દરિયામાં કેવી રીતે સર્જાય છે વાવાઝોડા? જાણો તેની પાછળ શું હોય છે કારણ?

ભારત દરિયાથી ઘેરાયેલો દેશ છે. આ જ કારણ છે કે ભારત અને તેમાં આપણા ગુજરાતમાં સતત દરિયાઈ તોફાનો આવતા રહે છે.

દરિયાઈ તોફાન વિશે બધા લોકો જાણે છે પરંતુ મોટાભાગના લોકો આ તોફાનો સર્જાવા પાછળના કારણોથી અજાણ હોય છે. આજે અમે તમને આની પાછળના કારણો જણાવવાના છીએ.

storms

દરિયામાં આવા અનેક મોટા તોફાનો રચાય છે જે આસપાસના દેશો માટે મોટી સમસ્યા સાબિત થાય છે. આ વાવાઝોડામાં ઘણી વખત જાન-માલનું નુકસાન થાય છે.

વાસ્તવમાં સમુદ્રમાં તોફાનનું નિર્માણ મૂળભૂત રીતે કેટલાક પરિબળો પર આધારિત છે. પ્રથમ પરિબળ જેમાં ઓછામાં ઓછું 29 ડિગ્રી સેલ્સિયસ ગરમ પાણી છે. બીજું ભેજવાળી હવા અને કન્વર્ઝિંગ પવન છે.

જણાવી દઈએ કે, વાવાઝોડાની રચનાની શરૂઆત વાવાઝોડાના સમૂહ વીજળી અને વરસાદ સાથેનું તોફાન સમુદ્રની સપાટી પર આગળ વધવાથી થાય છે.

જ્યારે સપાટી પરનું પાણી ગરમ હોય છે ત્યારે વાવાઝોડા તે ગરમીને શોષી લે છે. આનાથી હવામાં ભેજનું પ્રમાણ વધે છે. આ સમયગાળા દરમિયાન જો પવનની દિશા સાનુકૂળ બને તો વાવાઝોડાની શરૂઆત થાય છે.

આ તોફાનો સતત વધતા રહે છે અને જ્યારે તે કોઈ દેશની નજીક આવે છે ત્યારે ત્યાં પણ વિનાશ સર્જે છે. જણાવી દઈએ કે, ભારતમાં કોઈને કોઈ કિનારે પુરા વર્ષ દરમિયાન વાવાઝોડા સર્જાતા રહે છે. આમાં ઘણી વખત મોટી સંખ્યામાં લોકો પોતાના જીવ ગુમાવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X