• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તેરની તિકડમ : ગુજરાતે દેશને સોંપ્યો બીજો ‘સરદાર’

By કન્હૈયા કોષ્ટી
|

અમદાવાદ, 16 સપ્ટેમ્બર : 13નો આંક આવતા જ અટલ બિહારી બાજપાઈ અનાયાસે જ યાદ આવી જાય છે. પ્રથમ 13 દિવસની સરકાર, પછી 13 મહીનાની સરકાર. તેરની તિકડમ અંગે તરેહ-તરેહની અટકળો તે વખતે પણ કરવામાં આવી હતી, પણ 13 દિવસ તથા 13 માસ સરકાર ચલાવનાર બાજપાઈએ પછી પાંચ વર્ષ સરકાર ચલાવી અને ગત 13મી સપ્ટેમ્બર, 2013ના રોજ પુનઃ એક વાર તેરની તિકડમે અટકળો શરૂ થઈ કે જ્યારે ભારતીય જનતા પક્ષે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યાં.

તેરના આંકની શુભાશુભતા ઉપર ચર્ચા એક જુદો વિષય છે અને આ ચર્ચા અનેક નિર્ણયો તથા નિષ્કર્ષો ઉપર પહોંચનારી પણ છે અને તે નિર્ણયો તથા નિષ્કર્ષો શુભ તેમજ અશુભ બંને જ હતાં. તેથી તેરનો આંક નરેન્દ્ર મોદીને ફળશે કે કેમ, તે તો સમય જ બતાવશે, પણ આ 13મી તારીખ ભારતીય ઇતિહાસ, ભારતીય આઝાદી આંદોલન અને અમદાવાદ તથા ગુજરાત માટે ખૂબ જ મહત્વ ધરાવે છે.

સૌ જાણે છે કે નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના મુખ્યમંત્રી છે. તેમનું મૂળ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના નાનકડા પંથક વડનગરમાં છે, તો થડ ગાંધીનગર ને અમદાવાદમાં છે, તો ડાળખીઓ દ્વારકાથી લઈ ગોધરા સુધી અને અમ્બાજીથી લઈ સાપુતારા સુધી ફેલાયેલી છે. આમ નરેન્દ્ર મોદી રૂપી વૃક્ષ ગુજરાતમાં ફૂલ્યુ-ફાલ્યું છે. આ ગુજરાત જ છે કે જેણે મોદીને ત્રીજી વાર બહુમતી આપી અને તેથી જ મોદી આજે રાષ્ટ્ર સેવા માટે ઉપલબ્ધ બની શક્યાં છે.

હવે જ્યારે ભાજપે 13મી સપ્ટેમ્બર, 2013ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી (બીજા ક્યાંકના નહીં) નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા છે, ત્યારે તેનો સીધો મતલબ એ જ છે કે ગુજરાત પોતાના નરેન્દ્ર મોદીને રાષ્ટ્રની સેવાર્થે રાષ્ટ્રને સમર્પિત કરવા જઈ રહ્યું છે. 13મી સપ્ટેમ્બર, 2013ના રોજના ઘટનાક્રમના પગલે આજથી 85 વર્ષ અગાઉની વધુ એક 13મી તારીખ મનોમસ્તિષ્ક ઉપર ઉપસી આવે છે કે જ્યારે ગુજરાતને દેશને વલ્લભ તરીકે એક ‘સરદાર' સોંપ્યો હતો. તે દિવસે પણ તારીખ 13 જ હતી અને હવે જ્યારે મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરાયા છે, તો તે દિવસે પણ તારીખ 13 જ હતી. આમ ગુજરાતે આ વખતે નરેન્દ્ર મોદી તરીકે વધુ એક ‘સરદાર' દેશને સોંપ્યો છે. વલ્લભ તરીકે સોંપાયા બાદ જ વલ્લભાઈ પટેલ દેશના સરદાર બન્યાં અને ગૃહ મંત્રી તરીકે અખંડ ભારતના ઘડવૈયા બન્યાં.

આવો આપને તે 13મી તારીખની યાત્રા પણ કરાવી જ દઇએ :

સરદાર દેશને સમર્પિત

સરદાર દેશને સમર્પિત

13મી એપ્રિલનો દિવસ હતો તે. કદાચ આપણા ઇતિહાસમાં આ તારીખને કોઈ યાદગાર પ્રસંગ માટે યાદ નથી કરાતી હોય, પણ ગુજરાતની દૃષ્ટિએ આ તારીખ ઐતિહાસિક દિવસથી ઓછી નથી. આ એ જ તારીખ છે કે જ્યારે બાર દરવાજા ધરાવતા અમદાવાદ શહેરે દેશને ‘સરદાર' સોંપ્યો હતો. જોકે આ શહેરને પોતે પણ અહેસસ નહોતું કે તેનો પ્રથમ નાગરિક વલ્લભાઈ પટેલ અહીંથી નિકળી દેશનો ‘સરદાર' બની જશે. કહેવું પડશે કે જો પટેલ અમદાવાદમાંથી રુખસદ ન થયા હોતો, તો સરદાર ન બનત.

અને પટેલ સરદાર બની ગયાં

અને પટેલ સરદાર બની ગયાં

હા જી. આ વાત 13મી એપ્રિલ, 1928ની છે. આપણા ઇતિહાસમાં આ તારીખ અને દિવસને કોઈ મહત્વ નહીં અપાતું હોય, પણ અમદાવાદની દૃષ્ટિએ આ દિવસ કોઈ સામાન્ય દિવસ નહોતો. આ એ જ દિવસ હતો કે જ્યારે વલ્લલભભાઈ પટેલે અમદાવાદ નગર પાલિકાના પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યુહતું તથા બારડોલી માટે રવાના થયા હતાં. બારડોલી સત્યાગ્રહને પટેલે જે નેતૃત્વ પ્રદાન કર્યું, તેનાથી અંગ્રેજ સરકાર આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી. બારડોલીના કિસાનોએ પોતાના વિજયનો શ્રેય પોતાના ‘સરદાર'ને આપ્યો હતો અને અહીંથી જ વલ્લભભાઈ પટેલ ‘સરદાર પટેલ' તરીકે સ્થાપિત થયા હતાં.

ગર્વ છે ગુજરાતને

ગર્વ છે ગુજરાતને

આપણા ઇતિહાસકારોએ મોટાભાગની શોધ સરદાર પટેલ ઉપર કરી છે, પરંતુ એક સામાન્ય વ્યક્તિ એટલે કે વલ્લભભાઈ પટેલ તરીકે તેમના ફાળાનો બહુ ઉલ્લેખ નથી મળતો. કદાચ તેથી 13મી એપ્રિલને કોઈ એતિહાસિક દિવસ તરીકે યાદ નથી કરાતી, પણ વિચારવા જેવી બાબત એ છે કે જો પટેલે અમદાવાદ નગર પાલિકાના પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યુ હોત, તો તેઓ સરદાર પણ ન બની શક્યા હોત. બારડોલી સત્યાગ્રહને નેતૃત્વ આપવા માટે જ્યારે તેમની જરૂર ઊભી થઈ, ત્યારે પટેલે 13મી એપ્રિલ, 1928ના રોજ અમદાવાદ નગર પાલિકાનું પ્રમુખ પદ છોડ્યું. અમદાવાદ કે ગુજરાતને ભલે આજેય સરદાર પટેલની ઉણપ સાલતી હશે, પણ ગુજરાતને ગર્વ છે એ વાતનો કે તેણે દેશને પટેલ નહીં, પણ સરદાર સોંપ્યો હતો.

નરેન્દ્ર મોદી છોટે સરદાર

નરેન્દ્ર મોદી છોટે સરદાર

હવે ચર્ચા નરેન્દ્ર મોદીની કરીએ, તો તેઓ પણ ગુજરાતમાં છોટે સરદાર તરીકે વિખ્યાત છે. ગુજરાતના રાજકારણમાં સરદાર પટેલનું હમેશા દખલ રહ્યું છે અને મોદી માટે રાજકારણમાં જ નહીં, પણ વ્યક્તિગત રીતે પણ સરદાર પટેલ અને સ્વામી વિવેકાનંદ જેવા મહાપુરુષો ઉદ્દીપક રહ્યાં છે. સરદાર પટેલના નામે મોદી વારંવાર કોંગ્રેસ ઉપર નિશાન સાધતા રહે છે. પોતાની કડક કાર્યશૈલીના પગલે મોદીને સરદાર પટેલના પર્યાય તરીકે જોવામાં આવે છે અને તેથી જ તેમના ટેકેદારો તેમને છોટે સરદાર તરીકે પણ સંબોધે છે.

તો મોદી બનશે વડાપ્રધાન?

તો મોદી બનશે વડાપ્રધાન?

અમદાવાદ-ગુજરાતે 13મી તારીખના દિવસે વલ્લભભાઈ પટેલને રાષ્ટ્ર સેવાર્થે સમર્પિત કર્યા હતાં અને તે જ વલ્લભભાઈ પટેલ બારડોલી સત્યાગ્રહ બાદ વલ્લભમાંથી સરદાર બની ગયા હતાં. જો 13 તારીખના તે જ સંયોગને આજની પરિસ્થિતિ સાથે જોડવામાં આવે, તો સ્પષ્ટ થાય છે કે ગુજરાતે નરેન્દ્ર મોદીને રાષ્ટ્ર સેવાર્થે સમર્પિત કર્યાં છે. તો શું મોદી વડાપ્રધાન બની શકશે? હવે આ સવાલ સૌના દિલમાં છે, પણ તેનો જવાબ મે-2014 પહેલા કદાચ નહીં મળે.

English summary
Gujarat assingned second Sardar as Narendra Modi for nation. Bjp declared Narendra modi as PM Candidate on 13th September, 2013. About 85 years ago Gujarat was assingned A Sardar as Vallabhbhai Patel for nation and that was also the date of 13th.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more