ભારતના આ રાજ્યમાં વૃક્ષોને પણ મળે છે પેન્શન, જાણો આ રાજ્ય વિશે
તમે દુનિયાના વિવિધ દેશોની અલગ-અલગ પેન્શન સિસ્ટમ વિશે તો સાંભળ્યુ હશે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં એક રાજ્ય માણસો સિવાય વૃક્ષોને પણ પેન્શન આપે છે.
ભારતના આ રાજ્યમાં વૃક્ષોને પેન્શન કેમ આપવામાં આવે છે અને આ ક્યું રાજ્ય છે તે તમામ બાબતો આજે અમે તમને અહીં જણાવવા જઈ રહ્યા છીએ.

હરિયાણા એક એવું રાજ્ય છે જે વૃક્ષોને પેન્શન આપે છે. જો કે આ વૃક્ષો સામાન્ય વૃક્ષો નહીં પરંતુ ખૂબ જૂના વૃક્ષો છે. જૂના વૃક્ષો જેની ઉંમર 75 વર્ષથી વધુ છે. હરિયાણા સરકાર પ્રણવાયુ દેવતા યોજના હેઠળ આ વૃક્ષોને વાર્ષિક પેન્શન આપે છે.
આ યોજનાની જાહેરાત હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટરે 5 જૂન 2021ના રોજ કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, રાજ્યના વૃદ્ધ વૃક્ષોને વાર્ષિક 2500 રૂપિયા પેન્શન આપવામાં આવશે.
સૌથી મહત્વની વાત એ છે કે બાદમાં આ રકમ વધારીને 2750 રૂપિયા કરી દેવામાં આવી હતી. આ યોજના હેઠળ લાભ મેળવવા માટે તમે ઓનલાઈન નોંધણી પણ કરાવી શકો છો. આ સાથે તમે ઑફલાઇન માધ્યમ દ્વારા પણ આ યોજનાનો લાભ મેળવી શકો છો.
આ યોજનાનો લાભ લેવ માટે જો તમે હરિયાણામાં રહો છો અને તમારી પાસે એવા વૃક્ષો છે જેની ઉંમર 75 વર્ષથી વધુ છે તો તમે તમારા વૃક્ષોની નોંધણી કરાવી શકો છો. જો તમારા વૃક્ષો પીપળના હોય તો સરકાર તેમને વધુ પ્રાધાન્ય આપે છે. પીપળનું વૃક્ષ હંમેશા ઓક્સિજન છોડે છે, તેથી હિન્દુ ધર્મમાં માનનારા લોકો તેની પૂજા કરે છે.












Click it and Unblock the Notifications
