પોતાનાથી નાની ઉંમરના પુરૂષ સાથે લગ્ન કરનારી યુવતીઓ સાવધાન, રિસર્ચમાં ચૌકાવનારો ખુલાસો
બદલાતા સમય સાથે હવે લગ્નની ઉંમરમાં પણ ઘણા ફેરફાર થઈ રહ્યાં છે. હવે યુવક-યુવતીઓ કોઈપણ પોતાનાની નાના કે ઉંમરમાં ઘણા મોટા પાર્ટનર સાથે લગ્ન કરી રહ્યાં છે.
સામાન્ય રીતે એવી ધારણા છે કે લગ્ન કરનારા કપલમાં પુરૂષ કરતા મહિલાની ઉંમર નાની હોય. હવે એક રિસર્ચમાં આ ધારણા પાછળના ઘણા ચૌકાવનારા ખુલાસા થયા છે.

તમને જાણીને નવાઈ લાગશે કે વૈજ્ઞાનિકો કહી રહ્યા છે કે જે મહિલાઓ નાની ઉંમરના છોકરાઓ અથવા તેનાથી મોટી ઉંમરના છોકરાઓ સાથે લગ્ન કરે છે તેમાં મૃત્યુ દર સામાન્ય મહિલાઓ કરતા વધારે હોય છે.
ધ ગાર્ડિયનમાં પ્રકાશિત મેક્સ પ્લાન્ક ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેમોગ્રાફિક રિસર્ચના એક અહેવાલમાં કહેવાયુ છે કે જે મહિલાઓ તેના કરતાં નાની ઉંમરના છોકરાઓ સાથે લગ્ન કરે છે અથવા તેના કરતાં ઘણી મોટી ઉંમરના છોકરાઓ સાથે લગ્ન કરે છે તેનો મૃત્યુદર સામાન્ય સ્ત્રીઓ કરતાં વધુ હોય છે.
ડેમોગ્રાફી નામના જર્નલમાં પ્રસિદ્ધ થયેલા આ અહેવાલ અનુસાર, જે પુરુષ તેની પત્ની કરતાં સાતથી નવ વર્ષ મોટો હોય તેની પત્નીની ઉંમર સમાન હોય તેવા પુરુષ કરતાં મૃત્યુદર 11 ટકા ઓછો હોય છે. જે સ્ત્રી તેના પતિ કરતા સાતથી નવ વર્ષ મોટી છે તેનો મૃત્યુદર સમાન વયના પુરુષ કરતાં 20 ટકા વધુ છે.
જર્મન ન્યૂઝ વેબસાઈટ ડીડબ્લ્યુ પર પ્રકાશિત થયેલા એક રિસર્ચ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સામાન્ય જીવનમાં મહિલાઓ પુરૂષો કરતા લાંબુ જીવે છે. આ જ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે 2022માં જર્મનીમાં પુરુષોની સરેરાશ ઉંમર 78 વર્ષ હતી, જ્યારે મહિલાઓની સરેરાશ ઉંમર 82.8 વર્ષ હતી.
અમેરિકામાં મહિલાઓની સરેરાશ ઉંમર 79 વર્ષ હતી જ્યારે પુરુષોની સરેરાશ ઉંમર 73 વર્ષ હતી. વર્ષ 2023માં જામા જર્નલ ઑફ ઇન્ટરનલ મેડિસિનમાં આ અંગેનો અહેવાલ પ્રકાશિત થયો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કોરોના મહામારીએ અમેરિકાના પુરુષોને પ્રભાવિત કર્યા અને તેમની સરેરાશ આયુષ્ય પહેલાની સરખામણીમાં ઘટાડી દીધી.












Click it and Unblock the Notifications
