પાંચ દિવસ રહેશે ‘ગુજરાત બંધ’, મોજમાં રહેશે ગુજ્જુઓ!
અમદાવાદ. ગુજરાતી વિક્રમ સંવત મુજબ સોમવારે છે કારતક સુદ એકમ વિક્રમ સંવત 2070. આ દિવસે ઉદિત થનાર સૂર્યનું પ્રથમ કિરણ ગુજરાત માટે સામાન્ય સવાર નહિં હોય. આ કિરણ નૂતન વર્ષનો સંદેશ લાવશે કે જેના રંગે સમગ્ર ગુજરાતી પ્રજા રંગાઈ જશે. ચારે બાજુ ઉમંગ, ઉલ્લાસ અને ઉત્સાહનો માહોલ હશે. નવા-ના વસ્ત્રો-કપડાઓ પહેરી લોકો દિવસનો શુભારંભ કરે છે અને સવારે પ્રથમ મળનાર દરેક વ્યક્તિને નૂતન વર્ષાભિનંદન કે સાલ મુબારક અથવા હૅપ્પી ન્યુ ઈયર કહેશે. આ ઉદ્ગાર હૃદયમાંથી નિકળશે. કોઈની દેખાદેખી નહિં હોય જેમ કે થોડાંક લોકો દર વર્ષ 31મી ડિસેમ્બરની રાત્રે અને 1લી જાન્યુઆરીના દિવસે દેખાડો કરે છે.
આ સાથે જ ગુજરાતની એક ખાસ વાત એ પણ છે કે વ્યાવસિયક ગણાતા ગુજરાતીઓ બેસતા વર્ષના દિવસથી પાંચ દિવસ માટે દિવાળી તહેવારોની ઉજવણીમાં પરોવાઈ જશે. બધા ધંધા-રોજગાર બંધ રહેશે. સરકારી સંસ્થાઓ ભલે નૂતન વર્ષ અને ભાઈ બીજની જ રજા પાળતી હોય, પણ આમ છતાં ગુજરાતના લોકો ઉપર તહેવારોની એવી તો હેલી ચડશે કે પાંચ દિવસ ગુજરાત બંધ જ દેખાશે. ઉપરાંત આ વખતે તો 7મી નવેમ્બરે પાંચમ એટલે કે લાભ પાંચમ છે, પરંતુ પંચાંગ મુજબ આ વખતની લાભ પાંચમે મુહૂર્ત શુભ નથી એટલે બધા મુહૂર્ત સાતમ સુધી એટલે કે 9મી નવેમ્બર સુધી ખસેડાઈ ગયાં છે અને 10મી નવેમ્બરે પાછો રવિવાર છે. આમ જોવા જઇએ તો પાંચ દિવસ પછી પણ ગુજરાત અંશતઃ જ ખુલશે અને ગુજરાતને રાબેતા મુજબ થવા માટે 11મી નવેમ્બર સુધીની રાહ જોવી જ રહી.
વિવિધ રાજ્યોની સંસ્કૃતિઓનો સમ્પુટ છે ભારતીય સંસ્કૃતિ અને તેના હેઠળ ઉજવાતા દરેક ઉત્સવનો પોતાનો એક મહિમા છે, એક નક્કી વિચારસરણી છે. સામાન્ય પ્રજાના હૃદયને ઉત્સાહ અને ઉમંગથી ભરી દેનાર આપણા ઉત્સવો કદાચ વિશ્વના અન્ય દેશોના ઉત્સવોની સરખામણીએ અનેક ગણાં વધુ સાર્થક છે. એવું જ ઉત્સવ છે નૂતન વર્ષનું. દેશના વિવિધ રાજ્યોમાં આ નૂતન વર્ષ જુદા-જુદા સમયે ઉજવાય છે કે જેની સાથે સ્થાનિક લોકોના ક્રિયાકલાપો તથા પ્રજાભાવના સંકળાયેલાં હોય છે. ગુજરાતમાં નૂતન વર્ષ દીવાળીના પછીના દિવસે ઉજવાય છે. તેની પાછળ પણ એક નિશ્ચિત કારણ, એક નિશ્ચિત ખ્યાલ તથા લાગણી છુપાયેલાં છે. ઉત્સવોથી ભરપૂર ભારતીય સંસ્કૃતિમાં ગુજરાતી સંસ્કૃતિની વિશિષ્ટ છાપ છે કે જે ખાસ કરી નવરાત્રિ તેમજ બેસતું વર્ષ એટલેકે નૂતન વર્ષે પોતાની અલગ જ છટા પાથરે છે.

આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે. 70 ટકા લોકો કૃષિ કાર્યો સાથે સંકળાયેલાં છે. એ જ કારણ છે કે આપણી સંસ્કૃતિમાં ઉજવવામાં આવતું દરેક ઉત્સવ કોઈને કોઈ અભિગમ વડે કૃષિ સાથે સંકળાયેલું હોય છે. જ્યાં સુધી ગુજરાતનો સવાલ છે, તો વર્ષા ઋતુ સમાપ્ત થઈ ચુકી હોય છે. ખેડૂતો વાવેલા પાક કાપે છે. કૃષિ ઉત્પાદનો વેચે છે. આ બધું કરતાં શરદ પૂર્ણિમા સુધીનો સમય લાગે છે. કૃષિ ઉત્પાદનોના વેચાણ બાદ ખેડૂતો પાસે પૈસા આવી જાય છે. આ સાથે જ ખેતીના કામોમાંથી તેઓને ફુરસદ મળી જાય છે. ઉપલબ્ધ નાણાંનો કેટલોક હિસ્સો તન-મનની સ્વસ્થતા ઉપર ખર્ચ કરવો છે, પરંતુ તેના માટે જરૂર હોય છે ઉત્સવની. આ જ કારણ છે કે હળ-વાવણી-કાપણી જેવા કાર્યોથી નિવૃત્ત થઈ લોકો દીવાળી અને બેસતું વર્ષ જેવા ઉત્સવો ઉજવે છે. આ ઉત્સવો સાચે જ દિલથી ઉજવાય છે. અંતરના ઉમંગથી ઉજવાય છે. જે રીતે ગ્રામ્ય સંસ્કૃતિ માટે દીવાળી તથા બેસતું વર્ષ તહેાર અનુકૂળ સમયે આવે છે, તેવી જ રીતે શહેરી સંસ્કૃતિ માટે પણ કારતક માસના પ્રથમ દિવસે ઉજવાતું બેસતું વર્ષ ખૂબ જ અનુકૂળ છે. આ સાથે જ શહેરોમાં વ્યાવસાયિક પ્રવૃત્તિઓ પાંચ દિવસ માટે બંધ થઈ જાય છે. દીવાળી-બેસતું વર્ષની ખરીદી માટે બજારો નવરાત્રિ પછી જ વ્યસ્ત થઈ જાય છે, પરંતુ બેસતાં વર્ષથી લઈ પાંચ દિવસ સુધી આ વ્યસ્ત બજારો સુનકાર ભાસે છે. ના તો કોઈ વેચનાર હોય છે, નહિં કોઈ ખરીદનાર. આ દરમિયાન લોકો બેસતું વર્ષ, ભાઈબીજના તહેવારોની પાંચ દિવસ સુધી મજા માણે છે. તે પણ દિલ થી. ઘરે-ઘરે ચવાણાં-મિઠાઈ-ફરસાણની થાળીઓ શણગાર સજે છે. મહેમાનોનો ઇંતેજાર રહે છે. લોકો એક-બીજાના ઘરે જઈ માત્ર બેસતા વર્ષની શુભેચ્છાઓની આપ-લે જ નથી કરતાં, પણ તરેહ-તરેહ પ્રકારની વાનગીઓની પણ મજા માણે છે. લાભ પાંચમના દિવસે શુભ મુહૂર્તે વ્યાપારિક પ્રવૃત્તિઓ પુનઃ શરૂ થાય છે.
દરમિયાન બદલાતાં પરિવેશમાં પણ આપણાં ઉત્સવોનો મહત્વ જળવાઈ રહેલો છે, પરંતુ પશ્ચિમી સંસ્કૃતિના ઓછાયો પણ ચોક્કસ જ આપણાં ઉત્સવો ઉપર પડ્યો છે. આ જ કારણ છે કે અંગ્રેજી કૅલેન્ડર પ્રમાણે ઉજવાતાં નવા વર્ષે પણ ચારેબાજુ જોરદાર હંગામા થાય છે. 31મી ડિસેમ્બરની રાત્રે ક્લબો-પાર્ટીઓમાં મહેફિલો સજે છે અને 1લી જાન્યુઆરીના રોજ લોકો મોટી શાનથી હૅપ્પી ન્યુ ઇયર હે છે, પરંતુ આ અંગ્રેજી હૅપ્પી ન્યુ ઇયરમાં મનની લાગણી નથી હોતી, બલ્કે દેખાડો સ્પષ્ટ ઝલકે છે. વસતીના પ્રમાણે જોઇએ, તો અંગ્રેજી નૂતન વર્ષ ઉજવનારાઓની ટકાવારી માંડ 20 થાય છે. જ્યારે દેશની 80 ટકા આબાદી ગાઢ નિદ્રામાં હોય, ત્યારે થોડાંક મુટ્ઠી ભર લોકો બાર વાગવાની રાહ જુએ છે અને બાર વાગતાં જ ધૂમ-ધડાકાભેજ નવા વર્ષનું સ્વાગત કરે છે. વિચારણીય બાબત એ છે કે આવું નૂતન વર્ષ શું કામનું કે જે માટે સામાન્ય પ્રજામાં કોઈ ઉત્સાહ ના હોય. જે થોડા ઘણાં લોકો તેને ઉજવે છે, તે પણ કદાચ દિલથી નહિં, પણ દેખાડામાં ઉજવતાં હશે.
-
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
