Holi 2023 : આ રીતે થઇ હતી રંગો વાળીની શરૂઆત, જાણો ધૂળેટીનો ઇતિહાસ
Holi 2023 : હોળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે. શ્રી કૃષ્ણના વ્રજ અને વૃંદાવનમાં અત્યારથી જ હોળીનો ઉમંગ જોવામળી રહી છે, પરંતુ શું તમે જાણો છો કે, હોળીના તહેવાર અને ધૂળેટી શરૂઆત કેવી રીતે શરૂ થઇ હતી.
Holi 2023 : ફાગણ સુદ પૂનમને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ દિવસે આપણે હોળીનો તહેવાર ઉજવીએ છીએ. હોળીની સાંજે આપણે હોલિકા દહન કરીએ છીએ. હોળીના બીજા દિવસે ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવે છે. ધૂળેટીના દિવસે લોકો રંગોથી હોળી રમે છે. આ વર્ષે 7 માર્ચના રોજ હોલિકા દહન કરવામાં આવશે અને 8 માર્ચના રોજ ધૂળેટીની ઉજવણી કરવામાં આવશે.

ભગવાન શ્રી કૃષ્ણની નગરી વ્રજમાં આ તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. વ્રજ હોળીનો તહેવાર 40 દિવસ અગાઉથી શરૂ થાય છે, પરંતુ શું તમે જાણો છો કે, રંગો વાળી હોળી એટલે કે ધૂળેટીની ઉજવણી ક્યારથી શરૂ થઈ હતી? આજે આપણે આ અહેવાલમાં આ તહેવાર સાથે જોડાયેલી પૌરાણિક કથા અને વૈજ્ઞાનિક કારણો વિશે જાણીશું.

રંગો સાથે હોળી કેવી રીતે શરૂ થઈ?
પૌરાણિક કથાઓ અને પુરાણો અનુસાર રંગોથી હોળી રમવાનો સંબંધ ભગવાન શ્રી કૃષ્ણ અને વ્રજની કિશોરી રાધા રાણી સાથે છે. ધાર્મિકમાન્યતાઓ અનુસાર, શ્રી કૃષ્ણે ગોવાળો સાથે હોળી રમવાની પ્રથા શરૂ કરી હતી.
આ જ કારણ છે કે, આજે પણ વ્રજમાં હોળી ધામધૂમથીરમવામાં આવે છે. આ તહેવાર લાડુની હોળી, ફૂલોની હોળી, લઠ્ઠમાર હોળી, રંગ અને અબીરની હોળીના નામથી ઓળખાય છે.

પૌરાણિક કથા
પ્રાચીન દંતકથાઓ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ રંગમાં શ્યામ હતા અને રાધાજી ગોરા હતા. શ્રી કૃષ્ણએ આ અંગે મૈયા યશોદાને ઘણી વખતફરિયાદ કરી અને મૈયા તેમને સમજાવીને ટાળતી રહી, પણ જ્યારે તે રાજી ન થયા ત્યારે મૈયાએ સૂચન કર્યું કે, તારો જે રંગ છે, તે જ રંગરાધાના ચહેરા પર લગાવી દે. જે બાદ તારો અને રાધાનો રંગ સરખો થઇ જશે.
તોફાની કૃષ્ણને મૈયાનું આ સૂચન ખૂબ ગમ્યું અને તેણે પોતાના મિત્ર ગ્વાલાસ સાથે કેટલાક અનોખા રંગો તૈયાર કર્યા અને રાધા રાનીનેરંગવા માટે વ્રજ પહોંચ્યા હતા. શ્રી કૃષ્ણએ તેમના સાથીઓ સાથે રાધા અને તેના મિત્રોને આનંદ ઉલ્લાસથી રંગ્યા હતા. તેમની આ તોફાનવ્રજના લોકોને ગમી અને ત્યારથી રંગો સાથે હોળીનો ટ્રેન્ડ શરૂ થયો. જે આજે પણ એટલા જ ઉત્સાહ સાથે રમવામાં આવે છે.

હોળીના તહેવારનું વૈજ્ઞાનિક મહત્વ
જેમ આપણે જાણીએ છીએ કે, હોલિકા દહન રંગો વાળી હોળી એટલે કે ધૂળેટીના એક દિવસ બાદ કરવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુંછે કે. પવિત્ર અગ્નિ પ્રગટાવવાથી વાતાવરણ શુદ્ધ બને છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
આ સાથે જ ઘણા કીટાણુઓનો નાશ થાયછે અને હોલિકા દહનની આગથી નવી ઉર્જાનો પ્રભાવ વાતાવરણમાં ફેલાય છે, જે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારુંમાનવામાં આવે છે. આ સાથે કેસુડાના પાણીથી હોળી રમવાથી ત્વચાને ઘણા લાભ મળે છે.












Click it and Unblock the Notifications
