Highest salt producing country : કયા દેશમાં થાય છે સૌથી વધુ મીઠાનું ઉત્પાદન? જાણો લિસ્ટમાં ભારત ક્યાં?
Highest salt producing country: દુનિયામાં મીઠાના ઉત્પાદનની વાત આવે ત્યારે ભારતનું નામ ચોક્કસ આવે. જો કે તમને જાણીને ઝટકો લાગશે કે સૌથી વધુ મીઠાનું ઉત્પાદન કરનાર દેશ ભારત નથી.
56 પકવાન પણ મીઠા વગર અધુરા છે તેવા મીઠાના ઉત્પાદનમાં ભારતનું નામ ચોક્કસ આગળ છે પરંતુ સૌથી વધુ મીઠાનું ઉત્પાદન ભારતમાં નથી થતું.
વિશ્વના ઘણા દેશો મીઠાનું ઉત્પાદન કરે છે અને તેમાં કેટલાક મોટા દેશો એવા છે જે મોટા પ્રમાણમાં મીઠું ઉત્પન્ન કરે છે. આ લિસ્ટમાં ચીન સૌથી ઉપર છે. ચીન વિશ્વમાં સૌથી મોટો મીઠું ઉત્પાદન કરનાર દેશ છે. ચીન દરિયાના પાણીમાંથી મોટા પ્રમાણમાં મીઠું ઉત્પન્ન કરે છે.
આ પછી અમેરિકા મીઠાના ઉત્પાદનમાં બીજા ક્રમે છે. અમેરિકા વિશ્વનું મોટા પ્રમાણમાં મીઠાનું ઉત્પાદક થાય છે. દરિયાના પાણી ઉપરાંત અહીં ખનિજ ભંડારમાંથી પણ મીઠું ઉત્પન્ન થાય છે.

ભારત વિશ્વમાં મીઠાના ઉત્પાદનમાં ત્રીજો સૌથી મોટો દેશ છે. અહીં ગુજરાત રાજ્ય મીઠાના ઉત્પાદન માટે પ્રખ્યાત છે. આ સિવાય ઓસ્ટ્રેલિયામાં દરિયાના પાણીમાંથી પણ મીઠું બનાવવામાં આવે છે. મીઠાના ઉત્પાદનમાં જર્મની પાંચમો સૌથી મોટો દેશ છે. જર્મનીમાં ખનિજ ભંડારમાંથી મીઠું ઉત્પન્ન થાય છે.
મીઠું ઘણી રીતે ઉત્પન્ન કરી શકાય છે અને તેમાં સૌથી રીત દરિયાના પાણીમાંથી બાષ્પીભવન કરીને થાય છે. આ પ્રક્રિયામાં દરિયાના પાણીને મોટા તળાવોમાં સંગ્રહિત કરવામાં આવે છે અને પછી સૂર્યની ગરમીથી પાણીનું બાષ્પીભવન થાય છે. પાણી બાષ્પીભવન થાય છે ત્યારે મીઠું બચે છે.












Click it and Unblock the Notifications
