અમેરિકામાં કેટલી છે 1 લીટર પેટ્રોલની કિંમત? જાણો ભારતની સરખામણીમાં કેટલા છે ભાવ?
ભારતમાં લોકો મોંઘવારીથી પરેશાન છે અને સતત વધી રહેલા પેટ્રોલના ભાવે લોકોને બેહાલ કર્યા છે. આ સ્થિતીમાં તમને સવાલ થાય કે ભારતની સરખામણીમાં અમેરિકામાં પેટ્રોલના ભાવ કેવા હશે?
પેટ્રોલનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં વિવિધ વાહનોમાં થાય છે, પરંતુ તેની કિંમત દરેક જગ્યાએ અલગ-અલગ છે અને સતત બદલાતી રહે છે.

આપણા દેશ ભારતમાં અલગ-અલગ રાજ્યો પેટ્રોલ પર પોતપોતાના હિસાબે ટેક્સ લગાવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ભારત જ નહીં દુનિયાભરની સરકારો તેના પર ટેક્સ લગાવીને પોતાની તિજોરી ભરે છે.
વિશ્વના જુદા જુદા દેશોમાં પેટ્રોલના ભાવ અલગ-અલગ હોય છે. ભારતમાં પેટ્રોલના ભાવ અવારનવાર બદલાતા રહે છે. આ ફેરફારો બહારથી તેલની ખરીદી અને ટેક્સ પર પણ આધાર રાખે છે.
જણાવી દઈએ કે હાલમાં અમેરિકામાં એક લીટર પેટ્રોલ 0.96 ડોલરમાં મળે છે. જો ભારતીય રૂપિયામાં જોઈએ તો આ પેટ્રોલ 80 રૂપિયા પ્રતિ લીટર થાય છે. ભારતમાં અલગ-અલગ રાજ્યોમાં પેટ્રોલના અલગ-અલગ ભાવ છે, જે સરેરાશ 90 રૂપિયાથી વધુ છે. કેટલાક શહેરોમાં આ ભાવ 100 રૂપિયાને પાર પણ છે.












Click it and Unblock the Notifications
