સુર્યોપાસના અને આસ્થાનું મહાપર્વ છઠ

પટણા, 26 ઓક્ટોબરઃ ભગવાન ભાસ્કરની ઉપાસના પર્વ છઠને લઇને તૈયારીઓ અંતિમ ચરણમાં છે. ભક્તોની અટલ આસ્થાના અનોખા પર્વ છઠમાં સૂર્યની પહેલી કિરણ અને સાંજે અંતિમ કિરણને અર્ધ્ય દઇને સૂર્યનું નમન કરવામાં આવે છે.

સૂર્ય ષષ્ઠી વ્રત હોવાના કારણે તેને ‘છઠ' કહેવામાં આવે છે. સુખ-સમૃદ્ધિ અને મનોવાંછીત ફળ આપનારા આ પર્વને પુરુષ અને મહિલા સમાન રીતે મનાવે છે, પરંતુ સામાન્ય રીતે વ્રત કરનારાઓમાં મહિલાઓની સંખ્યા વધારે હોય છે. અમુક વર્ષો પહેલા આ પર્વ બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશના કેટલાક ક્ષેત્રોમાં મનાવવામાં આવતો હતો, પરંતુ હવે આ પર્વ આખા દેશમાં મનાવવામાં આવે છે.

પ્રાચીન ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ અનુપમ મહાપર્વને લઇને અનેક કથાઓ પ્રચલિત છે. જ્યોતિષાચાર્ય પંડિત રાજીવ શાસ્ત્રી અનુસાર, છઠ પૂજાનો પ્રારંભ મહાભારત કાલના સમયથી જોઇ શકાય છે. છઠ દેવી સૂર્ય દેવની બહેન છે અને તેમને પ્રસન્ન કરવા માટે ભગવાન સૂર્યની આરાધના કરવામાં આવે છે. વ્રત કરનારા માતા ગંગા અને યમુના અથવા કોઇ નદી કે જળાશયોના કિનારે આરાધના કરે છે.

ચતુર્થ તિથિ પર શરૂ થાય છે છઠ પર્વ

છઠ પર્વનો પ્રારંભ કાર્તિક શુક્લ પક્ષની ચતુર્થ તિથિનો પ્રારંભ હોય છે તથા સપ્તમી તિથિના આ પર્વનું સમાપન થાય છે. પર્વનો પ્રારંભ ‘નહાય-ખાય'થી થાય છે, જે દિવસે વ્રતી સ્નાન કરી અરવા ચાવલ, ચણા દાળ અને કદ્દૂની સબજીનું ભોજન કરે છે. આ દિવસ ખાવામાં સેંઘા નમકનો ઉપયોગ કરવામાં આવે છે.

નહાય-ખાયના બીજા દિવસે એટલે કે કાર્તિક શુક્લ પક્ષ પંચમીના દિવસે વ્રતી ઉપવાસ કરી સાંજે સ્નાન કરી વિધિ-વિધાનથી રોટી અને ગોળમાંથી બનેલી ખીરનો પ્રસાદ તૈયાર કરી ભગવાન ભાસ્કરની આરાધના કરી પ્રસાદન ગ્રહણ કરે છે. આ પૂજાને ‘ખરાના' કહેવામાં આવે છે.

તેના બીજા દિવસે કાર્તિક શુક્લ પક્ષ ષષ્ઠી તિથિનો ઉપવાસ રાખીને સાંજે વ્રતિયાં ટોકરી(વાંસથી બનેલી)માં ઠેકુઆ, ફલ, ઇખ સમતે અન્ય પ્રસાદ લઇને નદી, તળાવ અથવા અન્ય જળાશયોમાં જઇને અસ્તાચલગામી સૂર્યને અર્ધ્ય અર્પિત કરે છે અને તેના બીજા દિવસે એટલે કે સપ્તમી તિથિએ સવારે ઉદયમાન સૂર્યને અર્ધ્ય અર્પિત કરી ઘરે પરત ફરીને અન્ન-જલ ગ્રહણ કરી ‘પારણ' કરે છે એટલે વ્રત તોડે છે.

29 ઓક્ટોબરે થશે છઠ મૈયાનું આગમન

શાસ્ત્રી અનુસાર આ વર્ષે 29 ઓક્ટોબરે ષષ્ઠી છે. આ પર્વમાં સ્વચ્છતા અને શુદ્ધતાનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. માન્યતા છેકે ખરના પૂજા બાદ જ ઘરમાં દેવી ષષ્ઠી(છઠી મૈયા)નું આગમન થાય છે.

આ પર્વમાં ગીતોનું ખાસ મહત્વ હોય છે. છઠ પર્વ દરમિયાન ઘરોથી લઇને ઘાટોં સુધી કર્ણપ્રિય છઠ ગીત ગુંજતા રહે છે. વ્રતિયાં જ્યારે જળાશયો તરફથી આવે છે, ત્યારથી તે છઠ મહિમાની ગીત ગાય છે.

આધુનિકતાની દોડ

chhath-parv-04
આમ તો આધુનિકતાની દોડમાં છઠ પર્વને લઇને અનેક બદલાવ જોવા મળે છે. નદી, તળાવો તથા જળાશયોમાં એકઠી થનારી ભીડથી બચવા માટે લોકો પોતાના ઘરની આસપાસ જ ખાડો બનાવીને તેમાં પાણી નાંખી અર્ઘ્ય આપવા લાયક બનાવી લે છે.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X