Hathras : કેવી રીતે સર્જાય છે ભાગદોડની ઘટના? કેમ વારંવાર મોટી સંખ્યામાં લોકો મોતને ભેટે છે?
Hathras : ઉત્તર પ્રદેશના હાથરસમાં ભાગદોડમાં મોટી સંખ્યામાં લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ ઘટના એક સત્સંગ દરમિયાન બની.
હાથરસમાં થયેલી નાસભાગમાં મોટી સંખ્યામાં બાળકો અને મહિલાઓના મોત થયા છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના ડેટા અનુસાર, 2000 થી 2013 સુધીમાં લગભગ 2,000 લોકો આવી નાસભાગમાં મૃત્યુ પામ્યા છે.

ઇન્ટરનેશનલ જર્નલ ઑફ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શનમાં પ્રકાશિત થયેલો 2013નો એ અભ્યાસ જણાવે છે કે ભારતમાં 79% નાસભાગ ધાર્મિક મેળાવડા અને તીર્થયાત્રાઓને કારણે થાય છે. અન્ય વિકાસશીલ દેશોની હાલત પણ લગભગ આવી જ છે. આ સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે નાસભાગ દરમિયાન શું થાય છે જે મૃત્યુ તરફ દોરી જાય છે?
ધાર્મિક કાર્યક્રમોમાં નાસભાગનું મોટુ કારણ
નિષ્ણાતોનું કહેવું છે કે કોઈપણ ઘટનામાં નાસભાગ થવાના મુખ્ય બે કારણો હોઈ શકે છે. પ્રથમ, ખૂબ ભીડ અને બીજું, સ્થળ પર બહાર નીકળવાની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે. ભીડના કારણે લોકો એકબીજા સાથે અથડાય છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
જેના કારણે તેમના શરીરને યોગ્ય માત્રામાં ઓક્સિજન મળતો નથી અને તેઓ તરત જ બેભાન થઈ જાય છે. આવી ભીડમાં ઊભા થવાનો મોકો ભાગ્યે જ મળે છે.
નાસભાગમાં મૃત્યુના કારણ
હાડકાની ઇજા
આરોગ્ય નિષ્ણાતો અનુસાર, નાસભાગમાં મૃત્યુનું એક કારણ ગરદનના હાડકા ઈજાછે. જ્યારે કોઈ વ્યક્તિ નાસભાગ દરમિયાન પડી જાય છે, ત્યારે ભીડ તેને કચડી નાખે છે. આ દરમિયાન પડી ગયેલા વ્યક્તિની ગરદન અથવા છાતી પર વધુ વજન પડે છે. તેના કારણે ગરદનનું હાડકું તૂટી શકે છે અને તેનું મૃત્યુ થઈ શકે છે. આ જ કારણ છે કે નાસભાગ દરમિયાન ઘણા મૃત્યુ થાય છે.
કોમ્પ્રેસિવ એસ્ફીક્સિયા
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, ગરદનનું હાડકું તૂટવા સિવાય કોમ્પ્રેસિવ એસ્ફીક્સિયા પણ મૃત્યુનું કારણ બની શકે છે. આ એવી સ્થિતિ છે જ્યારે શરીર પરના દબાણને કારણે શ્વાસ લેવાનું શક્ય નથી હોતું, ગૂંગળામણ થાય છે અને નીચે પડેલા વ્યક્તિનું મૃત્યુ થાય છે. નિષ્ણાતોના મતે નાસભાગ દરમિયાન પગ છાતી પર આવે છે.
આના કારણે ફેફસાંની નજીકનો ડાયાફ્રેમ સંકોચવા લાગે છે એટલે કે કડક થઈ જાય છે, જ્યારે તે સપાટ થઈ જાય છે ત્યારે તે યોગ્ય રીતે કામ કરી શકતો નથી અને ઓક્સિજન શરીર સુધી પહોંચી શકતો નથી અને મગજ સુધી પહોંચાડતો નથી. જેના કારણે મગજ ડેડ થઈ જાય છે અને તે મૃત્યુ પામે છે.












Click it and Unblock the Notifications
