દુનિયાના આ દેશોમાં સૌથી વધુ દારૂ પીવે છે છોકરીઓ, જુઓ લિસ્ટ
દુનિયાભરમાં હવે કલ્ચરમાં મોટા ફેરફારો સાથે યુવતીઓ દિલ ખોલીને દારૂ પીતી જોવા મળે છે. આ જ કારણ છે કે દેશોમાં દારૂ પીનારી યુવતીઓની સંખ્યા સતત વધી રહી છે.
સમગ્ર વિશ્વમાં દારૂ પીનારા લોકોની સંખ્યા વધી રહી છે. દારૂ પીવાના મામલે પુરુષો ઉપરાંત મહિલાઓ પણ પાછળ નથી. આજે અમે તમને એવા દેશો વિશે જણાવીશું જ્યાં મોટાભાગની મહિલાઓ દારૂ પીવે છે.

અહેવાલો અનુસાર, બ્રિટિશ મહિલાઓ દારૂ પીવાના મામલે વિશ્વમાં પ્રથમ સ્થાને છે. બ્રિટનમાં મહિલાઓ સૌથી વધુ દારૂ પીવે છે. આ આંકડો દુનિયામાં સૌથી વધુ છે.
ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટના એક સર્વેમાં જાણવા મળ્યું છે કે યુકેમાં 45 ટકા મહિલાઓ દારૂ પીવે છે.
આ યાદીમાં ઓસ્ટ્રેલિયાનું નામ બીજા નંબરે આવે છે. અહીં પણ લગભગ 26 ટકા મહિલાઓ દરરોજ દારૂનું સેવન કરે છે. જર્મનીના મહિલાઓ પણ દારૂ પીવામાં પાછળ નથી. અહીં 45-60 વર્ષની 17 ટકા મહિલાઓ દરરોજ દારૂ પીવે છે.
ફ્રાન્સમાં પણ મોટા પ્રમાણમાં દારૂ પીવામાં આવે છે. ઓફિસની પાર્ટી હોય કે બર્થડે પાર્ટી, અહીં મહિલાઓ દારૂનું સેવન કરે છે.
જણાવી દઈએ કે, દુનિયામાં હવે મહિલાઓમાં દારૂ પીવાનું પ્રમાણ વધી રહ્યું છે. ભારતમાં પણ હવે ઝડપથી દારૂ પીનારી મહિલાઓનું પ્રમાણ વધી રહ્યું છે.












Click it and Unblock the Notifications
