પરિવારની દિકરીઓને હવસનો શિકાર બનાવવા ખુદ પિતા આપે છે રૂપિયા, વિધવાઓ સાથે પણ થાય છે અમાનવિય વર્તન
વિશ્વના ઘણા દેશોમાં આજે પણ મહિલાઓ વિરૂદ્ધ અમાનવિય કૃત્યો થઈ રહ્યા છે. પંરપરાઓના નામે મહિલાઓનું શારીરિક અને માનસિક શોષણ થતુ રહે છે. આજે પણ પરંપરાઓના નામે એક આફ્રિકન દેશમાં મહિલાઓને હસવનો શિકાર બનવુ પડી રહ્યું છે.
માલવી નામના આ આફ્રિકન દેશમાં આજે પણ મહિલાઓ સાથે પશુઓ જેવો વ્યવહાર થાય છે. આ દેશમાં માતા-પિતા આ લોકોને મહિલાઓ અને છોકરીઓ સાથે શારીરિક સંબંધ બાંધવા માટે પૈસા આપે છે. જો કોઈ મહિલા નવી વિધવા બની હોય તો આ લોકો તેની સાથે પણ ઘૃણાસ્પદ કામો કરે છે. આ માટે પણ લોકોને પૈસા આપવામાં આવે છે.

આ પ્રથા પાછળ એક અંધશ્રદ્ધા છે અને તેમાં સતત મહિલાઓના આત્મસન્માનને ઠેસ પહોંચાડાય છે. આ પંરપરાના નામે મહિલાઓને શારીરિક સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે. આ દેશમાં તેને શારીરિક સ્વચ્છતાની પ્રથા કહેવાય છે.
પરંપરા અનુસાર, જ્યારે કોઈ છોકરી તરુણાવસ્થામાં પહોંચે છે અને તેને પ્રથમ વખત પીરિયડ્સની પીડામાંથી પસાર થવું પડે ત્યારે તેણે હાયનાસ સાથે શારીરિક સંબંધ બાંધવા પડે છે. આ પછી જ તેને સ્ત્રી અને પવિત્ર માનવામાં આવે છે. આ ઘૃણાસ્પદ પ્રથામાં 11-12 વર્ષની છોકરીઓ પર બળાત્કાર થાય છે. આ લોકો આ પ્રથામાં કોન્ડોમના ઉપયોગને પણ ખોટું માને છે.
આ સિવાય જ્યારે કોઈ સ્ત્રી વિધવા બને ત્યારે તેનો પરિવાર આ હાયનાઝને પૈસા આપે છે. આ પછી તે વિધવા મહિલાઓ સાથે બળજબરીથી સંબંધ બાંધે છે. મહિલાઓ પણ આ અંધશ્રદ્ધાનો વિરોધ કરતી નથી, કારણ કે તેમને બાળપણથી જ આ વિશે કહેવામાં આવે છે.
જો કે હદેશમાં આ પ્રથા પર પ્રતિબંધ છે અને બાળ લગ્ન પર પણ પ્રતિબંધ છે. પરંતુ ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં લોકો આ અંધશ્રદ્ધાને અનુસરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
