20,30 અને 50 વર્ષ પછી કેટલી હશે મોંઘવારી? જાણો એક કરોડમાં ક્યારે શું આવશે?
મોંઘવારી દિવસે દિવસે વધી રહી છે. લોકોને ગુજારો કરવો મુશ્કેલ પડી રહ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે આજથી 55 વર્ષ પહેલા માત્ર એક રૂપિયામાં મળતી ફિલ્મની ટિકિટ આજે 300 રૂપિયામાં મળે છે.
આ સ્થિતીમાં એક સવાલ એ થાય કે આવનારા વર્ષોમાં મોંઘવારી કેટલી વધશે? આજે આપણે આવનારા વર્ષોમાં કેટલો વધારો થશે તેનો એક અંદાજ જણાવવાના છીએ.

આજે એક કરોડ રૂપિયા સામાન્ય રકમ થઈ ગઈ છે. અમદાવાદ શહેરોમાં સારો ફ્લેટ લેવામાં જ આટલા રૂપિયા ખર્ચાઈ જાય છે. આજે આપણે આવનારા સમયમાં 1 કરોડમાં શું આવશે તે જાણીશું.
સૌથી પહેલા એ સમજીએ કે તમે SIP દ્વારા 1 કરોડનું રોકાણ કેવી રીતે કરી શકો છો? તમે મ્યુચ્યુઅલ ફંડમાં 10,000ની SIP કરો છો અને તેમાં 12 ટકા વળતર મળે તો 20 વર્ષ પછી વ્યાજ સહિત તમારું કુલ રોકાણ 1 કરોડ હશે.
જો તમારું રોકાણ 20 વર્ષમાં 1 કરોડ રૂપિયાનું છે, તો તેની કિંમત આજની જેમ નહીં હોય. જો ફુગાવાનો દર 6 ટકા માનવામાં આવે તો 20, 30 અને 50 વર્ષમાં તમારા 1 કરોડની કિંમત સરખી નહીં હોય.
આજના મોંઘવારી દરને ધ્યાનમાં રાખીને ગણતરી કરો તો 20 વર્ષ પછી તમારા 1 કરોડ રૂપિયાની કિંમત ઘટીને 31.18 લાખ રૂપિયા થઈ જશે.
મોંઘવારી સમયની સાથે વધી રહી છે. આ સ્થિતિમાં 30 વર્ષ પછી તમારા 1 કરોડ રૂપિયાની કિંમત આજના હિસાબે 17.41 લાખ રૂપિયા હશે.
50 વર્ષ પછી 1 કરોડ રૂપિયાનું મૂલ્ય આજની દ્રષ્ટિએ નોંધપાત્ર રીતે ઘટશે. તેથી 50 વર્ષ પછી મોંઘવારીની વધતી અસરને કારણે 1 કરોડ રૂપિયાની કિંમત માત્ર 5.43 લાખ રૂપિયા રહી જશે.












Click it and Unblock the Notifications
