For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હેપેટાઈટિસ સંક્રમિત સાથે યૌન સંબંધ બનાવવા ખતરનાક સાબિત થઈ શકે, આવી રીતે બચો

હેપેટાઈટિસ સંક્રમિત સાથે યૌન સંબંધ બનાવવા ખતરનાક સાબિત થઈ શકે, આવી રીતે બચો

By Staff
|
Google Oneindia Gujarati News

હેપેટાઈટિસ, એચઆઈવી જેટલો જ ખતરનાક રોગ છે. હેપેટાઈટિસના રોગી સાથે શારીરિક સંબંધ બનાવવા એટલા જ ખતરનાક હોય છે જેટલા એડ્સના રોગી સાથે. બંને જ બીમારીઓ સંક્રમિત રક્તના સંપર્કમાં આવવાથી ફેલાય છે. કોઈપણ હેપેટાઈટિસથી સંક્રમિત રોગી સાથે અસુરક્ષિત યૌન સંબંધ બનાવવાથી રોગ ફેલાવવાની સંભાવના વધી જતી હોય છે. આ રોગની ફેલાવાની વધુ સંભાવના એવા લોકોમાં હોય છે જે મલ્ટીપલ રિલેશનમાં હોય છે અથવા જે લોકો પહેલેથી જ કોઈ એસટીડીથી ગ્રસ્ત હોય.

લક્ષણ જોવા નથી મળતા

લક્ષણ જોવા નથી મળતા

હેપેટાઈટિસ બીના વાયરસનો વિંડો પીરિયડ બહુ લાંબો હોય છે. મતલબ કે શરીરમાં વાયરસ પ્રવેશ કર્યાના 15 દિવસ સુધી તે લક્ષણને સામે નથી આવવા દેતો. જયાં સુધી દર્દીને આના લક્ષણો વિશે માલૂમ પડે છે ત્યાં સુધીમાં તો બહ મોડું થઈ ગયું હોય છે. હેપેટાઈટિસ બીના દર્દી સાથે સેક્સ ન કરવું જોઈએ કેમ કે આવું કરવાથી રોગ ફેલાવવાની સંભાવના વધી જતી હોય છે.

અનસેફ સેક્સ ન કરવું

અનસેફ સેક્સ ન કરવું

હેપેટાઈટિસ બી એચઆઈવી જેવો જ ખતરનાક હોય છે, આ બીમારીનો વાયરસ રક્તના માધ્યમથી તમને સંક્રમિત કરી શકે છે. હેપેટાઈટિસના રોગી સાથે અસુરક્ષિત સેક્સ કરવું ખતરનાક સાબિત થઈ શકે છે. માટે બને ત્યાં સુધી કોન્ડોમનો ઉપયોગ કરવો જેથી સંક્રમણ ન ફેલાય.

એકબીજાની વસ્તુનો ઉપયોગ ન કરવો

એકબીજાની વસ્તુનો ઉપયોગ ન કરવો

કેટલાક કપલ રિલેશનશિપમાં આવે છે તો પર્સનલ હાઈઝીનને નેવે મૂકી દે છે જેને કારણે તેઓને યૌન સંચારિત રોગ થવાની સંભાવના વધી જાય છે. હેપેટાઈટિસ બીથી સંક્રમિત વ્યક્તિએ વાપરેલ બ્લેડ અને ટૂથ બ્રશનો પણ ઉપયોગ કરવો ખતરનાક હોય છે કેમ કે જો રોગીના શરીરનું રક્ત તેના પર લાગ્યું અને સામાન્ય વ્યક્તિએ તે બ્રશનો જ પ્રયોગ કર્યો તો સંક્રમણની સંભાવના 80 ટકા સુધી હોય છે. તેમનું કહેવું છે કે રોગનો વાયરસ શરીરથી બહાર સાત દિવસ સુધી જીવિત રહે છે અને આ દરમિયાન જો કોઈપણ સ્વસ્થ વ્યક્તિ તેના સંપર્કમાં આવે છે તો તે આનાથી સંક્રમિત થઈ જાય છે.

ગર્ભમાં ઉછરી રહેલ બાળકને પણ ખતરો

ગર્ભમાં ઉછરી રહેલ બાળકને પણ ખતરો

હેપેટાઈટિસ બીથી સંક્રમિત ગર્ભવતી મહિલાના શિશુમાં પણ રોગ થવાની પૂરી સંભાવના રહે છે. માટે તેનાથી બચવા માટે મહિલાઓએ દરેક સંભવ પ્રયત્નો કરવા જોઈએ. હેપેટાઈટિસથી બચવાનું સૌથી પ્રભાવિત પગલું એ છે કે જો કોઈ વ્યક્તિમાં 20-25 વર્ષની વચ્ચે રોગના લક્ષણ દેખાય તો આખા પરિવારના સ્વાસ્થ્યનું પરિક્ષણ કરવું જોઈએ કેમ કે બની શકે કે જે-તે વ્યક્તિમાં તેની માતા કે પરિવારના અન્ય કોઈ સભ્ય પાસેથી આવ્યો હોય.

સની લિયોનના નંબરે દિલ્હીના યુવકની ઊંઘ ઉડાવી, દરરોજ 400 કોલ આવે છેસની લિયોનના નંબરે દિલ્હીના યુવકની ઊંઘ ઉડાવી, દરરોજ 400 કોલ આવે છે

English summary
hepatitis can be transmitted through physical relations
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X