• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ પાંચ કારણોને લીધે રાહુલ ગાંધી છે મોદી કરતાં શ્રેષ્ઠ

By Kumar Dushyant
|

નવી દિલ્હી, 2 નવેમ્બર: વર્ષ 2014માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઇને ભારતના રાજકીય જગતમાં આજકાલ બે વ્યક્તિઓ ખૂબ ચર્ચામાં છે. જેમાં પહેલાં સ્થાન પર છે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી તો બીજા સ્થાન પર છે કોંગ્રેસ યુવરાજ રાહુલ ગાંધી. નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પરિદ્રશ્યમાં પ્રવેશ કર્યો તે પહેલાં રાહુલ ગાંધી જ વધુ ચર્ચિત હતા, તે કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન પદના અઘોષિત ઉમેદવાર છે.

થોડા દિવસો પહેલાં રૂસની યાત્રાએથી ભારત પરત ફરીથી વખતે વડાપ્રધાન મનમોહન સિંહે પણ કહ્યું હતું કે તે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કામ કરવાથી ખુશી અનુભવશે. જ્યારે તેમના પ્રતિદ્રંદ્રી નરેન્દ્ર મોદી દેશભરમાં આયોજીત રેલીઓમાં ભારતની જનતાનું પુરજોશમાં સમર્થન મળી રહ્યું છે. તાજેતરમાં જ સીએસડીએસ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે ભારતના 29 ટકા લોકો રાહુલ ગાંધીને વડાપ્રધાન તરીકે જોવા મળે છે.

નરેન્દ્ર મોદીની આગળ જો રાહુલના રાજકીય અનુભવની વાત કરીએ તો એકદમ ઓછો છે. નરેન્દ્ર મોદીએ આરએસએસના એક કાર્યકર્તાથી વડાપ્રધાન પદના ઉમેદવાર સુધીની સફર પાર પાડી છે, જ્યારે રાહુલ ગાંધીને રાજકીય વિરાસતમાં મળી છે. જો કે ભલે જ નરેન્દ્ર મોદીની સામે રાહુલ ગાંધીને ઓછા લોકો વડાપ્રધાનના પદ માટે યોગ્ય માને છે પરંતુ તેમછતાં રાહુલ પાસે એવી કેટલીક ખાસિયતો છે જે નરેન્દ્ર મોદીમાં નથી.

કોઇ વિવાદમાં નામ નહી

કોઇ વિવાદમાં નામ નહી

એક તરફ જ્યાં નરેન્દ્ર મોદીનું રાજકીય કદ જેટલું વધી રહ્યું છે 'ગુજરાત રમખાણ'નું ભૂત તેમનો પીછો છોડી રહ્યું નથી. તેમને સાંપ્રદાયિક પણ ગણાવવામાં આવે છે, તો બીજી તરફ રાહુલ ગાંધીની સાથે એવો કોઇ પણ વિવાદ નથી, તેમની છબિ સ્પષ્ટ છે.

યુપીએને કરશે લીડ

યુપીએને કરશે લીડ

રાહુલ દેશના સૌથી મોટા પ્રતિષ્ઠિત ગાંધી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. એવામાં યુપીએના નેતૃત્વમાં સરકાર બનાતાં પ્રમુખ પદ માટે તેમને જ પસંદ કરવામાં આવશે, જ્યારે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં આવતાં જ કેટલાક ઘટક દળ ભાજપનો સાથ છોડી દિધો.

કેટલાક ઘટક દળ છે

કેટલાક ઘટક દળ છે

રાહુલ ગાંધી કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે. દેશની સૌથી જુની પાર્ટી હોવાના કારણે કોંગ્રેસને સમર્થન આપવા માટે કેટલાક દળો તૈયાર છે, જ્યારે ભાજપના સહાયક દળોની સંખ્યા ઓછી થઇ રહી છે. ભાજપને હાલ શિવસેના, અકાળી દળ અને તમિલાનાડુથી જયલલિતાની પાર્ટી એફઆઇડીએમકેથી સમર્થન મળી રહી છે. એવામાં એનડીએનું સત્તા સંભાળવાનું સપનું હજુ સુધી મુશ્કેલ જોવા મળે છે.

ગાંધી બ્રાંડ પ્રખ્યાત

ગાંધી બ્રાંડ પ્રખ્યાત

કોંગ્રેસની પકડ ભારતના ગામડે-ગામડે છે અને ગત દસ વર્ષોમાં પાર્ટીના લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બની રહ્યું છે. આ ઉપરાંત ગાંધી પરિવારના નામથી દેશનો દરેક મતદાર પરિચિત છે, જ્યારે નરેન્દ્ર મોદીના નામની ચર્ચા સુદુર ગ્રામીણ વિસ્તારમાં ઓછી છે.

સાંત્વનનો લાભ

સાંત્વનનો લાભ

રાહુલ ગાંધીએ એક રેલી દરમિયાન ઉલ્લેખ કર્યો છે દેશના માટે કામ કરનાર કીંમત તેમની પાર્ટીને ચૂકવવી પડશે. પહેલાં તેમની દાદીને મારી નાખવામાં આવ્યા, પછી તેમના પિતાને મારી નાખવામાં આવ્યા. જેના લીધે તેમને લોકો દ્વારા સાંત્વન મળી શકે છે. 1984ની લોકસભા ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીના મોતથી આધાત પામેલી જનતાને કોંગ્રેસને 415 સીટોથી જીત અપાવી હતી.

English summary
See here five speciality of Rahul Gandhi. He is undeclared prime ministerial candidate of Congress and looking ready to take this responsibility.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more