• search

નરેન્દ્ર મોદી મોદીને મારવાની ધમકી આપનાર નેતાની ધરપકડ

By Kumar Dushyant

ગાંધીનગર, 21 માર્ચ: લોકસભાની ચૂંટણીના પડઘમ શરૂ થઇ ગયા છે. લોકસભા ચૂંટણી નજીક આવતાં જ રાજકીય પાર્ટીઓ મતદારોને આકર્ષવા માટે કવાયતમાં જોડાઇ ગઇ છે. જે પાર્ટી સરકારમાં છે તે પોતાની ઉપલબ્ધિઓ ગણાવામાં લાગી છે તો વિપક્ષી પાર્ટીઓ લોકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનું સપનું બતાવી રહી છે. અને આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઇ ગયો છે. ત્યારે અમે વનઇન્ડિયા પર દિવસ દરમિયાન બનતી રાજકીય ઘટનાઓ, નિવેદનો અંગે સતત અપડેટ રાખીશું.

દિવસ દરમિયાન રાજકીય પટલ શું બની રહ્યું છે? તે જાણવા માટે માટે વનઇન્ડિયા પર સતત અપડેટ સમાચારો જાણવા સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ.

મોદીને ધમકી આપનાર નેતાની ધરપકડ

મોદીને ધમકી આપનાર નેતાની ધરપકડ

સહારનપુર: કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ઇમરાન મસૂદને નફરત ફેલાવનાર ભાષણના આરોપમાં શનિવાર ધરપકડ કરવામાં આવી છે. પોતાના આ ભાષણમાં ઇમરાન મસૂદે નરેન્દ્ર મોદીની બોટી-બોટી અલગ કરી દેવાની વાત કહી હતી.

આ મુદ્દે તેમના વિરૂદ્ધ પ્રાથમિકી દાખલ કરવામાં આવી હતી અને આ નિવેદન માટે ઇમરાન મસૂદ વિરૂદ્ધ કાર્યવાહીની માંગણી થઇ રહી છે. પોલીસે જણાવ્યું હતું કે ઇમરાન મસૂદની આજે સવારે ધરપકડક કરવામાં આવી હતી.

અરવિંદ કેજરીવાલને યુવકે ઝિંક્યો તમાચો

અરવિંદ કેજરીવાલને યુવકે ઝિંક્યો તમાચો

હરિયાણા: આપના કદાવત નેતા અરવિંદ કેજરીવાલેન હરિયાણામાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક વ્યક્તિએ થપ્પડ ચોડી દિધી હતી. આ ઘટના સામે આવ્યા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે વિરોધી ભલે તેમના પર હુમલા કરતાં રહે પરંતુ તે તેમના પર હાથ નહી ઉઠાવે.

અરવિંદ કેજરીવાલે શુક્રવારે સાંજે હરિયાણાના ચરખી-દાદરીમાં રોડ શો કરી રહ્યાં હતા. ત્યારે ભીડમાંથી કોઇ વ્યક્તિએ તેમને થપ્પડ ચોડી દિધી હતી. ઘટના બાદ અફરા-તફરી મચી ગઇ હતી. ગુસ્સે ભરાયેલા આપના કાર્યકર્તાઓએ હુમલો કરનાર વ્યક્તિની ધોલાઇ કરી હતી.

બાગપતમાં આજે મોદી અને અખિલેશ આમને-સામને

બાગપતમાં આજે મોદી અને અખિલેશ આમને-સામને

મેરઠ: બાગપત જિલ્લામાં આજે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી બડૌતના જનતા વૈદિક કોલેજમાં પાર્ટીની ચૂંટણી જનસભા સંબોધિત કરશે, તો બીજી તરફ બડૌતમાં દિગમ્બર જૈન ડિગ્રી કોલેજના મેદાનમાં મુખ્યમંત્રી અખિલેશ યાદવ પાર્ટી ઉમેદવારના પક્ષમાં આયોજીત ચૂંટણી જનસભાને સંબોધિત કરશે.

ભાજપના પશ્વિમી ઉત્તર પ્રદેશના પ્રવક્તા આલોક સિસોદિયાએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સવારે 10 વાગે જનસભા સ્થળ પર પહોંચીને જનસભાને સંબોધિત કરશે. સમજવાદી પાર્ટીના પ્રવક્તા રાજીવ ત્યાગીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી અખિલેશ યાદવ બડૌતમાં સવારે 11 વાગે જનસભાને સંબોધિત કરશે.

સાબિર મુદ્દે ભાજપમાં ભડકો, નકવી અને સંઘે ઉઠાવ્યા સવાલ

સાબિર મુદ્દે ભાજપમાં ભડકો, નકવી અને સંઘે ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હી: ભાજપના વરિષ્ઠ નેતા અને પાર્ટીના ઉપાધ્યક્ષ મુખ્યતાર અબ્બાસ નકવીએ ટ્વિટ કરી ખળભળાટ મચાવી દિધો છે. બિહારમાં સત્તાધારી જેડીયૂમાંથી તગેડી કાઢવામાં આવેલા સાબિર અલીએ શુક્રવારે ભાજપનું સભ્યપદ ગ્રહણ કર્યા બાદ તરત જ અબ્બાસ નકવીએ ટ્વિટ કરી કહ્યું હતું કે આતંકવાદી ભટકલના મિત્રને અમે ભાજપમાં સામેલ કરી લીધી. જલદી જ દાઉદ ઇબ્રાહિમને પણ સામેલ કરીશું. આરઆરએસે પણ સાબિર અલીને ભાજપમાં સામેલ કરવા અંગે વિરોદ્ધ વ્યક્ત કર્યો હતો.

હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભાજપમાં સામેલ

હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભાજપમાં સામેલ

હરિયાણા: હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી હુકુમ સિંહ શુક્રવારે ભાજપમાં જોડાઇ ગયા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ પ્રો. રામબિલાસ શર્માની હાજરીમાં તે ભાજપમાં જોડાયા હતા. હુકુમ સિંહે કહ્યું હતું કે તેમની હાર્દિક ઇચ્છા છે કે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બને. એટલા માટે તેમને ભાજપનો પાલવ પકડ્યો છે.

English summary
Imran Masood, the Congress candidate from Saharanpur in West Uttar Pradesh who was filmed declaring that he will kill Narendra Modi, was arrested from his residence around 4 am today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more