Gujarati Language: કેનેડામાં પંજાબી, હિન્દી બાદ સૌથી વધુ બોલાય છે ગુજરાતી ભાષા

Gujarati Language in Canada: અમેરિકા, કેનેડા સહિતના દેશો ગુજરાતી માટે હંમેશા આકર્ષક રહ્યા છે.ગુજરાતથી વિદેશમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ માટે હંમેશા અમેરિકા અને કેનેડા મનપસંદ દેશ છે.

ત્યારે હવે ગુજરાતીઓ માટે ગૌરવ લેવાય તેવી માહિતી સામે આવી છે. જે મુજબ, કેનેડામાં પંજાબી અને હિન્દી પછી ગુજરાતી ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા બની ગઈ છે.

સ્ટેટિસ્ટિક્સ કેનેડાના ડેટા અનુસાર, 1980થી આશરે 87,900 ગુજરાતી ભાષી લોકો કેનેડામાં સ્થાયી થયા છે. તેમાંથી 26% 2016 અને 2021 વચ્ચે કેનેડા ગયા છે.

જો કે, કેનેડાના ઈમિગ્રેશન નિયમોમાં થયેલા ફેરફારોને કારણે વિઝા મેળવવાનું મુશ્કેલ બન્યું છે અને ગુજરાતમાંથી કેનેડા જનારા લોકોની સંખ્યામાં 80%નો ઘટાડો થયો છે.

Gujarati Language in Canada

અત્યારે કેનેડામાં સૌથી વધુ બોલાતી ભાષામાં પંજાબી મોખરે છે. પંજાબમાં પંજાબી ભાષા બોલતા લોકોની સંખ્યા 75,475 છે, જ્યારે હિન્દી બોલતા લોકોની સંખ્યા 35,170 છે.

ગુજરાતી બોલતા લોકોની સંખ્યા 22,935 છે. જ્યારે મલયાલમ અને બંગાળી ભાષા બોલતા લોકોની સંખ્યા 15,440 અને 13,835 છે.

પ્રકાશિત થયેલા ડેટા અનુસાર, હાલ હિન્દી ભાષા બોલતા લોકોની સંખ્યામાં 114 ટકાનો વારો નોંધાયો છે. જ્યારે ગુજરાતની પ્રાંતિય ભાષા બોલતા લોકોનો દિવસે દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે.

2001થી 2010ની વચ્ચે 460 કચ્છી ભાષી લોકો કેનેડામાં સ્થળાંરિતથયા હતા. જ્યારે હાલ આ લોકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. હાલ કેનેડામાં 370 લોકો કચ્છી ભાષા બોલે છે.

જો કે, ઓવરઓલ, કેનેડામાં ગુજરાતી ભાષા બોલતા લોકોની સંખ્યામાં વધારો થયો છે. 2011થી કેનેડામાં ગુજરાતીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.

જો કે, હાલમાં જ કેનેડાએ તેની ઈમિગ્રેશનની પોલિસીમાં ધરખમ ફેરફાર કર્યા છે અને હાલમાં કેનેડા અને ભારતના વણસી રહેલા સંબધની અસર પણ ઘણી જોવા મળી રહી છે. જેના કારણે હાલ કેનેડામાં કામ મળવુ મુશ્કેલ છે, તેથી હાલ મોટા ભાગના વિદ્યાર્થીઓ કેનેડાને લાસ્ટ ઓપશનમાં મુકે છે અને કેનેડાની બદલે અન્ય દેશોમાં જવાનું પ્રથમ પસંદ કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X