંથી આવ્યું છે જે સ્વયં પાર્લે નામના જૂના ગામ પર આધારિત છે.

4 વીકિપીડિયાના અનુસાર નીલસન સર્વેનું માનીએ તો પારલે જી વિશ્વમાં સૌથી વધુ વેચાનાર બિસ્કીટ છે. ભારતના ગ્લૂકોઝ બિસ્કીટ શ્રેણીના 70% બજાર પર તેનો કબજો છે, ત્યારબાદ નંબર આવે છે બ્રિટાનિયાના ટાઇગર (17-18%) અને આઇટીસીના સનફીસ્ટ (8-9%)નો.

5. 1929માં ભારત જ્યારે બ્રિટિશ શાસનના આધિન હતું ત્યારે પારલે જી પાર્લે પ્રોડક્ટ્સ નામની એક નાની કંપનીનું નિર્માણ થયું હતું. મુંબઇના ઉપનગર વિલે પારલે જી (પૂર્વ)માં મિઠાઇઓ ટોફીઓ (જેમ કે મેલોડી, કચ્ચા મેંગો બાઇટ વગેરે)નું ઉત્પાદન માટે એક નાનું કારખાનું સ્થાપિત કરવામાં આવ્યું. એક દાયકા બાદ ત્યાં બિસ્કીટનું પણ ઉત્પાદન શરૂ કરી દેવામાં આવ્યું ત્યારબાદ આગળ વધતાં આ ભારતની સૌથી મોટી ખાદ્ય કંપનીઓમાંથી એક થઇ ગઇ છે.

6. આજે પારલે જી બિસ્કીટ 4 રૂપિયાથી માંડીને 50 રૂપિયા સુધી આવે છે પરંતુ સૌથી વધુ વેચાનાર પેકેટ 4 રૂપિયાવાળા જ છે.

7. પારલે કંપની બીજી ઘણી બધી વસ્તુઓ બનાવે છે જેમ કે સૉસ, ટૉફી, કેક પરંતુ આ બધાનું માર્કેટ બિસ્કીટ આગળ ફેલ છે.

8. પારલે જી બિસ્કીટ સમાજનો દરેક વર્ગ ગરીબ હોય કે કરોડપતિ, ભલે તે બાળક હોય કે ઉંમરલાયક દરેક જણ ખાય છે.

9. 2009-10ના આંકડા પર પર નજર કરીએ તો પારલે-જીનું વેચાણ દુનિયા ચોથા સૌથી મોટા બિસ્કીટ ઉપભોક્તા દેશ ચીનથી પણ વધુ છે.

10. ભારતથી બહાર પારલે-જે યૂરોપ, બ્રિટન, અમેરિકા, કેનેડા, વગેરેમાં પણ ઉપલબ્ધ છે. પારલેજી એકમાત્ર એવી બિસ્કીટ છે જે ગામડાંથી માંડીને શહેરો સુધી એક જ ભાવમાં વેચાઇ છે અને બંને જગ્યાએ તેની લોકપ્રિયતા એકસમાન છે.

English summary
Parle-G or Parle Glucose is a brand of biscuits manufactured by Parle Products in India. As of 2011, it is the largest selling brand of biscuits in the world according to Nielsen.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X