For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દોસ્તને બ્રેકઅપમાંથી ઉગારવા માટે આ રીતે કરો તેની મદદ

બ્રેકઅપની પીડામાંથી પસાર થવુ સરળ વાત નથી પરંતુ જો તમારી પાસે દોસ્તોનો સાથ હોય તો પીડા થોડી ઘટી જાય છે.

|
Google Oneindia Gujarati News

બ્રેકઅપની પીડામાંથી પસાર થવુ સરળ વાત નથી પરંતુ જો તમારી પાસે દોસ્તોનો સાથ હોય તો પીડા થોડી ઘટી જાય છે. માત્ર એક દોસ્ત જ છે જે બ્રેકઅપ બાદ તમારુ દર્દ સમજી શકે છે. જો તમારા કોઈ દોસ્તનુ બ્રેકઅપ થઈ ગયુ હોય તો અમુક વાતોનુ ધ્યાન રાખીને તમે આ દર્દભરી સ્થિતિમાંથી ઉગરવા માટે તેની મદદ કરી શકો છો.

તેમની વાત સાંભળવાની કોશિશ કરો

તેમની વાત સાંભળવાની કોશિશ કરો

આવી સ્થિતિમાં દરેક વ્યક્તિને એક એવો દોસ્ત જોઈએ જે તેની વાત ધ્યાનથી સાંભળે. જો તમારો ફ્રેન્ડ વાત કરવાની ના પાડી દે તો પણ તેને એકલા ના છોડશો ઉલટુ તેનુ દિલ પોતાની વાતોથી બહેલાવવાની કોશિશ કરો. દોસ્ત સાથે ખુલીને વાત કરવી, બ્રેકઅપનુ કારણ જણાવવુ અને પોતાના દુઃખને શેર કરવુ એક સારી થેરેપી માનવામાં આવે છે.

ટીકા ના કરો

ટીકા ના કરો

બ્રેકઅપ થવા બાદ તમારે તમારા દોસ્તની ટીકા ના કરવી જોઈએ. દોસ્ત હોવાના નાતે તમારે તેની ભલો જરૂર બતાવવી જોઈએ પરંતુ યોગ્ય સમયે, બ્રેકઅપ બાદ તરત જ આ વસ્તુઓ પર વાત કરવાથી બચવુ જોઈએ. પોતાના દોસ્તને આશાવાદી બનાવો. આવી વસ્તુઓ વિશે વાત કરો જે તેમને ખુશ રાખે અને તેને બ્રેકઅપમાંથી તેનુ ધ્યાન હટાવી શકતી હોય.

આ પણ વાંચોઃ ભણશાળીએ આલિયા સાથે લૉક કરી આગામી ફિલ્મ, ‘ગંગૂબાઈ કાઠિયાવાડી', જાણો એ કોણ છેઆ પણ વાંચોઃ ભણશાળીએ આલિયા સાથે લૉક કરી આગામી ફિલ્મ, ‘ગંગૂબાઈ કાઠિયાવાડી', જાણો એ કોણ છે

મનપસંદ કામ કરવા માટે કહો

મનપસંદ કામ કરવા માટે કહો

પોતાના દોસ્તને એ બધુ કરવા માટે કહો જે તે હંમેશાથી કરવા ઈચ્છતા હોય કે અથવા જેમાં તેને મઝા આવતી હોય. આનાથી તેનુ બધુ ધ્યાન પોતાની લવ લાઈફના બદલે વર્તમાન પર રહેશે અને તેને જૂની વાતો ભૂલવામાં પણ મદદ મળશે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની પસંદનુ કામ કરે છે તો તેને સંતોષ અને આનંદનો અહેસાસ થાય છે. આનાથી વ્યક્તિને પોતાને જ પોતાના જખમ ભરવામાં મદદ મળે છે.

જરૂર પડવા પર કામમાં મદદ કરો

જરૂર પડવા પર કામમાં મદદ કરો

ઘણી વાર આપણે એ વાતને નજરઅંદાજ કરી દઈએ છે કે દરેકની પાસે બધુ નથી હોતુ. બ્રેકઅપ વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય પર બહુ ખરાબ અસર પાડે છે. ઘણા લોકો તો પોતાને નુકશાન પહોંચાડવા લાગે છે જેને ઘણી વાર દોસ્ત કે સંબંધીઓ વણજોયુ કરી દે છે. એટલા માટે બેસ્ટ ફ્રેન્ડ હોવાના નાતે તમારી એ ફરજ બને છે કે જરૂર પડવા પર તમે પોતાના દોસ્તની પ્રોફેશનલ મદદ કરો. આવી સ્થિતિમાં તમે તમારા દોસ્તને અનુભવી કાઉન્સિલર પાસે લઈ જઈ શકો છો.

English summary
In case, you are with a friend who is going through a break-up here’s how you can be his pillar of support.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X