For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં પાકિસ્તાન કરતાં ઓછો ભ્રષ્ટાચાર, અફધાનિસ્તાન સૌથી ભ્રષ્ટ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 3 ડિસેમ્બર: ટ્રાંસપેરેંસી ઇંટરનેશનલે વિશ્વના 177 દેશોમાં ભ્રષ્ટાચારની ગ્રંથી સાથે જોડાયેલી આ વર્ષની યાદી જાહેર કરી છે. આ યાદી જણાવે છે કે સત્તાનો દુરૂપયોગ, ગુપ્ત સોદા અને રૂશ્વતખોરી દુનિયાભરના સમાજને બરબાદ કરી રહી છે. આ યાદીમાં ભારત 36 અંક સાથે 94મા સ્થાન પર છે. ભારતને બીજા વર્ષે પણ આ સ્કોર મળ્યો છે.

દક્ષિણ એશિયાના બાકીના દેશો પર નજર કરીએ તો ભારતના પડોશી દેશ પાકિસ્તાનની સ્થિતી ભારતના મુકાબલે વધુ ખરાબ થઇ છે, જે 28 અંક સાથે 127મા સ્થાન પર છે. જો કે વર્ષ 2012નો સ્કોર જોઇએ તો પાકિસ્તાનમાં ગત વર્ષના મુકાબલે ભ્રષ્ટાચારનો એક અંક ઓછો થયો છે.

યાદી અનુસાર 100 અંકવાળા દેશને લગભગ ભ્રષ્ટાચાર મુક્ત માનવામાં આવે છે અને જીરોનો અર્થ છે લગભગ ભ્રષ્ટ. યાદીમાં સામેલ 177 દેશોમાં બે તૃતિયાંશ હજુ સુધી 50 અંકથી નીચે છે. આ યાદીમાં શ્રીલંકા ભારત કરતાં સાથી સ્થિતીમાં છે, જેને યાદીમાં 37 અંક સાથે 91મું સ્થાન મળ્યું છે.

corruption

નેપાળની સ્થિતી પણ ભારત કરતાં ખરાબ
નેપાળની સ્થિતી પણ ભારત કરતાં ખરાબ છે, જે 31 અંકો સાથે 116મા સ્થાન પર છે. જો કે ટ્રાંસપેરેંસી ઇંટરનેશનલની યાદી અનુસાર પાકિસ્તાનની સરખામણીએ નેપાળમાં ભ્રષ્ટાચાર ઓછો આંકવામાં આવ્યો છે. ભૂટાનને 63 સ્કોર મળ્યો છે.

અફધાનિસ્તાન 'સૌથી ભ્રષ્ટ'
દક્ષિણ એશિયામાં અફધાનિસ્તાનની સ્થિતી સૌથી ખરાબ બતાવવામાં આવી છે જેને ટ્રાંસપેરેંસી ઇંટરનેશનલની યાદીમાં 8 અંક મળ્યા છે અને તે આ યાદીમાં 175મા સ્થાન પર છે. ગત વર્ષે પણ અફધાનિસ્તાનની આ જ સ્થિતી હતી.

ચીન
ચીને આ વર્ષે પોતાના ભ્રષ્ટાચારને રોકવા માટે આકરા પગલાં ભર્યા છે અને તેને 40નો સ્કોર પ્રાપ્ત કર્યો છે, જ્યારે ગત વર્ષે ચીનને 39 અંક મળ્યા હતા.

બર્મા-નેપાળનો સ્કોર સારો
''ભ્રષ્ટાચાર અવધારણા યાદી 2013 દર્શાવે છે કે બધા દેશોમાં હજુ સુધી સરકાર દરેક સ્તરો પર સ્થાનિક પરમિટ જાહેર કરવાથી માંડીને કાયદાઓનું પાલન અને બનાવવા સુધી ભ્રષ્ટાચારનો ખતરો છે.' જે દેશોની સ્થિતી ભ્રષ્ટાચારની યાદીમાં સારી થઇ છે તેને બર્મા એટલે મ્યાંમાર, બ્રુનેઇ, લાઓસ, સેનેગલ, નેપાળ, એસ્ટોનિયા, ગ્રીસ, લેસોથો અને લાટવિયા સામેલ છે. જ્યારે જે દેશોમાં ભ્રષ્ટાચાર વધુ વધતો માનવામાં આવે છે તેમાં સીરીયા, ગૈંબિયા, ગિની-બિસાઉ, લીબિયા, માલી, સ્પેન, ઇરીટ્રિયા, મોરીશસ, યમન, ઓસ્ટ્રેલિયા નએ આઇસલેંડ જેવા દેશ સામેલ છે.

પરિણામ
ભ્રષ્ટાચાર અવધારણા યાદી 2013માં ડેનમાર્ક અને ન્યૂઝીલેંડ 91 અંકો સાથે સૌથી ઓછા ભ્રષ્ટાચારવાળા દેશ છે. અફઘાનિસ્તાન, ઉત્તર કોરિયા અને સોમાલિયા આ વર્ષે 8 અંક સાથે સૌથી વધુ ભ્રષ્ટાચારવાળા દેશ તરીકે સામે આવ્યો છે. લાબેલનું કહેવું છે કે 'સૌથી સારું પ્રદર્શન કરનાર દેશોને જોઇએને સ્પષ્ટ લાગે છે કે પારદર્શિતા જવાબદારી લાવે છે અને ભ્રષ્ટાચારને ખતમ કરી શકે છે. તેમછતાં સારું પ્રદર્શન કરનાર દેશોમાં રાજ્યનો કબજો, અભિયાનોની નાંણાકીય મદદ અને મોટા સાર્વજનિક અડ્ડાઓ પર ધ્યાન ન આપવામાં આવતાં ભ્રષ્ટાચારનો ખતરો બનેલો છે.

ભ્રષ્ટાચાર મોટો પડકાર
ટ્રાંસપેરેંસી ઇંટરનેશનલનું કહેવું છે કે સાર્વજનિક ક્ષેત્ર ખાસકરીને રાજકીય પક્ષો, પોલીસ અને ન્યાયિક ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર દુનિયા માટે એક મોટો પકડાર બનેલો છે. એજન્સીનું કહેવું છે કે સાર્વજનિક સંસ્થાઓને પોતાના કામ, પોતાના અધિકારીઓ અને પોતાના નિર્ણયો વિશે વધુ ખુલ્લા થવાની જરૂર છે. ભ્રષ્ટાચારની તપાસ અને તેના પર કાર્યવાહી પણ ખૂબ કઠીન છે. ટ્રાંસપેરેંસી ઇંટરનેશનલે ચેતાવણી આપી છે કે હવામાનમાં પરિવર્તન, આર્થિક સંકટ અને ભીષણ ગરીબીનો સામનો કરવા માટે ભવિષ્યમાં ભરવામાં આવેલા પગલાં વધાતા જતા ભ્રષ્ટાચારનો સામનો કરવો પડશે.

English summary
India has been ranked lower in corruption than neighbouring Pakistan but higher than China by graft watchdog Transparency International in a survey released on Tuesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X