Video : કોકના ખાલી ટીનની મદદથી કાર ચોરી સામે ચેતો
જો આપ કારના માલિક હોવ તો અહીં આપને ચેતવતો વિડિયો છે જે આપે ખાસ જોવો જોઇએ. તમારી વસ્તુઓનું ધ્યાન કેવી રીતે રાખવું તે આ વિડિયો જોઇને નક્કી કરજો.
આ વિડિયોમાં એક કાર ચોરને દર્શાવવામાં આવ્યો છે. આ ચોરને અન્ય ચોરોથી અલગ પાડે છે તેની કાર ચોરવાની તરકીબ અને અંદાજ જે અન્યો પાસેથી નથી હોતો. કારના માલિકે આ બાબત જાણીને ભવિષ્યમાં પોતાની કાર આવી રીતે ના ચોરાઇ જાય અને છેતરાઇ ના જવાય તે બાબતે ચેતવું જોઇએ.
સામાન્ય રીતે મોટા ભાગની કાર્સ એવા સમયે ચોરવામાં આવે છે જ્યારે કારના માલિક તેની કાર પાસે હોતા નથી. પરંતુ આ વિડિયોમાં ચોર કારના માલિકની હાજરીમાં કાર ચોરીને ચાલ્યો જાય છે.
સોથી ખરાબ બાબત એ બની કે કાર માલિકની નજરોની સામે કાર ચોરાઇ છતાં તેઓ કશું જ કરી શક્યા નથી. તેઓ અચંબિત અને અસહાય નજરે પડે છે. આ બધું એટલી ઝડપથી થાય છે કે જો પોલીસ ચોરને પકડીને કાર માલિકની સામે લાવે તો પણ કાર માલિક તેને ઓળખી શકે એમ નથી.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/2r9VW0nTTrk" frameborder="0" allowfullscreen></iframe></center>












Click it and Unblock the Notifications
