For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શંકાશીલ અને ગુસ્સાવાળા છે તમારા પાર્ટનર તો એવી રીતે સ્થિતિ કરો હેન્ડલ

કોઈ એક વ્યક્તિનો પણ ડોમિનેટિંગ નેચર સંબંધને નષ્ટ કરી શકે છે, જાણો કે આ સ્થિતિમાં તમે શું કરી શકો છો.

|
Google Oneindia Gujarati News

રિલેશનશીપમાં પ્રેમ અને સમ્માન હોવુ બહુ જરૂરી હોય છે. જ્યાં વ્યક્તિને આ બંને વસ્તુઓ નથી મળતી ત્યાં તેનો દમ ઘૂંટવા લાગે છે. ઘણા સંબંધોમાં જોવામાં આવ્યુ છે કે પાર્ટનરનો સંબંધ બરાબરીનો નથી, તેમાંથી એક વધુ હાવી રહે છે. જો તમારો પાર્ટનર તમારા પર દબાણ બનાવે છે કે તેને બતાવીને કોઈ પણ જગ્યાએ જાઓ, કોઈને મળવા જઈ રહ્યા છો તો તેની માહિતી તેને પહેલા આપો, તેની હાજરીમાં જ તમે કોઈ બીજી વ્યક્તિ સાથે વાત ના કરો તો તેનો અર્થ સ્પષ્ટ છે કે તમે તેના પર હાવી થવા ઈચ્છો છો. આ રીતના રિલેશનશિપમાં પ્રેમ હોવા છતાં બંનેનો સાથ લાંબો નથી ચાલી શકતો. કોઈ એક વ્યક્તિનો પણ ડોમિનેટિંગ નેચર સંબંધને નષ્ટ કરી શકે છે, જાણો કે આ સ્થિતિમાં તમે શું કરી શકો છો.

પોતાની વાત સમજાવો

પોતાની વાત સમજાવો

આજકાલના સમયમાં કપલ્સ વચ્ચે ટ્રસ્ટ ઈશ્યુ બહુ વધુ જોવા મળે છે. પાર્ટનરનો બિઝી આવવો, તેના ઑનલાઈન રહેવા, ઘરથી બહાર જવા પર તેની વફાદારી પર શંકા કરવામાં આવે છે. આ શંકાનુ લેવલ એટલુ વધી જાય છે કે તે પોતાને માનસિક તથા શારીરિક રીતે પણ કષ્ટ પહોંચાડે છે. વ્યક્તિ પોતાને આ શંકાના કારણે પાર્ટનર પર દબાણ બનાવે છે કે તે પણ કરે તેની માહિતી પહેલા તેને આપે. જો તમારો પાર્ટનર પણ આ રીતની સ્થિતિ ઉત્પન્ન કરી રહ્યો હોય તો તેને વિશ્વાસ અપાવવા અને સમજાવવાની જરૂર છે. તેને સમય આપો અને બતાવો કે તમે કંઈ ખોટુ નથી કરી રહ્યા.

પોતાની પર્સનલ સ્પેસ પણ છે જરૂરી

પોતાની પર્સનલ સ્પેસ પણ છે જરૂરી

જો તમારો પાર્ટનર શંકા કરવાની આદતના કારણે દબાણ અને ઘૂટન અનુભવાય તો આના વિશે તમે તમારા પાર્ટનર સાથે વાત કરો અને તેને પોતાના પર્સનલ સ્પેસની માંગ કરો. તમારે એ સમજવુ પડશે કે સંબંધને બચાવી રાખવા માટે તમારે જ પ્રયત્ન કરવો પડશે. તમે બંને અલગ અલગ વ્યક્તિ છો અને તમે બંનેની આ સંબંધ ઉપરાત પણ જીંદગી છે. તમારા બંનેને પર્સનલ સ્પેસ હોવી જોઈએ. તમે તેમને સમજાવો કે તમારી અંગત વસ્તુઓને બદલવાનો પ્રયત્ન ના કરે.

આ પણ વાંચોઃ બ્લેક સ્વિમસૂટમાં સની લિયોને પૂલમાં મચાવી હલચલ, ફોટાએ લગાવી આગઆ પણ વાંચોઃ બ્લેક સ્વિમસૂટમાં સની લિયોને પૂલમાં મચાવી હલચલ, ફોટાએ લગાવી આગ

તમારી પસંદને પણ આપે મહત્વ

તમારી પસંદને પણ આપે મહત્વ

ઘણી વાર પાર્ટનર આટલા વધુ હાવી થઈ જાય છે કે તે દરેક વાતમાં માત્ર પોતાનુ મંતવ્ય રાખે છે અને તેને જ અંતિમ નિર્ણય માની લે છે. ઘર ખર્ચ હોય, ફરવાનુ હોય કે પછી રેસ્ટોરન્ટમાં જમવાનો ઑર્ડર, નાનીથી મોટી વસ્તુઓમાં તે પોતે જ નિર્ણય લે છે. આ રીતના કપડા ના પહેરો, પોતાના દોસ્ત સાથે વાત ના કરો, એ જગ્યાએ ના જાવ વગેરે ઘણા પ્રકારના પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે. પોતાના પાર્ટનરને જણાવો કે તે જાણતા અજાણતામાં જ વાતો બોલી દે છે પરંતુ તે તમારા નિર્ણયને પણ મહત્વ આપે.

લો કાઉન્સિલરની મદદ

લો કાઉન્સિલરની મદદ

માત્ર લવ રિલેશનશિપમાં જ નહિ પરંતુ દામ્પત્ય જીવનમાં પણ શંકાશીલ અને ગુસ્સાવાળા પાર્ટનર મળી જાય છે. પતિ કે પત્ની વચ્ચે સંબંધમાં સંતુલન ના હોવાથી ઘરના બધા નિર્ણય કોઈ એક જ લે છે. લગ્નનો આ સંબંધ છૂટાછેડા સુધી પહોંચી જાય તે પહેલા તમે કાઉન્સિલરનો મદદ લો.

સ્થિતિ હાથમાંથી નીકળવા લાગે ત્યારે શું કરશો

સ્થિતિ હાથમાંથી નીકળવા લાગે ત્યારે શું કરશો

જો પાર્ટનરના શંકાશીલ સ્વભાવના કારણે તમને માનસિક હેરાનગતિ થઈ રહી હોય કે કોઈ શારીરિક નુકશાન પણ થઈ રહ્યુ હોય તો સંબંધ તોડી લેવામાં જ ભલાઈ છે. તમે પાર્ટનરની આ આદતો વિશે તેના માતાપિતા અને નજીકના દોસ્તોને બતાવો. તેમની મદદથી પોતાના પાર્ટનરને સમજાવવાની કોશિશ કરો. જો સ્થિતિ અનિયંત્રિત થઈ જાય તો પોલિસની મદદ લેવાની પણ ચૂકશો નહિ.

English summary
If your partner pushes you around, is demanding or controlling, read on to learn how to deal with it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X