For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો તમારી પાસે 100ની નકલી નોટ આવી જાય, તો કેવી રીતે ઓળખશો!

|
Google Oneindia Gujarati News

જો આપ પોતાની જાતને નકલી ચલણી નોટોથી દૂર રાખવા માંગતા હોવ તો તેના માટે આપ ખુદ સાવધાન થઇ જવાની જરૂરીયાત છે. નકલી નોટ બનાવનારાઓ ખૂબ જ ચતુરાઇપૂર્વક આપના ખિસ્સા સુધી આ નકલી નોટો પહોંચાડી રહ્યા છે. એવામાં આપે નકલી નોટોને બારીકાઇથી તપાસવી ખૂબ જ જરૂરી છે.

આપને જણાવી દઇએ કે બેંકિંગ પ્રણાલીના નાણાકિય વર્ષ 2013-14 દરમિયાન 500 રૂપિયાના 2.52 લાખ નકલી ચલણી નોટ પકડાઇ છે. તેનાથી પાછલા વર્ષમાં આ આંકડો 2.81 લાખનો રહ્યો હતો. જોકે, આ દરમિયાન 1,000ની નકલી નોટનો આંકડો વધીને 1.10 લાખ પર પહોંચી ગયો, જે આનાથી પાછલા વર્ષ 98,459 હતો.

જ્યારે કેન્દ્રીય બેંકના વાર્ષિક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ દરમિયાન 100 રૂપિયાના નકલી નોટોનો આંકડો 10,000થી વધીને 1.18 લાખ પર પહોંચી ગયો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે નાણાકિય વર્ષ 2013-14માં 1,000ના નકલી નોટોના આંકડાઓમાં 11.8 ટકા અને 100ની નોટમાં 9.8 ટકાનો વધારો થયો છે.

માટે એવું નથી કે બજારમાં આપે હજાર, પાંચસોની નકલી નોટો તપાસીને લેવી.. પરંતુ સોની નોટો પણ ચોક્કસપણે તપાસીને લેવી જોઇએ. સોની નોટોને કેવી રીતે તપાસશો કે તે અસલી છે કે નકલી જાણો તેની રીત સ્લાઇડરમાં...

આવો જાણીએ કેવી રીતે ઓળખીશું અસલી નોટ

આવો જાણીએ કેવી રીતે ઓળખીશું અસલી નોટ

જો આપ પણ નકલી નોટનો શિકાર બન્યા હોવ તો આટલું તપાસીને જ 100ની નોટ લેવી....

અડધૂ 100 લખેલું હશે ડાબી તરફ

અડધૂ 100 લખેલું હશે ડાબી તરફ

નોટની ડાબી તરફ બનેલ ફૂલમાં 100 લખેલું હોય છે, જે અડધૂ સ્પષ્ટ વાંચી શકાય છે, જ્યારે અડધુ વોટરમાર્ક હોય છે.

ખાલી જગ્યામાં ગાંધીજીની તસવીર

ખાલી જગ્યામાં ગાંધીજીની તસવીર

નોટ પર ખાલી જગ્યા પર ગાંધીજીની તસવીર બનેલી હોય છે, જેની પર 100 લખેલું હોય છે, જેને સરળતાથી વાંચી શકાય છે.

બેંક નોટની સીરિઝ જુઓ

બેંક નોટની સીરિઝ જુઓ

બેંક નોટની સીરિઝ પર લખેલા અંગ્રેજીનો એક શબ્દ અલ્ટ્રાવાયલેટ લાઇટમાં જોઇ શકાય છે.

પટ્ટી લીલા અને વાદળી રંગની હોય છે

પટ્ટી લીલા અને વાદળી રંગની હોય છે

નોટ પર લીલા રંગની એક પટ્ટી બનેલી હોય છે જેને આરબીઆઇ અને ભારત લખેલું હોય છે જેને જેને ત્રાસુ કરીને જોવાથી વાદળી રંગનું દેખાય છે.

 અડકવાથી તે ઉપસેલા અનુભવાશે

અડકવાથી તે ઉપસેલા અનુભવાશે

નોટ પર લખેલ એક સો રૂપિયાને અડકવાથી તેને અનુભવાય છે.

 પટ્ટી પર લખેલ 100 જુઓ

પટ્ટી પર લખેલ 100 જુઓ

લીલા રંગની પટ્ટી પર લખેલ 100 આંખની પાસે રાખવા પર વાચી શકાય છે.

કાનની પાસે પીળી પટ્ટી પર 100 અને RBI લખેલું હોય છે

કાનની પાસે પીળી પટ્ટી પર 100 અને RBI લખેલું હોય છે

ગાંધીજીના કાનના પીળા રંગના સ્થાન પર RBI 100 લખેલું હોય છે, જેને માઇક્રોસ્કોપથી જોઇ શકાય છે.

નોટ પર ત્રિકોણ બનેલું હોય છે

નોટ પર ત્રિકોણ બનેલું હોય છે

નોટ પર ત્રિભુજની આકૃતિ બનેલી હોય છે જેને આપ અડીને સરળતાથી જાણી શકો છો કે આ સોની નોટ છે. આ એ લોકો માટે છે જે જોઇ નથી શકતા.

નોટની છપાઇનું વર્ષ જુઓ

નોટની છપાઇનું વર્ષ જુઓ

નોટની પાછળ નોટની છપાઇનું વર્ષ હોય છે.

 ફુલ પર અડધુ 100 જુઓ

ફુલ પર અડધુ 100 જુઓ

નોટની પાછળ ફુલ બનેલ હોય છે જેને દુરથી જોવા પર તેમાં સંપૂર્ણ 100 નો આંકડો જોઇ શકાય છે.

કેવી રીતે નક્કી કરશો કે 500ની નોટ અસલી છે કે નકલી!

કેવી રીતે નક્કી કરશો કે 500ની નોટ અસલી છે કે નકલી!

જુઓ તસવીરોમાં...જુઓ તસવીરોમાં...

English summary
Just by giving some extra attention you save of been the victim of fake currency.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X