For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચેતજો, જમવામાં આવતો વાળ તમારા શરીર માટે જાનલેવા છે

ઘણીવાર ઘર અને હોટલના જમવામાં વાળ આવી જવો એ સામાન્ય વાત છે. જો કે આ હ્યુમન હેર જાનલેવા સાબિત થઈ શકે છે. આ સાંભળીને તમને નવાઈ લાગતી હશે પણ આ વાત સાચી છે.

|
Google Oneindia Gujarati News

ઘણીવાર ઘર અને હોટલના જમવામાં વાળ આવી જવો એ સામાન્ય વાત છે. જો કે આ હ્યુમન હેર જાનલેવા સાબિત થઈ શકે છે. આ સાંભળીને તમને નવાઈ લાગતી હશે પણ આ વાત સાચી છે. વાળ મોઢામાં આવતા જ આપણને ચીતરી ચડવા લાગે છે, કેટલાક લોકોને તો ઉલ્ટી પણ થઈ જાય છે. બહું ઓછા લોકો જાણે છે કે હ્યુમન હેર ભોજનને ઝેરીલુ બનાવી દે છે, જેને ખાતા જ વ્યકિતને અનેક બિમારીઓ થઈ શકે છે. જમવામાં વાળ આવવો આ તદ્દન સામાન્ય વાત લાગતી હોય છે પણ તે અનેક ગંભીર બિમારીઓને જન્મ આપી શકે છે.

આરોગ્ય માટે નુકશાનકારક

આરોગ્ય માટે નુકશાનકારક

વિશેષજ્ઞોના કહેવા પ્રમાણે હ્યુમન હેર કૈરોટીન નામના એક પ્રોટીનથી બનેલા હોય છે. જે આરોગ્ય માટે નુકશાનકારક હોય છે. એટલે કે તે અનેક રોગોને જન્મ આપે છે. તેમાં થોટ ઈન્ફેક્શન, ફંગલ ઈન્ફેક્શન, ટાઈફોઈડ, કૉલેરા અને જોઈન્ડીશ જેવી બિમારીઓ શામેલ છે. એટલું જ નહિં હ્યુમન હેરમાં રહેલ સ્ટાફ ઓરિસ નામક બેક્ટેરિયા ખાવામાં ભળી જાય તો તે આખા શરીરને ખૂબ નુકશાન કરે છે સાથે જ તેનાથી જીવ જોખમમાં આવી શકે છે. વિશેષજ્ઞો દ્વારા કરાયેલ શોધથી એ પણ સાબિત થયુ છે કે હ્યુમન હેયરમાં રહેલા સ્ટાફ ઓરિસ નામક બેક્ટેરિયા હ્યુમન શરીર માટે જાનલેવા હોઈ શકે છે.

હ્યુમન હેરથી થઈ શકે છે ઈન્ટરનલ સિસ્ટમને નુકશાન

હ્યુમન હેરથી થઈ શકે છે ઈન્ટરનલ સિસ્ટમને નુકશાન

ફૂડ એન્ડ હેલ્થ એક્સપર્ટ અનુસાર હ્યુમન હેરને ખાદ્ય પદાર્થો સાથે પકાવવાથી અનેક માઈક્રોઓર્ગેનિઝમ પેદા થાય છે. નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ સાઈન્સ એન્ડ ટેક્નોલોજી(NIST)દ્વારા કરાયેલ એક રિસર્ચમાં જાણવા મળ્યુ છે કે માણસના વાળમાં અનેક ટોક્સિક કેમિકલ હોય છે. જે માણસની ઈન્ટરનલ સિસ્ટમને નુકશાન પહોંચાડવા માટે પૂરતાં છે. આ જ કારણે ધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ ફૂડ હાઈઝીનને લઈ ગાઈડલાઈન જારી કરી છે.

FSSAIની ગાઈડ લાઈન

FSSAIની ગાઈડ લાઈન

FSSAI દ્વારા હોટલો માટે જારી કરેલા ગાઈડ લાઈનમાં કહેવાયુ છે કે હોટલના જમવામાં વાળ પડે નહિં તે માટે કુકે કેપ, ગ્લવ્સ અને નેટ પહેરવી જરૂરી છે. જો કે ભારતમાં તો સ્કેલ કૈપ્સ અને ગ્લવ્સનો જ ટ્રેન્ડ છે, જ્યારે અન્ય દેશોમાં દાઢી અને મુછો પર પણ નેટ પહેરવી જરૂરી છે. જેથી ખાવામાં મુછ કે દાઢીના વાળ મળે નહિં. ભારતમાં હજુ મુછો અને દાઢી માટે નેટ પહેરવા પર નિર્દેશ જારી કરાયું નથી.

હાલ યુવાઓમાં મોબાઈલ એપ ઝોમેટો તેમજ સ્વીગીથી લંચ, ડિનર અને બ્રેકફાસ્ટ મંગાવવાનું ચલણ ઝડપથી વધી ગયુ છે. આ ચલણ શહેરમાં જ નહિં પણ સેમી અર્બન વિસ્તારોમાં પણ ઝડપથી વધી રહ્યુ છે. જેથી FSSAIની ફૂડ સેફ્ટીને ધ્યાનમાં રાખતા આ નવી ગાઈડ લાઈન પર તરત વિચારવું જોઈએ.

રીહાઈડ્રેશન

રીહાઈડ્રેશન

હ્યુમન હેર એ માત્ર તન નહિં પણ મન માટે પણ ખૂબ જ હાનિકારક છે. જમવામાં વાળ આવી જાય તો આપણું મન ખરાબ થઈ જાય છે જ્યારે કેટલાક લોકોને તો વોમિટ પણ થઈ જાય છે. જેને ચિકિત્સાની ભાષામાં રીહાઈડ્રેશન કહે છે.

ગંભીર બિમારીઓ થઈ શકે છે

ગંભીર બિમારીઓ થઈ શકે છે

જમવામાં વાળ આવી જાય તો તે શરીરમાં પહોંચી આંતરિક નુકશાન પહોંચાડે છે. આ વાળ ભોજન સાથે શરીરમાં પહોંચી સુક્ષ્મજીવોને જન્મ આપે છે, જે બાદમાં ગંભીર બિમારીઓને જન્મ આપે છે. કારણ કે હ્યુમન હેર પર ઉપયોગમાં લેવાતા તેલ, પરસેવો, શેમ્પૂ અને વાળના રંગ, ડાઈના અવશેષ ખાદ્ય પદાર્થોમાં પહોંચતા જ રોગજનક સુક્ષ્મજીવનો જન્મ આપે છે.

ઝેરીલા કેમિકલ જમવા સાથે ભળી જાય

ઝેરીલા કેમિકલ જમવા સાથે ભળી જાય

નેશનલ ઈન્સ્ટીસ્ટુ઼ટ ઓફ સાયન્સ, ટેક્નોલોજી એન્ડ ડેવલપમેન્ટ સ્ટડીઝ, નવી દિલ્હી દ્વારા પ્રકાશિત એક રિપોર્ટ કહે છે કે હ્યુમન હેરના અવશેષમાં અસંખ્ય ઝેરીલા રસાયણ હોય છે. જે ખાદ્ય પદાર્થો સાથે ભળી ખોરાકને ખાવાલાયક રહેવા દેતા નથી. કારણ કે હ્યુમન હેરમાં ઉપલબ્ધ ઝેરીલા કેમિકલ જમવા સાથે ભળી જાય છે, જે તમને બિમાર કરી શકે છે.

દાદ અને ફંગલ સંક્રમણનો ખતરો

દાદ અને ફંગલ સંક્રમણનો ખતરો

હ્યુમન હેર દ્વારા લોકોમાં દાદ અને ફંગલ સંક્રમણનો ખતરો પેદા થાય છે. જેમાંથી બચવું ધણું મુશ્કેલ હોય છે. હ્યુમન હેરમાં રહેલ ખતરનાક સ્ટાફ ઓરિસ બેક્ટેરિયા સંક્રમણ ફેલાવે છે. જે ત્વચા અને વાળ સાથે જાનવરોના નાક અને ગળામાં મળી આવે છે.

આ પણ વાંચો: આ કારણે થાળીમાં ક્યારેય એકસાથે નથી પીરસવામાં આવતી ત્રણ રોટલી

English summary
Eating Human hair not good for health and can be fatal for health
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X