For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લગ્ન પહેલા જ આ સવાલો પૂછી લેશો તો પાછળથી પસ્તાવુ નહિ પડે

લગ્નનો નિર્ણય લેતા પહેલા એકબીજાને જાણવા બહુ જરૂરી હોય છે. બંનેને એકબીજા માહિતી હોવી જોઈએ. એવા અમુક સવાલ હોય છે જે લગ્ન પહેલા પૂછવા સારા છે.

|
Google Oneindia Gujarati News

લગ્નને સમાજનો એક બહુ મોટો સંસ્કાર માનવામાં આવે છે. આમાં માત્ર એક છોકરો અને એક છોકરી જ બંધનમાં નથી બંધાતા પરંતુ બંનેના પરિવાર એક થઈ જાય છે. આ જ કારણ છે કે લગ્ન સાથે જોડાયેલી કોઈ પણ વાતને નજરઅંદાજ કરવી યોગ્ય નથી. લગ્નનો નિર્ણય લેતા પહેલા એકબીજાને જાણવા બહુ જરૂરી હોય છે. બંનેને એકબીજા માહિતી હોવી જોઈએ જેથી આગળ જઈને કોઈ મુદ્દે વિવાદ ના થાય.

એવા કયા સવાલ છે જેને લગ્ન પહેલા પાર્ટનરને પૂછવા

એવા કયા સવાલ છે જેને લગ્ન પહેલા પાર્ટનરને પૂછવા

એવા અમુક સવાલ હોય છે જે લગ્ન પહેલા પૂછવા સારા છે. એ તમને તમારા થનારા જીવનસાથી વિશે જાણવામાં મદદ કરે છે અને આનાથી લગ્ન વિશે પોતાનો અંતિમ નિર્ણય લેવામાં પણ સરળતા રહે છે. જાણો એવા કયા સવાલ છે જેને લગ્ન પહેલા પોતાના પાર્ટનરને પૂછી લેવા સારુ રહે છે.

તમારા પર લગ્ન માટે કોઈ દબાણ તો નથી ને?

તમારા પર લગ્ન માટે કોઈ દબાણ તો નથી ને?

ઘણી વાર ઉંમરનુ ફેક્ટર કે બીજી કારણોથી છોકરો કે છોકરી પર લગ્ન માટે દબાણ બનાવવામાં આવે છે. તમારે જે વ્યક્તિ સાથે જીવનભરની સફર નક્કી કરવાની છે તેને એક વાર પૂછી લો આ લગ્ન વિશે તેના પર કોઈ પ્રેશર તો નથી. તેમનાથી એ પણ જાણી લો કે ક્યાંક તો કોઈ બીજાને તો પસંદ નથી કરતા અને પરિવારના કારણે તે આ લગ્ન કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ BOX OFFICE: આયુષ્માન ખુરાનાની ‘બાલા'નો વર્લ્ડવાઈડ ધમાકો, 100 કરોડને પારઆ પણ વાંચોઃ BOX OFFICE: આયુષ્માન ખુરાનાની ‘બાલા'નો વર્લ્ડવાઈડ ધમાકો, 100 કરોડને પાર

શું લગ્ન બાદ પણ જૉબ ચાલુ રાખી શકો છો?

શું લગ્ન બાદ પણ જૉબ ચાલુ રાખી શકો છો?

આ સવાલ ખાસ કરીને છોકરીઓએ પોતાના પાર્ટનરને પૂછવો જોઈએ. તમે તમારા ભવિષ્યની યોજનાઓ વિશે તેમની સાથે વાત કરો. તમે લગ્ન બાદ પૂર્ણ રીતે ઘર સંભાળવાની ઈચ્છા રાખો છો કે પછી પોતાની નોકરીને ચાલુ રાખવા ઈચ્છો છો? શું તમારા થનારા પતિ તમારી જૉબ માટે સહજ છો? શું તે તમારા કરિયર માટે ઉત્સાહિત છો લગ્ન બાદ શું તે તમને પોતાનુ સમર્થન આપવા માટે તૈયાર છો? આ મુદ્દે અવશ્ય વાત કરો.

રોમાન્સ અંગે તેમનુ શું મંતવ્ય છે?

રોમાન્સ અંગે તેમનુ શું મંતવ્ય છે?

લગ્ન પહેલા રોમાન્સ અને શારીરિક સંબંધો વિશે લોકો વાત કરવાનુ ટાળે છે. તેમને આ વાત કરવી અસહજ લાગે છે અને એટલા માટે આ વિષયને તે નજરઅંદાજ કરવાનુ જ યોગ્ય સમજે છે. અમુક મુલાકાતો અને વાતચીત બાદ તમે પોતાના પાર્ટનરને પૂછી શકો છો કે તે કેટલા રોમેન્ટીક છે. સાથે જ ફિઝિકલ રિલેશન વિશે તે શું વિચારે છે.

અલગ અલગ વસ્તુઓ વિશે તમારી પસંદ નાપસંદ શું છે?

અલગ અલગ વસ્તુઓ વિશે તમારી પસંદ નાપસંદ શું છે?

તમે જે વ્યક્તિ સાથે પોતાના આવનારા ભવિષ્યનો નિર્ણય કરવાના છો તેના વિશે જેટલી માહિતી મેળવી લેશો તેટલી સારી રહેશે. તમે તમારી આદતો અને શોખ વિશે જાણો. પોતાનો રજાનો દિવસ કેવી રીતે પસાર કરવાનુ પસંદ કરો છો. તેમને ફરવાનુ ગમે છે કે નહિ. તેમને કયા પ્રકારનુ જમવાનુ ગમે છે. આ નાના નાના સવાલ જવાબથી તમારા દામ્પત્ય જીવનની ગાડીને આગળ વધારવામાં જરૂર મદદ મળશે.

તમે ફેમિલી પ્લાનિંગ વિશે શું વિચારો છો?

તમે ફેમિલી પ્લાનિંગ વિશે શું વિચારો છો?

ફેમિલી પ્લાનિંગ વિશે વાત કરવી બહુ જરૂરી છે. તમે પોતાના પાર્ટનરના મનની વાત જરૂર જાણે કે તે લગ્ન બાદ પોતાના કરિયર પર ધ્યાન આપવા ઈચ્છે છે, એકબીજીને સમય આપવા ઈચ્છે છે કે પછી તરત જ બાળકનુ પ્લાનિંગ ઈચ્છે છે. લગ્ન બાદ તે હનીમૂન પર જવા ઈચ્છે છે કે પછી આના માટે પણ તે સમય ઈચ્છે છે. વાતચીત કરવાથી તમે અંદાજ લગાવી શકશો તે આ બધા વિષયો પર તમારા બંનેના વિચાર મળે છે કે નહિ. તેમના જવાબથી તમે સમજી શકશો કે લગ્ન બાદ તાલમેલ બેસાડવામાં તમને બંનેને કેટલો સમય લાગશે.

English summary
ask some important questions to your partner before maariage
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X