Happy Rose Day 2024: રોઝ ડે મનાવવાનુ કારણ શું, વેલેન્ટાઈન વીકના પહેલા દિવસે કેમ આપવામાં આવે છે ગુલાબ?

Happy Rose Day 2024: વેલેન્ટાઈન વીકના પહેલા દિવસે રોઝ ડે ઉજવવામાં આવે છે. દર વર્ષે વેલેન્ટાઈન વીક 7મી ફેબ્રુઆરીથી શરૂ થાય છે. આ દિવસે પ્રેમીઓ એકબીજાને ગુલાબ આપીને પોતાની લાગણી વ્યક્ત કરે છે. એવું માનવામાં આવે છે કે ગુલાબ ભેટ આપવાની શરૂઆત તે સમયથી થઈ હતી જ્યારે ગુલાબને પ્રેમ અને રોમાંસનું પ્રતીક માનવામાં આવતું હતું.

ગુલાબની સુગંધ અને સુંદરતાએ તેને એક આદર્શ ફૂલ બનાવ્યું છે અને લોકો તેને પ્રેમની લાગણી વ્યક્ત કરવા માટે પસંદ કરે છે. પ્રેમમાં રહેલા લોકો માટે આ સુંદર દિવસ કેવી રીતે શરૂ થયો તેની સંપૂર્ણ માહિતી અહીં જાણો.

Rose Day 2024

રોઝ ડેનો ઈતિહાસ - (Rose Day History)

રોઝ ડેના ઈતિહાસની વાત કરવામાં આવે તો એવું કહેવાય છે કે મુગલ બેગમ નૂરજહાંને લાલ ગુલાબ ખૂબ જ પસંદ હતા. નૂરજહાંને ખુશ કરવા જહાંગીર દરરોજ એક ટન તાજા લાલ ગુલાબ તેના મહેલમાં મોકલતો હતો. તેમની આ લવ સ્ટોરી લોકોમાં ઘણી ફેમસ થઈ ગઈ હતી. જ્યારે રોઝ ડે સંબંધિત બીજી વાર્તા રાણી વિક્ટોરિયાના યુગની છે. એવું કહેવાય છે કે રાણી વિક્ટોરિયાએ પણ પ્રેમના વ્યક્ત કરવા માટે તેના પતિ પ્રિન્સ આલ્બર્ટને ગુલાબ ભેટમાં આપ્યા હતા.

રોઝ ડે કેમ મનાવાય છે? (Rose Day Significance)

આ દિવસે એકબીજાને ગુલાબના ફૂલ આપવા એ પ્રેમ વ્યક્ત કરવાની એક રીત છે. આ દર્શાવે છે કે તમે આ સંબંધને મહત્વ આપો છો. ઘણા લોકો માને છે કે આ દિવસ ફક્ત પ્રેમીઓ માટે જ છે, પરંતુ એવું નથી. તમે તમારા માતા-પિતા અથવા મિત્રો સાથે આ દિવસની ઉજવણી કરી શકો છો અને તેમને વિશેષ અનુભવ કરાવી શકો છો.

ગુલાબના રંગોનો અર્થ (Roses and their meanings)

લાલ ગુલાબ - પ્રેમ વ્યક્ત કરવા માટે.

સફેદ ગુલાબ - મનદુઃખ ભૂલી જવા માટે.

ગુલાબી ગુલાબ - તમે તમારા શ્રેષ્ઠ મિત્રને આપીને તમારી મિત્રતાને વધુ ગાઢ બનાવી શકો છો.

કેસરી રંગનું ગુલાબ- કોઈ વ્યક્તિને કેસરી રંગનું ગુલાબ આપીને તમારી રુચિ વ્યક્ત કરવા માટે.

પીળું ગુલાબ - જો તમે કોઈની સાથે મિત્રતા કરવા માંગો છો, તો તેને પીળું ગુલાબ આપો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X