Hathras Stampede : ક્યાં સર્જાઈ હતી દુનિયામાં સૌથી વધુ જીવ લેનારી નાસભાગ? જાણો 5 સૌથી મોટી નાસભાગની ઘટનાઓ વિશે
Hathras Stampede : ઉત્તર પ્રદેશના હાથરસમાં એક સત્સંગ દરમિયાન થયેલી નાસભાગમાં 121 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. હજુ પણ મૃતકોનો આંકડો વધી શકે છે.
તમને જાણીને ઝટકો લાગશે કે આવી રીતે નાસભાગની પહેલી ઘટના નથી. આ પહેલા પણ દુનિયામાં નાસભાગના કારણે હજારો લોકોના જીવ ગયા છે.

દક્ષિણ કોરિયા
2022 માં દક્ષિણ કોરિયાના સિઓલમાં 30 ઓક્ટોબરે રાત્રે હેલોવીનની ઉજવણી દરમિયાન નાસભાગ મચી હતી. જેમાં ઓછામાં ઓછા 151 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
બ્રિટન
એપ્રિલ 1989માં બ્રિટનમાં શેફિલ્ડના હિલ્સબોરો સ્ટેડિયમમાં લિવરપૂલ અને નોટિંગહામ ફોરેસ્ટ વચ્ચે ઇંગ્લિશ એફએ કપ સેમિફાઇનલ મેચ ચાલી રહી હતી ત્યારે ચાહકો અવરોધોને કચડીને આગળ વધ્યા. આ દરમિયાન નાસભાગ મચી ગઈ, જેમાં 96 લોકો માર્યા ગયા અને ઓછામાં ઓછા 200 લોકો ઘાયલ થયા હતા.
સાઉદી અરેબિયા
એપ્રિલ 1998માં પણ સાઉદી અરેબિયામાં નાસભાગની ઘટના જોવા મળી હતી. જેમાં 191 લોકોના કચડાઈ જવાથી મોત થયા હતા.
આફ્રિકા
મે 2001માં આફ્રિકામાં ફૂટબોલની સૌથી ખરાબ ઘટનાઓ પૈકીની એક બની હતી. અકરાના મુખ્ય ફૂટબોલ સ્ટેડિયમમાં પોલીસે તોફાની ચાહકો પર ટીયર ગેસ છોડતાં નાસભાગમાં ઓછામાં ઓછા 126 લોકો માર્યા ગયા હતા.
સાઉદી અરેબિયા
મે 1994માં પણ હજ દરમિયાન દમરત બ્રિજ પાસે નાસભાગમાં 270 લોકોના મોત થયા હતા. આ એ જ વિસ્તાર છે જ્યાં યાત્રાળુઓ શેતાનનું પ્રતીક ધરાવતા પથ્થરોના ઢગલા પર પથ્થર ફેંકે છે.
ઇન્ડોનેશિયા
ઓક્ટોબર 2022 માં ઇન્ડોનેશિયામાં ફૂટબોલ સ્ટેડિયમમાં નાસભાગમાં ઓછામાં ઓછા 125 લોકો માર્યા ગયા અને 320 થી વધુ ઘાયલ થયા હતા.
સાઉદી અરેબિયા
ફેબ્રુઆરી 2004માં જમારત પુલ પાસે શૈતાનને પથ્થરમારો કરવાની હજ વિધિ દરમિયાન નાસભાગમાં 251 મુસ્લિમ યાત્રીઓ માર્યા ગયા હતા.
મક્કા
જુલાઈ 1990માં મુસ્લિમોના પવિત્ર શહેર મક્કા નજીક સાઉદી અરેબિયાની અલ-મુઆસિમ ટનલમાં દર વર્ષની જેમ હજ યાત્રા ચાલી રહી હતી. તેના અંતમાં ઈદ-ઉલ-અઝહા દરમિયાન નાસભાગ મચી ગઈ. આ ઘટનામાં 1,426 યાત્રિકોના કચડાવાથી મોત થઈ ગયા.












Click it and Unblock the Notifications
