15 ઓગસ્ટ સ્પેશ્યલ : અશક્ય કશું જ નથી તેનું ઉદાહરણ એટલે દીપા મલિક
સ્વતંત્રતા દિવસ પર અમારા સ્પેશ્યલ લેખમાં જાણો એથલીટ દીપા મલિક વિષે. કેવી રીતે ભારતની આ દીકરીએ ભારતનું નામ દુનિયામાં રોશન કર્યું જાણો અહીં. દીપા મલિક પર અમારી આ ખાસ સ્ટોરી વાંચો અહીં.
જો તમને લાગે છે કે ભારતનું કશું જ નહીં થાય કે ભારતમાં રહીને તમારું કશું નહીં થાય તો તમારે આ લેખ જરૂરથી વાંચવો જોઇએ. 15મી ઓગસ્ટના અમારા આ સ્પેશ્યલ સેગમેન્ટમાં અમે તેમને આજે અનસંગ હિરોમાં દીપા મલિક વિષે જણાવાના છીએ. દિપા મલિકે 2016માં પેરાઓલમ્પિક એથલીટ છે જેમણે ભારતને સિલ્વર મેડલ અપાવ્યો. ખુલ્લી આંખે સપના કેમ દેખાય, બીજા પર નહીં ક્યારેક પોતાના પર વિશ્વાસ મૂકી તમે તમારી આસપાસ કેટલી વસ્તુઓ બદલી શકો છો તેનું જીવતું જાગતું ઉદાહરણ તેવી દિપા મલિક વિષે વધુ જાણો અહીં...

પહેલી મહિલા...
દીપાએ 2016માં પૈરાઓલમ્પિકમાં શોટપુટ ઇવેન્ટમાં દેશ માટે પહેલો સ્લિવર મેડલ જીત્યો. ઉલ્લેખનીય છે કે આવું કરનાર તે ભારતીને પહેલી મહિલા પેરાઓલમ્પિક ખેલાડી છે. શોટપુટમાં દીપા મલિકે છઠ્ઠી વારના પ્રયાસમાં 4.61નો સ્કોર બનાવીને સિલ્વર મેડલ જીત્યો હતો.

લકવા શરીરને ઝકડ્યું પણ મન...
હરિયાણામાં જન્મેલી દિપા 30 વર્ષે લકવાગ્રસ્ત થઇ જતા તેમની કમરની નીચોનો ભાગ હલન ચલન નથી કરી શકતો. તેમની પર ત્રણ વાર સર્જરી પણ થઇ ચૂકી છે પણ કંઇ ખાલ લાભ નથી મળ્યો. પણ આ બધા બાદ પણ તેમણે શોટપુટ અને જ્વલીન થ્રો જેવી સ્પર્ધામાં આંતરાષ્ટ્રીય હરિફાઇમાં ભાગ લીધો છે. સાથે સ્વીમિંગ અને મોટર રેસલિંગ જેવી સ્પર્ધામાં પણ તેમણે ભાગ લીધો છે.

33 સ્વર્ણ, 4 સિલ્વર મેડલ
ભારત માટે લડતા તેમણે અત્યાર સુધીમાં વિવિધ હરિફાઇઓમાં 33 સુવર્ણ પદક અને 4 સિલ્વર મેડલ મેળવ્યા છે. 47 વર્ષીય દીપા મલિક રિટાયર્ડ કર્નલ વિક્રમ સિંહની વાઇફ છે. તેમના પિતા પણ કર્નલ હતા. દીપાને બે દિકરીઓ પણ છે સૌથી મોટી પુત્રીનું નામ દેવિકા અને નાની દિકરીનું નામ અંબિકા છે

ખાલી સ્પોટર્સ નહીં..
જો કે દીપા ખાલી સ્પોટર્સ પર્સન નથી આ સિવાય દીપા એન્ટરપ્રેનર પણ છે. 7 વર્ષો સુધી તેમણે કેટરિંગ અને રેસ્ટોરન્ટનો વેપાર સંભાળ્યો છે. એટલું જ નહીં તે મોટિવેશનલ અને ઇન્સીરેશનલ સ્પીકર પણ છે. તે દેશ વિદેશની અલગ અલગ ઇવેન્ટમાં ભાગ લઇને લોકોને સ્પીચ આપે છે.

હાર નહીં જીત પર નજર
ઘણાં લોકો તેમની બિમારીના કારણે હતાશાનો ભોગ બનતા હોય છે પણ ત્રણ ઓપરેશન, આર્મી મેનની પત્ની હોવા છતાં સંધર્ષને દીપાએ પોતાનું હમ સાથી બનાવી દીધું છે. ઉલ્લેખનીય છે કે જ્યારે કારગિલ યુદ્ધ વખતે તેમના પતિ વિક્રમ સિંહ લડાઇ લડી રહ્યા હતા ત્યારે દીપાએ સ્પાઇનલ ટ્યૂમરની સર્જરી કરાવવી પડી હતી. જેમાં તેમને 183 ટાંકા આવ્યા હતા.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
