દર વર્ષે અધધ આટલા લોકો સાપ કરડવાથી મોતને ભેટે છે, જાણો તમામ આંકડા
ભારત જેવા ખેતી પ્રધાન દેશોમાં મોટા ભાગના લોકો ખેતી જેવા કામોમાં જોડાયેલા રહે છે. આ જ કારણ છે કે આવા દેશોમાં ઘણા લોકો સાપ કરડવાથી મોતને ભેટે છે. હાલમાં જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને સાપથી થતા મોતના આંંકડા જાહેર કર્યા છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને જારી કરેલા રિપોર્ટમાં ચૌકાવનારા આંકડા સામે આવ્યા છે. આ રિપોર્ટમાં સાપ કરડવાની સમસ્યા કેટલી ગંભીર છે તેનો ચિતાર મળે છે.

આ રિપોર્ટ અનુસાર, વિશ્વભરમાં દર વર્ષે લગભગ 54 લાખ લોકોને વિવિધ પ્રકારના સાપ કરડે છે. આમાંથી લગભગ 18 થી 27 લાખ લોકોને ઝેરી સાપ કરડે છે. આંકડા અનુસાર, વિશ્વમાં દરવર્ષે 81410 થી 137880 લોકોના મોત થાયા છે.
બીજી તરફ જો આપણે ભારતની વાત કરીએ તો, વર્ષ 2009-2019 સુધીમાં લગભગ 1.2 મિલિયન એટલે કે 12 લાખ લોકો સાપ કરડવાથી મૃત્યુ પામ્યા છે. બીજી તરફ આ આંકડા સરકારી છે એટલે આ સંખ્યા લગભગ 30 ગણી ઓછી દર્શાવવામાં આવી હોવાનો અંદાજ છે.
આ સિવાય માત્ર 2005માં જ ભારતમાં 45900 લોકોના મોત થયા હતા. જણાવી દઈએ કે, ભારતમાં ઘણા વિસ્તારોમાં ચોમાસામાં સાપ કરડવાના કેસ વધી જાય છે. આ સિવાય યોગ્ય અને સમયસર સારવાર ન મળવાને કારણે પણ ઘણા લોકો પોતાના જીવ ગુમાવે છે.












Click it and Unblock the Notifications
