આ ગુજરાતી નેતાની દિકરીના ફોટા વાયરલ થઇ રહ્યા છે...

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાતની સપના વ્યાસ પટેલ પાછલા કેટલાક સમયથી સોશ્યલ મીડિયા ક્વીન બની ચૂકી છે. તેના ફોલોવરમાં મોટા ફિલ્મી સ્ટાર્સ પણ છે અને લાખોની સંખ્યામાં લોકો પણ છે. સપના વ્યવસાયે ફિટનેસ ટ્રેનર છે. અને તેની સોશ્યલ મીડિયાની તસવીરો લોકોનું ધ્યાન તેમની તરફ ખેંચી રહી છે. જો કે તેમણે કામ પર કંઇક તેવું કર્યું છે તેમણે પોતાનું વજન ઓછુ કરી અને એક હેલ્થી લાઇફ સ્ટાઇલ ફોલો કરીને સાબિત કરી બતાવ્યું છે કે મનમાં જો ઇચ્છા હોય તો અશક્ય કંઇ નથી. ત્યારે કોઇ છે સપના અને કેમ મોટી સંખ્યામાં લોકો તેમને ફોલો કરી રહ્યા છે તે અંગે થોડું વધુ જાણો અહીં.

14 લાખ ફોલોવર્સ

14 લાખ ફોલોવર્સ

સોશ્યલ સાઇટ ફેસબુક, ઇસ્ટ્રાગ્રામ અને યૂટ્યૂબ પર ફિટનેસ ટ્રેનર સપના વ્યાસ પટેલના લાખો ફોલોવર્સ છે. ઇન્સટ્રાગ્રામ પર તેમના 14 લાખથી પણ વધુ ફોલોવર છે. તેની યૂટ્યૂબ ચેનલ પણ જે જેની પર તે આવર નવાર ફિટનેસ વીડિયો રજૂ કરે છે.

વર્ષમાં ઓછું કર્યું 30 કિલો

વર્ષમાં ઓછું કર્યું 30 કિલો

સપનાની ખાસ વાત એ છે કે થોડા વર્ષો પહેલા તેમનું વજન ખૂબ જ વધારે હતું. તે જ્યારે 19 વર્ષની હતી ત્યારે તેમનું વજન 83 કિલોનું હતું. અને એક જ વર્ષની અંદર તેમણે 30 કિલો વજન ઓછું કર્યું. અને આ માટે તેમણે ફિટનેશનો સહારો લીધો. અને આજે અનેક લોકોને ફિટ બનાવી રહી છે.

2015માં ચર્ચામાં

2015માં ચર્ચામાં

સપનાને અવાર નવાર પોતાના વજનને લઇને સાંભળવાનો વારો આવતો હતો. ત્યારે એક વાર સપનાએ પોતાનું આ વજન ઓછું કરવાનું મન બનાવી લીધું. અને મક્કમ પણે તેના માટે કસરત કરવા લાગી. તે પહેલી વાર 2015માં ચર્ચામાં આવી હતી. જો કે હવે તે પોતે પણ ફિટ છે અને બીજાને પણ ફિટ બનાવી રહી છે.

ભાજપના નેતાની દિકરી

ભાજપના નેતાની દિકરી

ઉલ્લેખનીય છે કે સપના ગુજરાતના ભાજપી નેતા અને ભૂતપૂર્વ સ્વાસ્થય મંત્રી જયનારાયણ વ્યાસની પુત્રી છે. અને ફિટનેશ હવે તેમને એક આગવી ઓળખ અને સફળતા આપી છે. સપનાએ ફરી એક વાર સાબિત કરી બતાવ્યું છે કે જ્યારે કોઇ ગુજરાતી મન મક્કમ કરી નક્કી કરી લે તો કંઇ પણ અશક્ય નથી.

English summary
Gujarati fitness expert Sapna Vyas Patel goes viral. Read here why?
Please Wait while comments are loading...