ગૂગલ કિટકેટનું અપડેટેડ વર્ઝન 4.4.4 રજૂ કરશે

ગૂગલ ટૂંક સમયમાં એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમનું નવું અપડેટેડ વર્ઝન રજૂ કરવા જઇ રહ્યું છે. નવા અપડેટની આતુરતાથી રાહ જોનારા માટે આનંદના સમાચાર છે કે ગૂગલે બે સપ્તાહ પહેલા જ કિટકેટનું 4.4.3 વર્ઝન અપડેટ કર્યું હતું. આગામી થોડા જ સમયમાં તે નવું 4.4.4 વર્ઝન રજૂ કરશે.

આ નવું વર્ઝન ગૂગલ નેક્સેસ 4,5,7 ઉપરાંત નેક્સેસ 10માં પણ પ્રાપ્ત થશે. જોકે હાલ તેનું ઓટીએ અપડેટ રજૂ કરવામાં આવ્યું નથી. આ પહેલા ગૂગલે વર્ઝન 4.4.3 રજૂ કર્યું હતું તેમાં કેટલાક સિક્યોરિટી ફિચર્સ અપડેટ કરવામાં આવ્યા હતા.

android-kitkat

ગૂગલ એન્ડ્રોઇડ કિટકેટ 4.4.3 અપડેય સૌથી પહેલા નેક્સેસ 7 વાઇફાઇ મોડેલમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ કારણે આશા છે કે એન્ડ્રોઇડ કિટકેટનું નવું અપડેટેડ વર્ઝન પણ સૌથી પહેલા નેક્સેસ 7ને જ આપવામાં આવશે.

આ ઉપરાંત જો આપની પાસે મોટોરોલા જી અને મોટોરોલા ઇ હોય અને આપે કિટકેટ વર્ઝન 4.4.3 અપડેટ કર્યું નથી તો આપ સોફ્ટવેરમાં જઇને ફોન અપડેટ કરવો પડશે, કારણ કે નવા અપડેટ બાદ ફોન ડાયલર અને ગ્રાફિક્સમાં નવા ફેરફાર કરવામાં આવ્યા છે.

આપ આપના મોબાઇલ ફોનમાં કિટકેટ વર્ઝન 4.4.3 અપડેટ કરશો ત્યાર બાદ તેમાં અનેક બગ ફિક્સ થઇ જશે. સાથે મિસ્ડકોલ અને રિબૂટ સમયે થનારી મુશ્કેલીઓ પણ દૂર થઇ જશે. આ ઉપરાંત ફોન સિક્યુરિટી સાથે જોડાયેલી તકલીફ પણ દૂર થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X