દુનિયાની સૌથી જાણીતી રાયફલનું નામ AK 47 કેવી રીતે પડ્યુ? કેમ આટલી ફેમસ છે?
આજે રાયફલની વાત આવે એટલે કોઈપણ લોકોના મોઢે AK 47 નામ આવે. જો કે તમને એ નહીં ખબર હોય કે આ રાયફલ આટલી જાણીતી કેમ છે અને તેને કોને બનાવી?
દુનિયામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી રાઈફલ AK-47 ના નામ પાછળ એક રશિયન સૈનિકનો હાથ હતો. તેમા કારણે જ આ રાઈફલ દુનિયાભરમાં જાણીતી છે.

આ એક ખતરનાક રાઈફલ છે. AK-47 એ વિશ્વની સૌથી ખતરનાક ઓટોમેટિક અને સેમી-ઓટોમેટિક મશીનગન છે. જેનો ઉપયોગ વિશ્વની ઘણી સેનાઓ કરે છે.
ભારતીય સેના પણ આ ખતરનાક મશીનગનનો ઉપયોગ કરે છે. ભારતીય સેના સિવાય વિશેષ દળો પણ તેનો ઉપયોગ કરે છે. આ રાઈફલનો ઉપયોગ નાગરિકો માટે ગેરકાયદેસર છે.
આ નામમાં AK અને 47 ઉમેરવા પાછળ એક કહાની છે. તેનું પૂરું નામ ઓટોમેટિક કલાશ્નિકોવ-47 છે. કલાશ્નિકોવ નામ તેના શોધક મિખાઇલ કલાશ્નિકોવના નામ પરથી લેવામાં આવ્યું છે. 1947માં બનાવવામાં આવી હોવાથી 47 લગાવવા આવ્યુ.
મિખાઇલ કલાશ્નિકોવ રશિયન હતા. તેનું 2013માં 94 વર્ષની વયે અવસાન થયું. તમને જણાવી દઈએ કે મિખાઈલ કલાશ્નિકોવ રશિયન આર્મી સાથે ટેન્ક મિકેનિક તરીકે જોડાયેલા હતા.
AK-47 વિશ્વમાં સૌથી વધુ ગેરકાયદે વેચાતી રાઈફલ છે. આ સાથે તે વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી રાઈફલ છે. આ માટે તેનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે.
AK-47ની શોધ ભલે રશિયામાં થઈ હોય પરંતુ હવે તે રશિયા સિવાય અન્ય દેશોમાં પણ બને છે. રશિયા ઉપરાંત વિશ્વના 30 દેશો પાસે પણ તેને બનાવવાનું લાયસન્સ છે. જેમાં ભારત, ચીન, ઈઝરાયેલ અને ફ્રાન્સ જેવા દેશોનો સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
