E-Aadhaar : શું હોય છે ઇ-આધાર? જાણો કેવી રીતે બને અને આધાર કાર્ડથી કેટલુ અલગ છે?

E-Aadhaar : ભારતના નાગરીકો માટે આધાર કાર્ડ સૌથી મહત્વનો દસ્તાવેજ માનવામાં આવે છે. બેંક એકાઉન્ટ ખોલવાથી લઈને કોઈપણ ડોક્યુમેન્ટ બનાવવા માટે આધાર કાર્ડની જરૂર પડે છે.

જણાવી દઈએ કે, ભારતમાં 90 ટકાથી વધુ લોકો પાસે આધાર કાર્ડ છે. ઓળખના પુરાવા તરીકે આધારકાર્ડનો સંભવિત સૌથી વધુ ઉપયોગ થાય છે.

E-Aadhaar

આધાર કાર્ડને કાર્ડ તરીકે સાથે રાખવા શકાય છે અને ઇ-આધાર પણ કરાવી શકાય છે. સામાન્ય આધાર કાર્ડથી ઇ-આધાર અલગ છે. તેને બનાવવા એક ખાસ પ્રક્રિયા છે.

ફિજિકલ દસ્તાવેજ તરીકે સામાન્ય આધાર કાર્ડનો ઉપયોગ થાય છે અને ઉપયોગ કરવો હોય ત્યાં લઈ જવુ જરૂરી છે. ઇ-આધાર પાસવર્ડથી સુરક્ષિત ઈલેક્ટ્રોનિક કોપી છે. જે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા ડિજિટલ હસ્તાક્ષર દ્વારા જારી કરવામાં આવે છે અને ફોનમાં રાખી શકાય છે.

ઇ-આધાર ખોવાઈ જવા કે ચોરી થઈ જવાનો ડર રહેતો નથી. પાસવર્ડ વગર તેને ખોલી શકાતું નથી. તેને ગમે ત્યારે ગમે ત્યાંથી એક્સેસ કરી શકાય છે.

ઇ-આધાર મેળવવા UIDAIની સત્તાવાર વેબસાઇટ https://uidai.gov.in/ અથવા https://eaadhaar.uidai.gov.in પર પણ જઈને કરી શકાય છે. અહીં તમે ઇ-આધાર ડાઉનલોડ કરી શકો છો.

ભારત સરકારના કાયદા અનુસાર, ઇ-આધાર સામાન્ય આધાર કાર્ડની ફિજિકલ નકલની જેમ જ માન્ય છે. જે રીતે તમે સામાન્ય આધાર કાર્ડનો ઉપયોગ કરો છો. આ રીતે તમે ઇ-આધારનો પણ ઉપયોગ કરી શકો છો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X