Donald Trump Oath : 20 જાન્યુઆરીએ જ કેમ શપથ લે છે નવા અમેરિકનો પ્રેસિડેન્ટ? જાણો કેમ?
Donald Trump Oath : અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ બીજી વખત રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યાં છે. ટ્રમ્પના શપથગ્રહણ સમારોહમાં દુનિયાના મોટા નેતાઓને આમંત્રણ અપાયુ છે.
જણાવી દઈએ કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના 20 જાન્યુઆરીએ શપથ લઈ રહ્યાં છે તેની પાસે ખાસ કારણ છે. અમેરિકન ઇતિહાસમાં 20 જાન્યુઆરી મહત્વની તારીખ છે.

અમેરિકાના બધા રાષ્ટ્રપતિઓ 20 જાન્યુઆરીએ જ શપથ લે છે. આ જ ક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પ પણ 20 જાન્યુઆરી 2025 ના રોજ શપથ લેશે. આમ કેમ કરાય છે તેનો જવાબ એ છે કે અમેરિકી બંધારણના 20મા સુધારા હેઠળ નવા રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ માટે 20 જાન્યુઆરીની તારીખ નક્કી કરવામાં આવી તે છે.
ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ચૂંટણીના લગભગ અઢી મહિના પછી શપથ લે છે. 1937 પહેલા શપથ ગ્રહણ સમારોહ ૪ માર્ચે થતો હતો અને અઢી મહિનાના આ સમયગાળાને ટ્રાંઝિશન પીરિયડ કહેવામાં આવે છે. ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટ પ્રથમ અમેરિકન રાષ્ટ્રપતિ હતા જેમણે 20 જાન્યુઆરી 1937 ના રોજ શપથ લીધા હતા.
જણાવી દઈએ કે, અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી ચાર વર્ષમાં યોજાય છે. તેની તારીખ નવેમ્બરનો પહેલો મંગળવાર છે. ત્યારબાદ નવા રાષ્ટ્રપતિ 20 જાન્યુઆરીએ શપથ લે છે, તે જ દિવસે ઉપરાષ્ટ્રપતિ પણ શપથ લે છે.
1933 સુધી શપથ લેવાની તારીખ 4 માર્ચ હતી. જણાવી દઈએ કે અમેરિકન બંધારણ 1789માં અસ્તિત્વમાં આવ્યું. જે પછી 1933 સુધી નવા રાષ્ટ્રપતિ 4 માર્ચે શપથ લેતા હતા.
1933 માં નેબ્રાસ્કાના સેનેટર જ્યોર્જ નોરિસની પહેલથી બંધારણમાં 20મો સુધારો મંજૂર કરવામાં આવ્યો. આ પછી ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટ અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ હતા, જેમણે 20 જાન્યુઆરી 1933 ના રોજ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા.
આ તારીખ અમેરિકાના ઇતિહાસમાં રાષ્ટ્રપતિના ઈનોગ્રેશન દિવસ તરીકે નોંધાયેલી છે. અમેરિકાના તમામ રાષ્ટ્રપતિઓ અને ઉપરાષ્ટ્રપતિઓએ આ તારીખ સ્વીકારવી અને તેનું સન્માન કરવું પડે છે.












Click it and Unblock the Notifications
