For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેવી રીતે આકર્ષિત કરશો તમારી પત્નીનું ધ્યાન?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

લગ્નજીવનમાં પતિ-પત્ની બંને જ એકબીજા પર બરાબર ધ્યાન આપવું પડે છે. બની શકે કે પતિ હોવાના લીધે તમે ઇચ્છશો કે તમારી પત્ની પર વધુ ધ્યાન આપો. આમ તો મહિલાઓ વધુ ધ્યાન રાખે છે, પરંતુ જો તમે ઇચ્છો છો કે તમારી પત્ની તમારું વધુ ધ્યાન રાખે તો તમારે પણ તેમની જરૂરિયાતો પર ધ્યાન આપવું પડશે. આ વાતને સુનિશ્વિત કરી લો કે તે તમારી સાથે લગ્ન કરીને ખુશ અને સંતુષ્ટ છે.

તમને એ વાતની જાણકારી હોવી જોઇએ કે તમારી પત્ની લગ્નજીવનને મધુર બનાવવા માટે કેટલા પ્રયત્નો કરી રહી છે. બની શકે કે ઘણીવાર તમે તેમના યોગદાનને ઓછું આંકો અને કારણવિના તેમની પાસે વધુ આશા રાખો. દરેક પત્ની પોતના સ્તર પર પુરતો પ્રયત્ન કરે છે કે તે પોતાના પતિનું સારું ધ્યાન રાખે અને તેમને ખુશ રાખે. એટલા માટે પોતાની પત્ની પાસે હંમેશા વધુ આશા ન કરો.

લગ્નજીવનનું બંધન એકદમ નાજુક હોય છે, એટલા માટે થોડી સાવધાની પણ જરૂરી હોય છે. જો તમે પોતાની પત્ની પાસે થોડી આશા રાખો છો, તો પહેલાં તમારે પણ તેમના પ્રત્યે પ્રેમ અને સ્નેહ દર્શાવવો પડશે. તમે જ્યારે બિમાર પડો છો, તો તે હંમેશા તમારી સેવામાં લાગેલી રહે છે. તો શું તમારી કોઇ જવાબદારી બનતી નથી? તેના બદલામાં જો તમે તેમના આભારી બનશો અને પ્રેમ વ્યક્ત કરશો તો તેમને એકદમ ખુશી થશે.

વાત કરવી

વાત કરવી

મહિલાઓને વાતો કરવી ખૂબ ગમે છે. આના દ્વારા તે પોતાની ભાવનાઓને તમારી સાથે શેર કરે છે અને દિલની વાતો જણાવે છે. બને એવું છે કે તમરી પત્ની તમારી સાથે વાત કરવા માટે કંઇપણ કરવા માટે તૈયાર થઇ જશે. તમે તેની સાથે પ્રેમ અને અંતરંગ ભાવનાઓને શેર કરી તેને ખુશ રાખી શકો છો.

તેમનું ધ્યાન રાખો

તેમનું ધ્યાન રાખો

જો તમે ઇચ્છો છો કે તમારી પત્ની તમારું ધ્યાન રાખે તો પહેલાં તમારે તેમનું ધ્યાન રાખવું પડશે અને તેમની સાથે પ્રેમ વ્યક્ત કરવો પડશે. તમારે હંમેશા તેમની લાગણી અને જરૂરિયાતોની ધ્યાનમાં રાખવાનો પ્રયત્ન કરવો પડશે.

અનુભવ કરો

અનુભવ કરો

ઘણીવાર એવું બને છે કે તમારી પત્ની તમારું વધુ પડતું ધ્યાન રાખે છે અને પ્રેમ કરે છે, પરંતુ તમને અહેસાસ થતો નથી. તમારી પત્ની તમને ખુશ કરવા માટે નાની નાની વસ્તુઓ પણ કરે છે, તો તમારે તેનો અનુભવ કરવો જોઇએ.

તેમને સ્પેસ આપો

તેમને સ્પેસ આપો

તમારી પત્નીને પણ થોડી સ્પેસ અને ફ્રીડમ જોઇતી હોય છે. તમે તેમાં ક્યારેય રોડા ન નાખશો. જો તે અઠવાડિયા માટે પોતાના મા-બાપ પાસે જવા માંગે છે તો તેને જવા દો. અથવા તે પોતાના મિત્રના ઘરે પાર્ટી કરવા માંગતી હોય તેમને કરવા દો. આનાથી તે ફરીથી ફ્રેશ રહેશે અને તમારું પહેલાં કરતાં વધારે ધ્યાન રાખશે.

પ્રેમ વ્યક્ત કરો

પ્રેમ વ્યક્ત કરો

તમારા સંબંધોમાં જો થોડી ખટાસ પેદા થઇ ગઇ છે, તો પણ તેમને પ્રેમ વ્યક્ત કરો અને પોતાની ભાવનાઓને અવગત કરાવો. આનાથી તેમને લાગશે કે તમે તેમનું ધ્યાન રાખો છો. જો તમે ઇચ્છો છો કે તમારી પત્ની તમારા પર વધુ ધ્યાન આપે, તો કમ સે કમ તેમને આ વાતની ખબર પડે.

ઇમાનદારી

ઇમાનદારી

લગ્નજીવનમાં તમારે તમારી પત્ની પ્રત્યે ઇમાનદાર રહેવું પડશે. આનાથી સંબંધમાં મજબૂતી આવે છે. જ્યારે તમારી પત્ની તમારા ચરિત્રને લઇને નિશ્વિત રહેશે તો તે તમને વધુ પ્રેમ કરશે અને વધુ ધ્યાન રાખશે.

અંતરંગ પળ

અંતરંગ પળ

સંબંધોમાં તેનું ખૂબ જ મહત્વ હોય છે. આનાથી પરસ્પર પ્રેમ વધે છે. સાથે જ અંતરંગ પળ વિતાવવાથી તમે એકબીજાની જરૂરિયાતોને પણ સારી રીતે સમજી શકો છો. આનાથી તમારી પત્નીને ખબર પડે છે કે તમારે તેમની પાસે શું જોઇએ છે.

સાથે સમય વિતાવો

સાથે સમય વિતાવો

તમારે તમારી પત્ની સાથે નિયમિત રીતે કેટલાક સારા પળ વિતાવવા જોઇએ. જો તમે તમારી પત્નીને સમય આપશો નહી તો પછી તમે તમારા માટે તેની પાસે કોઇ ખાસ આશા ન રાખી શકો. એટલા માટે નિયમિત રીતે સાથે કેટલીક પ્રેમભરી પળો વિતાવો જેથી તમે એકબીજાને સારી રીતે સમજી શકો.

English summary
Your wife could be doing her best in attending to you and your needs. Hence, to get that extra attention it is important to see what spouse’s needs are.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X