For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભીડમાં કોઇ પણ વ્યક્તિને શોધી આપશે આ સોફ્ટવેર!!!

|
Google Oneindia Gujarati News

ફિલ્મોમાં આપે અનેકવાર જોયું હશે કે પોલીસથી ભાગતો ફરતો ગુનેગાર પોલીસની આંખોમાં ધૂળ ઝોંકીને ભીડવાળી જગ્યામાં ધૂસી જાય છે અને પોલીસની નજરોમાંથી ગુમ જઇ પોતાનો બચાવ કરવામાં સફળ રહે છે. હવે આવા અપરાધીઓ માટે ભીડનો આસરો લઇને ગુમ થવું અશક્ય બનશે. કારણ કે હવે એક એવું સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે જે વ્યક્તિને ગમે તેની ભીડમાં પણ શોધી શકે છે.

સંશોધન કર્તાઓએ એવું સોફ્ટવેર વિકસાવ્યું છે જે ભીડમાં દરેક વ્યક્તિને અલગ કરીને ઓળખી શકે છે. વર્તમાન સમયમાં આઇડી ટ્રેકર નામનું આ સોફ્ટવેર પશુઓનો પીછો કરવામાં સફળ રહ્યું છે.

crowd

આ સોફ્ટવેર અલગ અલગ પશુઓની ઓળખ તેમના વિશેષ આકાર, બનાવટ, પગના નિશાનના માધ્યમથી કરે છે. સ્પેનિશ નેશનલ રિસર્ચ કાઉન્સિલ (સીએસઆઇસી)ના અલફોંસો પેરેજ એસ્કૂડેરોનું આ અંગે કહેવું છે કે 'આ સોફ્ટવેરને માણસોની શોધ લગાવવા માટે ખૂબ જલ્દીથી પ્રયોગમાં લાવવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા પ્રયાસ બાદ અમે વિકસાવેલું આ સોફ્ટવેર ભીડમાં પણ લોકોની ઓળખ કરવામાં સક્ષમ રહેશે.'

સીએસઆઇસીના ગોંજાલો જી ડે પોલાવિએજાએ જણાવ્યું કે 'આગળ જઇને આ વિધિ જુદી જુદી વ્યક્તિઓના સ્વભાવને સમજવામાં મદદગાર સાબિત થશે. સંશોધનકર્તા આ સોફ્ટવેરનો પ્રયોગ માછલીઓ, કીડીઓ, ઉંદરો સહિત અનેક પ્રકારના પશુઓ પર કરી ચૂક્યા છે. આ પ્રયોગના સકારાત્મક સંકેતો મળ્યા છે.' આ સંશોધન સાયન્સ મેગેઝિન 'નેચર મેથડ્સ'માં પ્રકાશિત થયો છે.

English summary
ID tracker will soon help to find people in crowdy area.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X