15મી ઓગસ્ટ સ્પેશ્યલ : અંતરિક્ષયાનનો હિરો મોહમ્મદ રિફથ શારૂક

Written By:
Subscribe to Oneindia News

નાસામાં દર વર્ષે ''ક્યુબ ઈન સ્પેસ''ની વિશ્વસ્તરીય હરીફાઈ યોજાય છે. જેમાં આ વર્ષની હરીફાઈમાં કુલ 86000 ડિઝાઈનમાંથી 80 ડિઝાઇન પસંદ કરવામાં આવી હતી. આ 80 ડિઝાઈનમાંથી એક ડિઝાઈન ભારતના તમિલનાડુમાં 12મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી મોહમ્મદ રિફથ શારૂકની હતી. ભારતનુ નામ નાસામાં ઉજાગર કરતા આ હિરોએ પોતાની આવડત અને સુઝથી માત્ર 64 ગ્રામના નાના ગ્રહની ડિઝાઈન બનાવી હતી, જે 22 જુલાઈ, 2017ના રોજ સ્પેશટલ રેઈનોમાં લગાડવામાં આવ્યો છે. તો આજે વાત કરીશું આ હિરોની, જેણે ભારતનું નામ નાસામાં રોશન કર્યું છે.

heroes

મોહમદ રાયફથ શાહરુખ કોણ છે?

નાસામાં માત્ર 64 ગ્રામના ઉપગ્રહને બનાવી ભારતનું નામ રોશન કરનાર મોહમ્મદ રિફથ શારૂક તામિલનાડુના પલ્લપટ્ટીમાં ક્રેસેન્ટ મેટ્રિક્યુશન હાયર સેકન્ડરી સ્કુલમાં 12માં ધોરણમાં અભ્યાસ કરે છે. તેણે 5 વર્ષની નાની ઉંમરે પોતાના પિતા ગુમાવ્યા હતા. તેણે પાંચ લોકોની ટીમ સાથે મળીને વિશ્વનું સૌથી નાનું સેટેલાઈટ 'કલામ સેટ' બનાવ્યું છે.

સ્પેસ કિડ્ઝ ઈન્ડિયા

ચેન્નાઈ સ્થિત સ્પેસ કિડઝ ઇન્ડિયા દ્વારા નાસામાં યોજાયેલી સ્પર્ધામાં ભાગ લેવામાં આવ્યો હતો. મોહમ્મદ રિફથ શારૂક ઉપરાંત વિનય ભારદ્વાજ, તનિષક ડવેડી, યાગ્નાસાઈ,અબ્દુલ કાસીફ અને ગાબી નાથે સાથે મળીને 'કલામ સેટ' બનાવ્યું છે. આ ટીમને સેટ બનાવવામાં 2 વર્ષ જેટલો સમય લાગ્યો હતો.

નાસામાં પસંદગી

નાસામાં કુલ્લ 57 દેશોના વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં 86000 ડિઝાઈનોમાંથી 80 ગ્રામના વજન ધરાવતા સેટેલાઈટની પસંદગી કરવામાં આવી હતી. આ સેટેલાઈટ એટલે 'કલામ સેટ'. જેને અંતરિક્ષમાં એસઆર-4 રોકેટ દ્વારા 22 જુલાઈ 2017ના રોજ લોન્ચ કરવામાં આવ્યું છે.

કલામ સેટની વિશેષતાઓ

આ સેટેલાઇટ 3ડી ટેકનોલોજી અને કાર્બન ફાઈબરથી બનાવવામાં આવ્યું છે. આ વિશ્વનું સૌથી નાનું 64 ગ્રામનું સેટેલાઈટ છે. તેને બનાવવા 1 લાખ સુધીનો ખર્ચ થયો હતો. આ સેટેલાઈટ બનાવવા માટે 2 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. આ સેટેલાઈટને એશિયા બુક ઓફ રેકોડ્સ, ઈન્ડિયન બુક ઓફ રેકોડેસ, આસિસ્ટ વલ્ડ રોકોર્ડમાં વિશ્વના સૌથી નાના સેટેલાઈટ તરીકે સ્થાન મળ્યું છે.

English summary
Eighteen-year old Mohammed Rifath Shaarook, who hails Tamil Nadu, led a team of six to build nano satellite Kalam Sat.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.