જીવનમાં ખુશીઓ આવવાની હોય ત્યારે મળવા લાગશે આવા સંકેત

આજે અમે તમને અમુક એવી ઘટનાઓ વિશે જણાવીશુ જેનાથી તમે એ જાણી શકશો કે તમારી સાથે કંઈક સારુ થવાનુ છે કે ખરાબ.

નવી દિલ્લીઃ જીવનમાં ઉતાર-ચડાવ આવ્યા કરે છે એટલે કે ક્યારેક સારા તો ક્યારેક ખરાબ. આપણે રોજ કોઈને કોઈ પડકારોનો સામનો કરતા રહીએ છીએ પરંતુ આપણને ક્યાંકને ક્યાંક એક આશા રહે છે કે આજે નહિતો કાલે સારુ થશે. દોસ્તો, શું તમે જાણો છો કે જ્યોતિષશાસ્ત્ર મુજબ જો તમારી સાથે કંઈ શુભ કે અશુભ થવાનુ હોય તો પહેલેથી જ અમુક એવુ ઘટનાઓ ઘટવા લાગે છે જે જણાવે છે કે તમારી સાથે શું થવાનુ છે. આજે અમે તમને અમુક એવી ઘટનાઓ વિશે જણાવીશુ જેનાથી તમે એ જાણી શકશો કે તમારી સાથે કંઈક સારુ થવાનુ છે કે ખરાબ.

રસ્તામાં નવવધુ દેખાવી

રસ્તામાં નવવધુ દેખાવી

જો તમે કોઈ જરુરી કામથી બહાર જઈ રહ્યા હોય અને રસ્તામાં તમને નવવધુ દેખાઈ જાય તો આ એક સારા સંકેત છે. તમે જે કામ માટે જઈ રહ્યા છો તેમાં તમને સફળતા જરુર મળશે.

સમુદ્ર કિનારે મોતી મળવા

સમુદ્ર કિનારે મોતી મળવા

જો તમને સમુદ્ર કિનારે મોતી મળી જાય તો તમને કોઈ મોટી મુસીબતમાંથી છૂટકારો મળી શકે છે એટલે કે તમારી કોઈ ચિંતા દૂર થઈ શકે છે.

ઘરમાં લાગેલો મની પ્લાન્ટ સૂકાઈ જવો

ઘરમાં લાગેલો મની પ્લાન્ટ સૂકાઈ જવો

કહેવાય છે કે મની પ્લાન્ટ લગાવવાથી પૈસાની કમી ક્યારેય નથી થતી. એ જેમ-જેમ વધે છે તેમ પૈસામાં પણ વધારો થાય છે પરંતુ આ છોડ સૂકાઈ જવો અશુભ માનવામાં આવે છે. જો મની પ્લાન્ટ સૂકાવા લાગે તો સમજી લો કે તમારા પર આર્થિક સંકટ આવી શકે છે.

સવાર-સવારમાં નાળિયેર મળવુ

સવાર-સવારમાં નાળિયેર મળવુ

નાળિયેરને તો લક્ષ્મીજીનુ સ્વરૂપ માનવામાં આવે છે. કોઈ પણ પૂજા-પાઠ, હવન વગેરે નાળિયેર વિના અધૂરી હોય છે. જો સવારના સમયમાં તમને નાળિયેર દેખાય તો એ ખૂબ જ શુભ હોય છે. આ ઉપરાંત જો તમને સવાર-સવારમાં નાળિયેરનો પ્રસાદ મળી જાય તો આનો અર્થ થાય છે કે તમને ધનની પ્રાપ્તિ થઈ શકે છે.

સપનામાં વારંવાર પાણી દેખાવુ

સપનામાં વારંવાર પાણી દેખાવુ

જો સપનામાં નદીનુ સાફ પાણી દેખાય તો એ શુભ સંકેત છે. આનો અર્થ છે કે તમારી કોઈ ઈચ્છા પૂરી થવાની છે. સાથે જ તમને ધન લાભ પણ થઈ શકે છે. વળી, સપનામાં સમુદ્રનુ પાણી જોવુ સારુ નથી હોતુ.

પાણીથી ભરેલુ વાસણ

પાણીથી ભરેલુ વાસણ

જ્યોતિષશાસ્ત્ર મુજબ જો તમે ક્યાંક જઈ રહ્યા હોય અને તમને ક્યાંકથી પાણી ભરેલુ વાસણ ખાસ કરીને લોટામાં પાણી દેખાઈ જાય તો જે કામથી જઈ રહ્યા છો તે કોઈ અડચણ વિના પૂરુ થઈ શકે છે.

ઘરની છત પર કાગડો

ઘરની છત પર કાગડો

આમ તો ઘરની છત પર કાગડાનુ બેસવુ સામાન્ય વાત હોય છે પરંતુ જો કાગડો દક્ષિણ દિશા તરફ બેસીને બોલતો હોય તો એ ખૂબ જ અશુભ હોય છે. આનો અર્થ કે તમારા પર કોઈ મુસીબત આવવાની છે. તમને કોઈ રોગ થઈ શકે છે, સાથે જ ધન હાનિના પણ સંકેત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X