ભારતના આ ગામમાં કોઈપણ બે માળનું મકાન નથી બનાવતુ, કારણ જાણીને ચૌકી જશો

ભારતની ઘણી જગ્યાઓ રહસ્યોથી ભરેલી છે. આ રહસ્યોની અસર આજે પણ જોવા મળે છે. ભારતમાં આવુ જ એક રહસ્યમય ગામ આવેલુ છે. કહેવાય છે કે આ ગામમાં આજે પણ કોઈ બે માળનું મકાન નથી બનાવતુ.

પંજાબ અને હરિયાણાની રાજધાની અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢ નજીક આવેલું આ ગામ આજે પણ ચર્ચાનો વિષય છે. આ ગામમાં કોઈ બે માળનું ઘર બનાવી શકતું નથી.

unique village

અહીં રહેલા લોકો માને છે કે જો કોઈ વ્યક્તિ બે માળનું મકાન બનાવે તો તેના ઘરને નુકસાન થાય છે. ગામમાં બનેલ દરેક ઘર પાયાથી છત સુધી દિવાલો સાથે બાંધવામાં આવે છે. સ્થાનિકો અનુસાર, છત પર કોઈપણ પ્રકારનું બાંધકામ કરવાની સંપૂર્ણ મનાઈ છે. તેનું કારણ ગામમાં બનેલું માતા જયંતિ દેવીનું મંદિર હોવાનું કહેવાય છે.

પ્રાચીન સમયમાં બાબરના શાસન દરમિયાન એક હિંદુ રાજપૂત હથનૌરનો રાજા હતો. આમાંના એક ભાઈના લગ્ન હિમાચલના કાંગડાના રાજાની પુત્રી સાથે થયા હતા. કાંગડાની રાજકુમારી માતા જયંતિ દેવીની પરમ ભક્ત હતી. તે દરરોજ દેવી માતાની પૂજા અને દર્શન કર્યા પછી જ પાણી પીતી હતી.

કથા અનુસાર, આ રાજકુમારીએ માતાને કહ્યું કે માતા હું તમારા વિના આટલી દૂર કેવી રીતે રહીશ? આ પછી માતાએ તેને ખાતરી આપી કે દીકરી તારી ડોલી ત્યારે જ ઉઠશે જ્યારે મારી ડોલી તારી સાથે નીકળશે.

લગ્ન બાદ ડોલી ન ઉઠતા લોકોને ચિંતા થઈ. આ પછી રાજકુમારીએ તેના પિતાને તેની માતાએ સપનામાં કહેલી વાતો કહી. આ પછી માતા જયંતિની ડોલીને પણ શણગારાઈ અને માતાની પાલખી હથનૌરના રાજા સાથે રવાના થઈ. અહીં રાજાએ પુજારીને પણ સાથે મોકલ્યો.

આજ સુધી આ જ વંશના પૂજારીઓ માતા જયંતિની પૂજા કરતા રહ્યા છે. થોડા વર્ષો પછી રાજા અને રાણીનું અવસાન થયું ત્યારે આવનારી પેઢીઓએ માતાની પૂજા કરવાનું બંધ કરી દીધું. તે સમય દરમિયાન મણિમાજરાના જંગલોમાં એક ડાકુ રહેતો હતો, જે માતા જયંતિ દેવીનો પરમ ઉપાસક હતો. કહેવાય છે કે માતાએ ડાકુને દર્શન આપ્યા હતા ત્યાર બાદ તેણે અહીં માતાનું મંદિર બનાવ્યું.

જયંતી નદીના કિનારે માતાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. મંદિરના પૂજારીને ટાંકીને એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે માતા માને છે કે દેવીથી ઉપર કોઈ જઈ શકે નહીં. જ્યારે રાણીની આગામી પેઢીઓએ માતાની પૂજા કરવાનું બંધ કરી દીધું ત્યારે માતા લૂંટારાના સ્વપ્નમાં દેખાયા અને તેને રાજ્યનો નાશ કરવાની સૂચના આપી.

ત્યારથી દેવીના પ્રકોપથી બચવા માટે આજે પણ ઘરોની ઉપર બીજો માળ બનાવવામાં આવતો નથી. જો કોઈ વ્યક્તિ ઘરની ઉપર બીજો માળ બનાવવાનો પ્રયાસ કરે તો તેની સાથે કંઈક અપ્રિય ઘટના બને છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X