અહીં લગ્નના દિવસે મહેમાનોને મળ્યા વગર ભાગી જાય છે વર-વધુ, જાણો ક્યાં જોવા મળે છે આ અનોખી પરંપરા?
દુનિયાભરમાં લોકો હજારો વર્ષોથી હજારો પરંપરાઓ સાથે જીવે છે. આજે પણ ઘણી એવી પરંપરાઓ છે જે લોકોને ચૌકાવે છે. દુનિયામાં પરંપરાઓની સૌથી વધુ ચર્ચા લગ્નમાં થાય છે.
ભારતમાં સામાન્ય રીતે લગ્નમાં જૂતા છુપાવવા જેવી ટ્રેડિશન જોવા મળે છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે હજુ પણ કેટલાક સમાજોમાં એવી પરંપરાઓ જોવા મળે છે જે થોડી વિચિત્ર છે.

આવી જ એક વિચિત્ર અનોખી પરંપરા વેનેજુએલામાં જોવા મળે છે. અહીં લગ્નમાં દુલ્હા-દુલ્હન લગ્નમાં મહેમાનોને મળ્યા વગર જ ભાગી જાય છે.
વેનેઝુએલામાં લગ્ન પછી આ અનોખી પરંપરા ભજવવામાં આવે છે. તમે અહીં લગ્નમાં જાઓ છો તો તમને વરરાજા અને કન્યાને જોવા પણ નહીં મળે. ભારતની જેમ અહીં પણ લગ્નમાં ઘણા બધા મહેમાનોને આમંત્રણ આપવામાં આવે છે. જ્યારે મહેમાનો લગ્નમાં પહોંચે છે ત્યારે તે ત્યાં વરરાજા અને કન્યાને જોતા નથી. આ ખૂબ જ વિચિત્ર લાગે છે, પરંતુ અહીંના લોકો તેને શુભ માને છે.
વેનેઝુએલાની આ પરંપરામાં લગ્નના દિવસે વરરાજા અને વધુએ સાથે ભાગી જવું પડે છે. જ્યારે મહેમાનો લગ્નમાં આવે છે ત્યારે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવે છે. જેમ આપણે મહેમાનોને આદરપૂર્વક આમંત્રણ આપીએ છીએ તેમ આપણે તેમને આદરપૂર્વક વિદાય પણ આપવી પડે છે, પરંતુ વેનેઝુએલામાં આવું થતું નથી.
અહીં નવપરિણીત યુગલ તેમના મહેમાનોને વિદાય આપ્યા વિના શાંતિથી લગ્ન સમારોહ છોડી દે છે. જો કે, લોકોને તેનો વાંધો પણ નથી. અહીં એવું માનવામાં આવે છે કે આ પરંપરા નવદંપતીના જીવનમાં સારા નસીબ લાવે છે.












Click it and Unblock the Notifications
