Holi 2025 : હોળીના દરેક રંગનું છે ખાસ મહત્વ છે, જાણો શું કહે છે વિવિધ રંગો?
Holi 2025 : હોળીનો તહેવાર જેમ જેમ નજીક આવે છે તેમ તેમ લોકોમાં હર્ષ અને ઉલ્લાસનો માહોલ છવાઈ જાય છે. બજારોમાં રંગોની ખરીદી શરૂ થઈ ગઈ છે.
ઘરોમાં પણ તહેવારી તૈયારીઓની ધમધમાટ જોવા મળી રહી છે. રંગો વિના હોળી અપૂર્ણ લાગે છે અને આ તહેવારમાં દરેક રંગનો એક અનોખો અર્થ છે.

હોળીના રંગો અને તેનો અર્થ
- ગુલાબી રંગ : ગુલાબી રંગ મિત્રતા, દયા અને સ્નેહનું પ્રતીક છે. આ રંગ તમારા મિત્રો અને નજીકના સંબંધીઓ માટે શ્રેષ્ઠ પસંદગી બની શકે છે. જેઓ તમારી સંભાળ રાખે છે અને હંમેશા તમારો સાથ આપે છે. તેમને આ રંગ લગાવવો પ્રેમ અને સાહસનું પ્રતિક છે.
- પીળો રંગ : પીળો રંગ સુખ, શાંતિ અને માનસિક વિકાસનું પ્રતીક છે. આ રંગ ખાસ કરીને વડીલો અને ગુરુઓ માટે યોગ્ય છે. તે જ્ઞાન અને ખુશીનું પ્રતીક છે. હોળીના શુભ પ્રસંગે આ રંગ આનંદ અને શાંતિની ભાવના વ્યક્ત કરે છે.
- લાલ રંગ: લાલ રંગ પ્રણય, ઉર્જા અને હિંમતનું પ્રતીક છે. જો તમે તમારા જીવનસાથી અથવા પ્રેમી માટે કોઈ રંગ પસંદ કરવો હોય તો લાલ શ્રેષ્ઠ છે. આ રંગ સક્રિયતા અને ઉર્જાનું પ્રતિનિધિત્વ કરે છે, જે ઉત્સાહ અને ઉમંગ સાથે જીવવાની પ્રેરણા આપે છે.
- વાદળી રંગ : વાદળી રંગ શાંતિ અને સ્થિરતાનું પ્રતીક છે. તે ધૈર્ય અને શાંતિ પ્રદર્શિત કરે છે. જો તમે આ રંગનો ઉપયોગ કરો છો તો તે શાંતિપ્રદ અને સ્થિરતા લાવનાર સિદ્ધ થાય છે.
- લીલો રંગ : લીલો રંગ નવી શરૂઆત અને તાજગીનું પ્રતીક છે. બાળકો અને યુવાનો માટે આ રંગ ખૂબ જ અનુકૂળ છે. તે નવા અવસર અને વૃદ્ધિ તરફ દોરી જાય છે.
હોળી ફક્ત એક તહેવાર નથી, તે રંગોની સાથે સંબંધો અને લાગણીઓની ઊંડાઈ પણ વ્યક્ત કરે છે. વિવિધ રંગોનો યોગ્ય ઉપયોગ કરીને આપણે આ પાવન તહેવારને વધુ ખાસ અને અર્થપૂર્ણ બનાવી શકીએ.












Click it and Unblock the Notifications
