For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો: દિવાળીમાં માં લક્ષ્મીને કેવી રીતે કરશો પ્રસન્ન?

By Staff
|
Google Oneindia Gujarati News

લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે દિવાળીથી વધુ સારો દિવસ કોઇ નથી હોતો. આ ભૌતિક યુગમાં સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય વિના માં લક્ષ્મીની કૃપા સંભવ નથી. અહીં અમે સૌભાગ્ય, સફળતા, અને મનવાંચ્છિત ફળોની પ્રાપ્તિ માટે કેટલાક સરળ ઉપાયો જણાવ્યા છે.

1). દિવાળીમાં પાંચ પર્વ હોય છે. ધનતેરસ, કાળીચૌદશ, દિવાળી,ગોવર્ધન પૂજા, અને ભાઇબીજ. આ પાંચ દિવસ દીવા જરૂરથી પ્રગટાવો.

તમામ મુસિબતોથી છુટકારો મેળવવા દિવાળીમાં કરો આ ઉપાય

2). દિવાળીના દિવસે વહેલી સવારે પીત્તળ અને તાંબાના લોટામાં શુદ્ધ પાણી ભરીને તેમા થોડી હળદર ઓગાળીને પૂજામાં રાખો, પૂજા બાદ આ પાણીને આખાય ઘરમાં છાંટો, ત્યારબાદ બચેલુ જળ તુલસી અથવા તો કેળાના છોડમાં પ્રવાહિત કરી દો.

દિવાળી ખાસ બનાવવા માટે ઘરે બનાવો આ બરફીઓ

3). દિવાળીની પૂજા દરમ્યાન જો તમે તમારી પત્નીને કોઇ લાલ વસ્ર ઉપહારમાં આપશો, તો નિશ્ચિત તમારા પર લક્ષ્મીની કૃપા બનેલી રહેશે. અને કોશિષ કરો કે આ ઉપહાર તમારી પત્ની માટે સરપ્રાઇઝ હોય.

જાણો કેવી રીતે બજેટમાં રહીને મનાવશો દિવાળી

4). દિવાળીની રાત્રે ઘરના દરેક ખૂણાના મુખ્ય દ્વાર ઉપર ઘઉંની ઢગલી બનાવીને તેના ઉપર શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો. ધ્યાન રાખો કે દીવો રાત દરમ્યાન પ્રજ્વલિત રહે.

આગળની વધુ કેટલીક વાતો સ્લાઇડરમાં જાણો.

કપૂર પ્રજ્વલિત કરો

કપૂર પ્રજ્વલિત કરો

દિવાળીની રાત્રે કપૂરને પ્રગટાવો, ત્યારબાદ જે રાખ પ્રાપ્ત થાય તેને લાલ રૂમાલમાં બાંધીને તિજોરી/ધન સ્થાનમાં રાખો. તેનાથી વ્યાપારમાં સફળતા મળતી રહેશે.

સોપારી અને તાંબાનો સિક્કો

સોપારી અને તાંબાનો સિક્કો

દિવાળીની સાંજે એક સોપારી અને તાંબાનો સિક્કો લઇને પીપળના ઝાડ સુધી જાવ, પીપળના ઝાડને પ્રણામ કરીને પોતાની ઇચ્છા કહો, ત્યારબાદ સોપારી અને તાંબાનો સિક્કો અર્પિત કરીને શીશ ઝુકાવીને પરત ફરો.

બુંદીના લાડુ

બુંદીના લાડુ

દિવાળીની સાંજે અને ત્યારબાદ દરેક બુધવારે સાત બુંદીના લાડુ લાવીને તેને ગૃહ સ્વામિના માથા પરથી સાત વખત ઉતારીને ઘરની બહાર રાખી દો, તેનાથી ગૃહ સ્વામિની ઉંમરમાં વધારો થશે.

સુંગધિત ધુપ અને અગરબત્તી

સુંગધિત ધુપ અને અગરબત્તી

દિવાળીના દિવસે કોઇ પણ મંદિરમાં માં લક્ષ્મીને સુંગધીત ધુપ અગરબત્તી અર્પિત કરો.

કાળા તલ

કાળા તલ

દિવાળીની રાત્રે પરિવારના દરેક સદસ્યની ઉપરથી કાળા તલ સાત વખત ઉતારીને તેને ઘરની ઉત્તર દિશામાં ફેંકી દો. તેનાથી ધન હાનિ બંધ થશે.

કંકુનું સ્વસ્તિક

કંકુનું સ્વસ્તિક

દિવાળીના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર કંકુથી સ્વસ્તિક બનાવો. ત્યારબાદ ચોખાની એક ઢગલી બનાવીને તેની ઉપર એક સોપારી પર નાળાછડી બાંધીને મૂકી દો. આ ધન પ્રાપ્તિનો અચુક પ્રયોગ છે.

પૂર્વજોને યાદ કરો

પૂર્વજોને યાદ કરો

દીવાળીની રાત અમાસની રાત હોય છે. આ દિવસે પોતાના પૂર્વજોને અવશ્ય યાદ કરો. સવારે તેમનુ તર્પણ કરીને કોઇ ગરીબ કે વૃદ્ધને ભોજન કરાવો.

કાચુ સુતર

કાચુ સુતર

જો તમારા વેપાર અને નોકરીમાં ઉન્નતિ ના થતી હોય તો, દિવાળીની રાત્રે કાચુ સુતર લઇને તેને શુદ્ધ કેસરથી રંગીને ભાઇબીજના દિવસે માં લક્ષ્મીનું સ્મરણ કરીને તેને વ્યાપારના સ્થળે બાંધી દો. આ પ્રયોગથી વેપારમાં નિશ્ચિત રૂપે ઉન્નતિ થશે.

મીઠુ દહીં

મીઠુ દહીં

દિવાળીની રાત્રે વ્યાપારિક સ્થળે જ્યારે પૂજા કરવા માટે જાવ ત્યારે ઘરની બહાર મીઠુ દહીં ખાઇને નીકળો, ત્યારબાદ લક્ષ્મી પૂજન કરો.

ભાઇબીજ

ભાઇબીજ

ભાઇબીજના દિવસે એક મુઠ્ઠી ચોખા વહેતા પાણીમાં માં લક્ષ્મીનું સ્મરણ કરીને પ્રવાહિત કરી દેવા જોઇએ.

English summary
Diwali is favorite festival of Goddess Lakshmi, lets see some easy rituals to please goddess Lakshmi. Have a look.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X