For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Eid-Ul-Fitr 2023: કેરળમાં કેમ એક દિવસ પહેલા મનાવવામાં આવે છે ઈદ?

|
Google Oneindia Gujarati News

Eid-Ul-Fitr 2023: મુસ્લિમોનો પવિત્ર મહિનો રમઝાન આજે પૂરો થવાનો છે. રોજાદાર અને ઇસ્લામ ધર્મમાં માનતા લોકો રમઝાન માસમાં દરરોજ ભૂખ્યા-તરસ્યા રહીને અલ્લાહની ઇબાદતમાં સમય પસાર કરે છે. રમઝાનના 30માં રોજા પછી ચાંદ દેખાતાની સાથે જ ઈદનો તહેવાર ઉજવવામાં આવે છે.

ચાંદ દેખાવાના બીજા દિવસે ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવે છે. જો કે સમગ્ર વિશ્વમાં અલગ-અલગ દિવસે ઈદની ઉજવણી કરવામાં આવે છે પરંતુ કેરળના મુસ્લિમો તમામ ભારતીયો સાથે ઈદની ઉજવણી કરતા નથી. કેરળ અને ઉડુપીના લોકો ભારતમાં રહેતા હોવા છતાં એક દિવસ પહેલા ઈદની ઉજવણી કરે છે. આવો જાણીએ તેના કારણો.

eid

રમઝાનના 30માં દિવસ પછી ઈદનો ચાંદ દેખાય છે. ભારતમાં, આરબ દેશો પછી એક કે બે દિવસ પછી ઈદ ઉજવવામાં આવે છે. આરબ દેશોની ભૌગોલિક સ્થિતિને કારણે આવુ થાય છે. ત્યાં શવ્વાલ મહિનાનો ચંદ્ર સૌથી પહેલા દેખાય છે. તેથી જ ભારતમાં એક-બે દિવસ પછી ઈદની ઉજવણી કરવામાં આવે છે.

Eid 2023: સાઉદી અરબમાં આજે મનાવાઈ રહી છે રમઝાન ઈદ, ભારતમાં કાલે થશે ઉજવણીEid 2023: સાઉદી અરબમાં આજે મનાવાઈ રહી છે રમઝાન ઈદ, ભારતમાં કાલે થશે ઉજવણી

ભારતનો એક ભાગ હોવા છતાં, કેરળ આરબ દેશમાં ચાંદ દેખાતાની સાથે જ ઈદની ઉજવણી કરે છે. ભારતના અન્ય ભાગોમાં, જ્યારે ચંદ્ર દેખાય ત્યારે જ ઈદની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ કેરળમાં, સાઉદી અરેબિયામાં ચંદ્ર દેખાય તે દિવસે ઈદની ઉજવણી કરવામાં આવે છે. તેનો સીધો અર્થ એ છે કે કેરળના મુસ્લિમો સાઉદી અરેબિયાને અનુસરે છે.

કેટલાક લોકો દાવો કરે છે કે રમઝાન અને ઈદની તારીખ સાઉદી અરેબિયા અનુસાર નક્કી કરવામાં આવે છે અને સાઉદી અરેબિયાના કેલેન્ડરને અનુસરવામાં આવે છે. જો કે, કેરળવાસીઓ સાઉદી અરેબિયાને અનુસરવાની વાતને નકારે છે.

CSK vs SRH: ચેન્નઈના ધૂરંધરો જીતશે કે હૈદરાબાદના બોલરો? જાણો એમએ ચિદમ્બરમ સ્ટેડિયમનો પિચ રિપોર્ટ અને વેધરCSK vs SRH: ચેન્નઈના ધૂરંધરો જીતશે કે હૈદરાબાદના બોલરો? જાણો એમએ ચિદમ્બરમ સ્ટેડિયમનો પિચ રિપોર્ટ અને વેધર

તેઓ દલીલ કરે છે કે કેરળ પશ્ચિમ કિનારે આવેલું હોવાથી જ્યાં ચંદ્ર કેલેન્ડરની 29મી તારીખે જ દેખાઈ જાય છે. કેટલીકવાર આ તારીખ સાઉદી અરેબિયાની ઈદની તારીખ સાથે મેળ ખાય છે, તેથી તેનો અર્થ એ નથી કે અમે સાઉદી અરેબિયાને અનુસરીએ છીએ.

ઈદ-ઉલ-ફિત્ર હિજરી કેલેન્ડર (હિજરી સંવત)ના 10માં મહિનાના પ્રથમ દિવસે ઉજવવામાં આવે છે, એટલે કે ઈદ શવ્વાલ ઉલ-મુકરમની પ્રથમ તારીખે ઉજવવામાં આવે છે. હિજરી કેલેન્ડર એ હિજરી સંવતનો એક ભાગ છે, જેમાં નવા ચંદ્રને જોયા પછી શવ્વાલ શરૂ થાય છે. જ્યાં સુધી ચંદ્ર ન દેખાય ત્યાં સુધી રમઝાનનો પવિત્ર મહિનો પૂરો થયો હોવાનુ માનવામાં આવતુ નથી.

Salary Hike: દિલ્લી સરકારનો મોટો નિર્ણય, કર્મચારીઓની સેલેરી વધારવાનુ એલાનSalary Hike: દિલ્લી સરકારનો મોટો નિર્ણય, કર્મચારીઓની સેલેરી વધારવાનુ એલાન

રમઝાન પછી જે મહિનો આવે છે તેને શવ્વાલ કહેવામાં આવે છે, રમઝાનના છેલ્લા દિવસે ચંદ્ર દેખાયા પછી બીજા દિવસે ઈદ મનાવવામાં આવે છે અને નવો શવ્વાલ મહિનો શરૂ થાય છે. તેથી જ ભારત સહિત સમગ્ર વિશ્વમાં ચાંદના દીદાર બાદ જ ઈદની ઉજવણી કરવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે આ દિવસે હઝરત મુહમ્મદ મક્કા શહેર છોડીને મદીના ગયા હતા.

English summary
Eid-Ul-Fitr 2023: Kerala celebrate Eid a day before of Indians, Know the reasons here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X