For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2014માં ફક્ત 90 દિવસ જ ગુંજશે શરણાઇ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 જાન્યુઆરી: વર્ષ 2014માં કુલ 90 દિવસ જ શરણાઇ વાગશે. જૂન મહિનામાં સૌથી વધુ 17 દિવસ લગ્ન માટે શુભ છે, તો બીજી તરફ નવેમ્બર મહિનામાં માત્ર એક દિવસ વૈવાહિક સંયોગ છે. ગત વર્ષની સરખામણીએ ઓછા મૂહૂર્ત હોવાથી લોકોએ વધુ ભાગદોડ કરવી પડશે.

વર્ષ 2014માં લગ્નનું આયોજન કરનારાઓ માટે માત્ર 90 દિવસનો જ સંયોગ બને છે. ગત વર્ષે 126 દિવસના શુભ મૂહૂર્ત હતા. તેની અપેક્ષાએ આ વર્ષે લગ્નના મૂહૂર્તોની સંખ્યા ઓછી થઇ ગઇ છે. આ વર્ષે માત્ર 90 દિવસ જ લગ્નના મૂહૂર્ત છે.

જાન્યુઆરી મહિનાના મૂર્હૂત

જાન્યુઆરી મહિનાના મૂર્હૂત

આ વર્ષે જાન્યુઆરી મહિનામાં 11 દિવસ, 18 થી 28 જાન્યુઆરીના રોજ લગ્નના મૂર્હૂત છે.

ફેબ્રુઆરી મહિનાના મૂર્હૂત

ફેબ્રુઆરી મહિનાના મૂર્હૂત

આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં 3, 4, 8, 9, 10, 14, 15, 17, 18, 19, 20, 21, 22, 23, 24 તથા 26 ફેબ્રુઆરીના રોજ શુભ મૂર્હૂત છે. આ પ્રમાણે ફેબ્રુઆરીમાં 16 દિવસ જ શરણાઇ વાગી શકશે.

માર્ચ મહિનાના મૂર્હૂત

માર્ચ મહિનાના મૂર્હૂત

માર્ચ મહિનામાં માત્ર 7 દિવસ જ લગ્નના શુભ મૂર્હૂત છે. તેમાં 2, 3, 4, 7, 8, 9 તથા 14 માર્ચનો સમાવેશ થાય છે.

એપ્રિલ મહિનાના મૂર્હૂત

એપ્રિલ મહિનાના મૂર્હૂત

એપ્રિલ મહિનામાં લગ્ન કરવા માટે માત્ર 9 દિવસ જ શુભ મૂર્હૂત છે. 16, 17, 18, 19, 20, 21, 22, 26 તથા 27 એપ્રિલના રોજ લોકો લગ્નનું આયોજન કરી શકે છે.

મે મહિનાના મૂર્હૂત

મે મહિનાના મૂર્હૂત

મે મહિનામાં 15 દિવસ જ લગ્નના શુભ મૂર્હૂત છે. તેમાં 1, 2, 7, 8, 10, 11, 13, 15, 17, 19, 23, 24, 25, 29 તથા 30 મેના રોજ લગ્ન સમારોહનું આયોજન કરી શકાય છે.

જૂન મહિનાના મૂર્હૂત

જૂન મહિનાના મૂર્હૂત

જૂન મહિનામાં સૌથી વધુ 17 દિવસ લગ્નના શ્રેષ્ઠ મૂર્હૂત છે. તેમાં 4, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 19, 20, 21, 24, 25 તથા 26 તારીખે ધૂમધામથી શરણાઇ વગાડે શકો છો.

જુલાઇ મહિનાના મૂર્હૂત

જુલાઇ મહિનાના મૂર્હૂત

જુલાઇ મહિનામાં 5 દિવસનો યોગ છે. તેમાં 1, 2, 3, 4 તથા 5 જુલાઇના રોજ લગ્નનું આયોજન કરી શકો છો.

નવેમ્બર-ડિસેમ્બર મહિનાના મૂર્હૂત

નવેમ્બર-ડિસેમ્બર મહિનાના મૂર્હૂત

નવેમ્બર મહિનામાં માત્ર એક દિવસ 30 નવેમ્બરના રોજ લગ્નનો યોગ છે, જ્યારે વર્ષના અંતિમ મહિનામાં 9 દિવસનો યોગ બને છે. તેમાં 1, 2, 5, 6, 7, 12, 13, 14 તથા 15 ડિસેમ્બરના રોજ શરણાઇ વાગી શકે છે. ઓગષ્ટ અને સપ્ટેમ્બર તથા ઓક્ટોબર મહિનામાં લગ્નના આયોજન માટે કોઇ સંયોગ બનતો નથી.

English summary
In 2014 90 days of Marriage Muhurt.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X