વાસ્તુ શાસ્ત્ર મુજબ આ 10 જગ્યાએ ક્યારેય સંબંધ ન બનાવવા, પાપના ભાગીદાર બનશો
વાસ્તુ શાસ્ત્ર મુજબ આ 10 જગ્યાએ ક્યારેય સંબંધ ન બનાવવા, પાપના ભાગીદાર બનશો
આપણા જીવનમાં વાસ્તુ શાસ્ત્ર ઘણું મહત્વ ધરાવે છે. લોકો કોઈપણ નાનામા નાની વસ્તુમાં વાસ્તુ દોષ ન નડે તેનું ધ્યાન રાખતા હોય છે પરંતુ શારીરિક સંબંધ બનાવતી વખતે લોકો આ વાતનું ધ્યાન રાખતાં ભૂલી જાય છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ 10 એવી જગ્યા છે જ્યાં શારીરિક સંબંધ ન બનાવવા જોઈએ. આગળની સ્લાઈડમાં વિસ્તૃત જાણો...

વાસ્તુ શાસ્ત્ર
આપણા જીવનમાં વાસ્તુ શાસ્ત્ર વિશેષ મહત્વ ધરાવે છે. જે હિન્દુ શાસ્ત્રો દ્વારા પ્રદાન કરવામાં આવેલ એવી ભેટ છે, જેનો ઉપયોગ કરવામાં આવે તો જીવન બદલી શકે છે.

વાસ્તુ શાસાત્ર પાસે બધા જ ઉકેલ છે
સમસ્યા કોઈપણ હોય, વાસ્તુ શાસ્ત્ર પાસે તેનો ઉકેલ છે. જો પરિવારમાં ઝઘડા વધી ગયા છે અથવા ધનની કમી થઈ રહી છે તો વાસ્તુ શાસ્ત્રના ઉપાય મદદગાર સિદ્ધ થાય છે. કોઈ બીમારી હોય, વ્યાપાર કે નોકરીમાં સમસ્યા હોય, નવું ઘર-ગાડી ન મળી રહ્યું હોય અથવા પતિ-પત્નીના સંબંધમાં ગડબડ હોય. તમામની દવા છે વાસ્તુ શાસ્ત્રના ઉપાય.

વાસ્તુ શાસ્ત્રના નિયમો
આજે અમે વાસ્તુ શાસ્ત્રના કેટલાક નિયમો તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છીએ. જે પ્રેમી-પ્રેમિકા અથવા પતિ-પત્નીને ઘણા કામ આવી શકે છે. આ નિયમ તેમના શારીરિક સંબંધો સાથે જોડાયેલ છે.

શાસ્ત્રોમાં શારીરિક સંબંધ
જી હાં... વાસ્તુ શાસ્ત્રમાં કેટલાય પ્રકારના સિદ્ધાંતો અને મૌલિક નિયમો છે જે આપણને યોગ્ય જીવન જીવવાની દિશા પ્રદાન કરે છે. આ નિયમોમાંથી જ કેટલાક નિયમો શારીરિક સંબંધો સાથે જોડાયેલ છે. તમને ભલે આશ્ચર્ય થઈ રહ્યું હોય, પરંતુ હિન્દુ શાસ્ત્રોમાં શારીરિક સંબંધોના સંદર્ભમાં વિવિધ ઉલ્લેખ મળી આવ્યા છે.

શાસ્ત્રોમાં શારીરિક સંબંધ
જે મુજબ પતિ-પત્ની વચ્ચે શારીરિક સંબંધ હોવા અતિ આવશ્યક છે. આવા પ્રકારના સંબંધ ખરાબ નથી, બલકે તેને પવિત્ર માનવામાં આવ્યા છે. આ કારણે જ વાસ્તુ શાસ્ત્રએ તેને વિશેષ નિયમોમાં બાંધ્યું છે, જેને તમે આગળની સ્લાઈડમાં જાણી શકો છો.

પવિત્ર નદી પાસે
શાસ્ત્રો મુજબ ક્યાંય પણ પવિત્ર નદી પાસે શારીરિક સંબંધ ન બનાવવા જોઈએ. આવા સંબંધ યુદ્ધને આમંત્રિત કરે છે. આ વાતનો ઈતિહાસ સાક્ષી છે, ઋષિ પરાશર અને સત્યવતીના સંબંધે જ મહાભારતના યુદ્ધને જન્મ આપ્યો હતો.

અગ્નિ પાસે
ભૂલથી પણ એવી જગ્યાએ શારીરિક સંબંધ ન બનાવવા જ્યાં આજુબાજુમાં અગ્નિ પ્રજ્વલિત હોય. અગ્નિને હિન્દુ ધર્મમાં દેવતા માનવામાં આવે છે, જે પવિત્ર છે. માટે અગ્નિની નજીક શારીરિક સંબંધ બાંધવા મહાપાપ છે.

બાજુમાં કોઈ બ્રાહ્મણ હોય
જો તમારી આસપાસ કોઈ બ્રાહ્મણ હોય અથવા ઋષિ મુનિ હોય અથવા કોઈ એવો મહાન પુરુષ હોય જેને લોકો પોતાના આદર્શ માને છે. તો એવી જગ્યાએ શારીરિક સંબંધ બનાવવા ન જોઈએ. આ તેમનું અપમાન સમાન છે.

બીમાર વ્યક્તિ પાસે
એક છત નીચે એક જ ઘરમાં જો કોઈ એવો વ્યક્તિ હોય જે મૃત્યુ સામે લડી રહ્યો હોય, તે એવી જગ્યાએ શારીરિક સંબંધ બનાવતાં બચવું જોઈએ.

નવજાતની ઉપસ્થિતિ
શાસ્ત્રો મુજબ નવજાતની ઉપસ્થિતિમાં શારીરિક સંબંધ બાંધવા પાપ છે. આવું કરવાથી પતિ-પત્નીએ બચવું જોઈએ.

મંદિર પરિસરમાં
આ વાત કહેવી તો ન જોઈએ પણ જો કોઈ અજાણ હોય તો જણાવી દઈએ કે શાસ્ત્રોમાં મંદિર પરિસરમાં શારીરિક સંબંધ બનાવવું વર્જિત માનવામાં આવ્યું છે. આ મહાપાપ છે. મંદિરની આજુબાજુમાં પણ આવા સંબંધ બનાવવા ભૂલ માનવામાં આવે છે.

જ્યાં કોઈ ગુલાબ હોય
એવી કોઈ જગ્યા જ્યાં કોઈ ગુલાબ હોય કે પહેલા રહ્યું હોય તેવી કોઈપણ જગ્યાએ શારીરિક સંબંધ ન બનાવવા જોઈએ. આ જગ્યા આ પવિત્ર સંબંધ માટે યોગ્ય નથી.

અન્ય કોઈના ઘરમાં
દોસ્ત હોય કે કોઈ સંબંધી, કોઈ અન્યના ઘરમાં જઈ શારીરિક સંબંધ બાંધવા શાસ્ત્રો મુજબ વર્જિત છે.

કબર પાસે
જ્યાં કબર હોય ત્યાં શારીરિક સંબંધ બાંધવા મહાપાપ છે. આ જગ્યાએથી નિકળતી ઉર્જા પતિ-પત્નીના સંબંધને તબાહ કરી શકે છે.

મૃતદેહ પાસે
કબ્ર ઉપરાંત મૃતદેહ પાસે પણ શારીરિક સંબંધ બનાવવા પાપ છે. જો કોઈ ઘરમાં પરિવારના સભ્યના મૃત્યુ બાદ, મૃતદેહને લાવવામાં આવ્યો હોય, તો જ્યાં સુધી દેહને ઘરથી બહાર લઈ જવામાં ન આવે, ત્યાં સુધી આવા સંબંધ સ્થાપિત ન કરવા જોઈએ.

શાસ્ત્રીય નિયમ
આ શાસ્ત્રીય નિયમોનું પાલન કરવામાં આવે તો પતિ-પત્નીનો પ્રેમ બની રહે છે. જેમની અવગણના કરવા પર બંનેના સંબંધ પર સંકટ પેદા થઈ શકે છે. બંને વચ્ચે શારીરિક સંબંધ બન્યો રહે તે અતિ આવશ્યક છે.












Click it and Unblock the Notifications
