'ફાધર્સ ડે' વિશેષ: 'મારી તાકાત, મારી જીંદગી છે પપ્પા'
બેંગ્લોર, 16 જૂન: હું આ દુનિયામાં આવી, તેમની સાથે આંગળી પકડીને ચાલતાં શીખી, આ તેમને પ્રેમ કરતી હતી એટલે તેમની કહું છું. હું મારા પપ્પાની પરી છું. મોટાભાગે એક માતા પોતાના બાળકને લઇને સપનાં જોવે છે પરંતુ મારી માતાએ મને કહ્યું હતું કે મારા પપ્પા અને મારો સંબંધ ત્યારથી જોડાયો છે જ્યારે હું આ દુનિયામાં આવી ન હતી.
તેમની ચાહત એટલી બુલંદ હતી કે ક્યારેય પૂજાપાઠમાં સમય ન આપનાર મારા પપ્પાએ એક ઢીંગલી ખરીદીને પૂજાના મંદિરમાં મૂકી દિધી હતી અને ભગવાન પાસે મને માંગી હતી અને લો આજે પરિણામ એ છે કે જીંદગીની સૌથી અનમોલ વાતો અને મારા પપ્પાના સાથેના પોતાના વ્હાલા સંબંધને શેર કરવા માટે તમારી સમક્ષ હાજર છું.
સ્વભાવે થોડા કડક પરંતુ દિલમાં ઉતરીએ તો એક કોમળ છે મારા પપ્પા, બે ભાઇઓની નાની બહેન, હું હંમેશા મારા પપ્પાની વહાલી બાળકી રહી છું. જેને ભણવા માટે સવારે વહેલાં ઉઠાડવામાં નથી આવી. રસપ્રદ વાત તો એ છે કે ઠપકો આપવામાં આવે ત્યારે બંને ભાઇઓનો ગુસ્સો પપ્પા પર નહી મારા પર રહેતો હતો, પરંતુ તેમછતાં હંમેશા હું મારા ઘરની પરી રહી છું.

પપ્પાની વાતને કાપવાથી માંડીને તેમને ઠપકો આપવાની બધી જ જવાબદારી મે સંભાળી હતી. અભ્યાસનો નિર્ણય હોય કે પછી નોકરીમાં મુશ્કેલી હોય બધી જ જગ્યાએ મારા પપ્પા મારી સાથે રહ્યાં છે.
મારી પાસે તેમની ઇચ્છાઓ એવી હતી કે જેવી એક પિતાને પોતાના પુત્રો પાસે હોય છે અને આ વાતનો ખૂબ ગર્વ છે. જરૂરિયાત તો નથી પરંતુ તેમ છતાં પપ્પા આજે તમને કહું છું 'આઇ લવ યૂ પપ્પા'
દરેક ડગલે, દરેક રસ્તે દરેક મંજિલે તમે મને સમજાવી, સંભાળી અને કહ્યું કે હું છું, મને કોઇ સુપર હિરોની પણ ચાહત નથી નાનપણથી જ મારો સુપર હિરો મારી સાથે છે એટલે મારા પપ્પા. આજના અવસરે સ્પેશયલ ફાધર્સ ડે પર મારે બસ આટલું જ કહેવું છે.
-
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026





Click it and Unblock the Notifications
