For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લગ્ન તૂટતા બચાવવા હોય તો આ વસ્તુઓ પર આપો ધ્યાન

તમારા લગ્ન ડિવોર્સ સુધી પહોંચી ગયા હોય તો તમારે એક વાર ફરીથી નીચે જણાવેલ અમુક મુદ્દાઓ વિશે વિચારવાની જરૂર છે.

|
Google Oneindia Gujarati News

જરૂરી નથી કે લગ્ન બાદ બધા કપલનુ જીવન ખૂબ જ સુખદ જ હોય. જે સંબંધમાં પ્રેમ હોય ત્યાં તકરાર પણ થતી રહે છે. જો તમે તમારા પાર્ટનરને પ્રેમ કરતા હોય અને પોતાના સંબંધનુ સમ્માન કરતા હોય પરંતુ તેમછતાં તમારા લગ્ન ડિવોર્સ સુધી પહોંચી ગયા હોય તો તમારે એક વાર ફરીથી અમુક મુદ્દાઓ વિશે વિચારવાની જરૂર છે. તમારે મેરેજ કાઉન્સિલર સાથે પણ વાત કરવી જોઈએ.

આ વસ્તુઓ પર આપો ધ્યાન

આ વસ્તુઓ પર આપો ધ્યાન

લગ્નનો નિર્ણય તમે બંનેએ મળીને લીધો હતો, હવે જ્યારે થોડી મુશ્કેલીઓ આવી રહી છે તો તમારે સાથે જ તેનો સામનો કરવો જોઈએ. જો તમે દિલથી આ સંબંધમાં રહેવા ઈચ્છતા હોય તો તમારા લગ્નને તૂટતા બચાવવા માટે આ વાતો પર ધ્યાન જરૂર આપો.

પહેલ કરવી જરૂરી

પહેલ કરવી જરૂરી

લોકોની એ આદત હોય છે કે જ્યારે પરસ્પર સંબંધ બગડવા લાગે ત્યારે તે પોતાના દોસ્તો અને સંબંધીઓની સામે પોતાના પાર્ટનરની બુરાઈ કરવાની શરૂ કરી દે છે. તમે એના બદલે બીજા સામે પોતાના પાર્ટનરની ખૂબીઓ જણાવો અને પ્રશંસા કરો. તમે એમની આ ક્વૉલિટી જોઈને તેમની સાથે આખુ જીવન વીતાવવાનો નિર્ણય કર્યો હતો. હવે બીજા સામે તેમની છબી બગાડવાનુ કામ ન કરો.

રોમાન્સ ઘટવા ન દો

રોમાન્સ ઘટવા ન દો

લગ્ન બાદ જ્યારે સમય પસાર થતો જાય ત્યારે લોકોને પોતાનુ જીવન નીરસ લાગવા લાગે છે. તમે તમારા દામ્પત્ય જીવનમાંથી રોમાન્સ ઘટવા ન દેશો. એકબીજાની પ્રશંસા કરો. સંબંધની ઉષ્મા ઘણી મુશ્કેલીઓ પાર કરવામાં મદદ કરે છે.

પોતાની અપેક્ષા ઘટાડો

પોતાની અપેક્ષા ઘટાડો

લગ્ન બાદ પોતાના પાર્ટનર પાસે અપેક્ષા રાખવી વાજબી છે પરંતુ જો તમે તમારો જીવનસાથી તમારા અનુસાર ભૂમિકા ન નિભાવી રહ્યો હરોય તો તેનો સપોર્ટ કરો નહિ કે ડિવોર્સ લેવાનુ નક્કી કરો. દરેક વ્યક્તિ પરફેક્ટ નથી હોતો. સંબંધમાં ઢળવા અને સ્થિતિને સમજવામાં બધા પોતાની રીતે સમય લે છે. તમે તમારી અપેક્ષાઓેને થોડી ઘટાડો અને તેમનો સાથ આપો.

સંબંધમાં પ્રેમ, સમ્માન અને સહાનુભૂતિ

સંબંધમાં પ્રેમ, સમ્માન અને સહાનુભૂતિ

લગ્ન બાદ પતિ પત્ની વચ્ચે પ્રેમ અને સમ્માન હોવુ ખૂબ સારી વાત છે. પરંતુ આ સાથે તમારા બંનેના દિલમાં એકબીજા માટે સહાનુભૂતિનો ભાવ હોવો પણ જરૂરી છે. દિવસભરના કામકાજ બાદ તમે બંને થાક અનુભવશો કે પછી ઘરમાં મહેમાનોના ગયા બાદ બંને આરામ કરવા ઈચ્છશો. આવી સ્થિતિમાં જો કોઈ એક વધુ થાકેલુ હોય તો તેને આરામ કરવા દો અને બીજુ ઘરનુ બાકી વધેલુ કામ પૂરુ કરી લે.

અમદાવાદમાં કોરોનાના નવા 137 કેસ ઉમેરાયા, માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન 254 કરાયાઅમદાવાદમાં કોરોનાના નવા 137 કેસ ઉમેરાયા, માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન 254 કરાયા

English summary
If there are still feelings of love and affection then you should work on the relationship before deciding on divorce.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X